For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસ્તુ ટિપ્સઃ આ દિશામાં કમ્પ્યુટર રાખવાથી કરિયરમાં થશે ગ્રોથ, જાણો 7 વાતો

આજે જીવનમાં દરેક વ્યક્તિને કોઈ પણ સ્થિતિમાં સુખ શાંતિથી રહેવું હોય છે. એટલા માટે દરેક વ્યક્તિ જાતભાતના ઉપાય પણ અજમાવે છે.

|
Google Oneindia Gujarati News

આજે જીવનમાં દરેક વ્યક્તિને કોઈ પણ સ્થિતિમાં સુખ શાંતિથી રહેવું હોય છે. એટલા માટે દરેક વ્યક્તિ જાતભાતના ઉપાય પણ અજમાવે છે. જો કે આ માટે એ જરૂરી છે કે આપણે દિનચર્યામાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, તે પણ વ્યવસ્થિત હોય. આજના સમયમાં જરૂરિયાતની ચીજોની યાદીમાં સૌથી ઉપર મોબાઈલ અને કમ્પ્યુટર કે લેપટોપ આવે છે.

career growth

જો તમે તમારા મોબાઈલ પર વધુ ઈન્ટરનેટ વાપરો છો, તો વાસ્તુ વાઈબ્સ પ્રમાણે ઉત્તર પૂર્વ દિશામાં કામ કરવું જોઈએ. આ ઉપરાંત દક્ષિણથી પશ્ચિમ દિશાના વિસ્તારમાં કામ કરવથી પણ કામ સારુ થવામાં મદદ મળે છે.
  • આ જ રીતે જો કમ્પ્યુટર ઘરમાં છે, તો દક્ષિણ અને પશ્ચિમ દિશામાં તેના પર કામ કરવું જોઈએ. જો બાળકો કમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે, તો પણ આ જ દિશા લાભદાયક બની શકે છે. અહીં કરેલું કામ બાળકોની એકાગ્રતા વધારે છે.
  • ઉત્તર દિશામાં મૂકાયેલું કમ્પ્યુટર બાળકોના કરિયર મામલે અને મોટા કામમાં રસ તેમજ એકાગ્રતા વધારે છે. જે લોકો પોતાના કરિયરને લઈ જાતભાતના ભ્રમમાં રાચે છે કે કોઈ પ્રકારનો નિર્ણય નથી કરી શક્તા, તેમના માટે આ સ્થાન લાભદાયક છે. જો મોટા લોકો પોતાનું લેપટોપ કે કમ્પ્યુટર આ દિશામાં રાખીને કામ કરે છે, તો તેમની વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ વિસ્તારમાં ટીવી ન રાખવું જોઈએ. અને મ્યુઝિક સિસ્ટમ પણ ન હોય તો તે બેસ્ટ છે. અહીં ઉત્તર અને પૂર્વથી પૂર્વ તરફની વાઈબ્સ સારી રીતે કામ કરે છે. ધ્યાન રાખો કે ઘર કે ઓફિસના આ ખૂણામાં સ્વચ્છતા જળવાઈ રહે.
  • જે લોકો કમ્પ્યુટર પર ધાર્મિક કે આ અંગેનું કોઈ કામ કરે છે, તેમના માટે દક્ષિણ દિશાનો સાથ સારો છે. આ દિશાનું ક્ષેત્ર આરામની સાથે સાથે જાગૃતિ પણ લાવે છે, જે દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
  • જો ઘરની ઓફિસમાં કમ્પ્યુટર સંગીત કે તેને લગતા કોઈ કાર્યના ઉપયોગમાં આવતું હોય, તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફનું દિશા ક્ષેત્ર તમે સાથ આપે છે.
  • પૂર્વ અને તેની આસપાસની દિશામાં કમ્પયુટર રાખવું પણ યોગ્ય છે. આમ કરવાથી કમ્પ્યુટર યુઝ કરનાર વ્ય્કતિ પોતાના કરિયર પ્રત્યે નવી રીતે વિચારવા સક્ષમ બને છે.
  • ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફની દિશાનું ક્ષેત્ર એટલું સારુ નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ વિસ્તારમાં કમ્પ્યુટર મૂકવાનું ટાળવું જોઈએ. જો આ વિસ્તારમાં કમ્પ્યુટર હોય તો પણ તેના પર અભ્યાસ ન કરવો જોઈએ.
  • દક્ષિણથી પૂર્વ દિશા તરફના ક્ષેત્રમાં મૂકાયેલા કમ્પ્યુટર પર બેસવાથી કે કામ કરવાથી જે તે વ્યક્તિ આર્થિક પાસાઓ વિશે વધુ વિચારે છે. જે ક્યારેક ક્યારેક સારુ નથી.

English summary
your computer can help you in career growth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X