સામુદ્રિક શાસ્ત્ર: કપાળની રેખાઓથી જાણો વ્યક્તિના વ્યક્તિત્વ વિષે

Posted By:
Subscribe to Oneindia News

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે રેખાઓ માત્ર હાથેળીમાં જ નહિં પણ કપાળ પર પણ હોય છે. વ્યક્તિના કપાળ પર 7 પ્રકારની રેખાઓ હોવાનો ઉલ્લેખ કરાયેલો છો. જો કે દરેક વ્યક્તિના કપાળ પર આ રેખાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. આ સાતે રેખાઓનો સંબંધ સાત ગ્રહો સાથે છે.

Read also: જાણો તમારી હથેળીમાં રહેલા ચિન્હો શું દર્શાવે છે?

શનિ રેખા

શનિ રેખા

શનિ રેખા માથામાં સૌથી ઉપર હોય છે. આ રેખા વધુ લાંબી ન રહેતા માત્ર માથાના મધ્યભાગમાં દેખાય છે. વ્યક્તિના માથાનો ભાગ થોડો ઉંચો અને વિકસિત છે તથા તેના પર શનિ રેખા સ્પષ્ટ રીતે દેખાઈ રહી હોય તો તે વ્યક્તિ ગંભીર, રહસ્યમયી, અહંકારી હોય છે. આવી વ્યક્તિ વિશે કંઈ પણ જાણવું મુશ્કેલ છે. તેમનો સ્વભાવ રહસ્યમયી હોય છે. આ વ્યક્તિ રહસ્ય વિદ્યા જેવી કે જ્યોતિષ, તંત્રનો જાણકાર હોય છે. તેમને જીવનમાં 36 વર્ષ બાદ સફળતા મળે છે.

બૃહસ્પતિ

બૃહસ્પતિ

બૃહસ્પતિ રેખા મસ્તક પરથી બીજા નંબરે આવે છે. સામાન્ય રીતે તે શનિ રેખાની સરખામણીએ થોડી મોટી હોય છે. જે વ્યક્તિના માથા પર આ રેખા લાંબી અને સ્પષ્ટ દેખાતી હોય તેવી વ્યક્તિ મહત્વાકાંક્ષી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આવા બાળકો ભણવામાં હોંથિયાર હોય છે. પોતોના શિક્ષણના દમે તે સફળતા હાંસલ કરે છે. રાજકારણ ક્ષેત્રે પણ તેઓ સારો દેખાવ કરે છે.

મંગળ

મંગળ

આ રેખા ગુરુ રેખાની નીચે અને કપાળના મધ્યમાં જોવા મળે છે. જો એક સપાટ કે ઉન્નત કપાળ પર મંગળ રેખા શુભ ગુણોથી યુક્ત અને સાથે જ કનપટ્ટીથી ઉપરના સ્થાને ઉઠેલ હોય તો તેવી વ્યક્તિ પરાક્રમી, આત્મ-વિશ્વાસી, તેજ બુધ્ધિ વાળો હોય છે. આવી વ્યક્તિ સેના, પોલિસ જેવા પદો પર વિરાજે છે.

બુધ

બુધ

આ રેખા લગભગ માથાની વચ્ચો વચ્ચ હોય છે. અન્ય રેખાઓની સરખામણીએ આ રેખા લાંબી પણ હોય છે. જો બુધ રેખા કપાયેલી કે તૂટેલી ન હોય અને સ્પષ્ટ દેખાતી હોય તો તે વ્યક્તિની સ્મરણ શક્તિ સારી હોય છે. તેઓ દરેક કામ ઈમાનદારી સાથે કરે છે. તેમનો રસ કલાત્મક કામોમાં વધારે હોય છે. આવા લોકો પોતાની મહેનતના દમે વ્યવસાયમાં સફળતા મેળવે છે.

શુક્ર

શુક્ર

આ રેખા બુધ રેખાની ઠીક નીચે હોય છે. સામાન્ય રીતે તે નાના આકારની હોય છે. ઉન્નત મસ્તકે જો શુક્ર રેખા સ્પષ્ટ રીતે દેખાતી હોય તો તેવી વ્યક્તિ પ્રાકૃતિક સૌદર્ય પ્રેમી હોય છે. ભૌતિક સુખ-સુવિધાને ભોગવનાર હોય છે. આવા લોકો સાફ-સુથરા કે બ્રાન્ડેડ કપડાના શોખીન હોય છે. આ લોકો સંગીત, કળા, નાટક, બોલીવુડ વેગેરેમાં નામ કમાય છે.

સૂર્ય

સૂર્ય

સૂર્ય રેખા જમણા આંખની ઉપર એક નાની રેખા સ્વરૂપે જોઈ શકાય છે. આ રેખા જો સ્પષ્ટ અને પાતળી છે તો તે તેના કર્મોના કારણે માન-સન્માન અને પ્રસિધ્ધિ મેળવે છે. શુભ આવી વ્યક્તિ અનુસાશન પ્રિય, સમજદાર, ગણિતનો જાણકાર, શાસક કે સારો રાજનેતા હોય છે. પોતાના જીવનમાં હંમેશા સૂર્યની જેમ પ્રકાશે છે.

ચંદ્ર

ચંદ્ર

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ચંદ્ર રેખા ડાબી આંખ તરફે એક નાની રેખા રૂપે જોઈ શકાય છે. જો આ રેખા સાફ-સુથરી અને સ્પષ્ટ દેખાતી હોય તો વ્યક્તિ કલ્પાનઓમાં જીવનાર અને લાગણીઓમાં વહી બીજાની મદદ કરનાર હોય છે. જે કલાનો પ્રેમી હોય છે, જેની સ્મરણ શક્તિ ઘણી સારી હોય છે. ચિત્રકાર, સંગીત, લેખન, સંપાદન વગેરે ક્ષેત્રે આ લોકો ઘણું નામ કમાઈ શકે છે. ચિત્રકળા, સંગીત, લેખન, સંપાદન વગેરે ક્ષેત્રે તેઓ ઘણું નામ કમાય છે. અસફળતા મળતા તેઓ જલ્દી હતાશ થઈ જાય છે.

English summary
Today we will talk about the the body structure of a woman and her personality. This is a reading which tells about life according to the nature of nails.
Please Wait while comments are loading...