For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sharad Purnima 2021: શરદ પૂનમની રાતે વરસે છે અમૃત, જાણી લો તિથિ અને શુભ મુહૂર્ત

આવો, જાણીએ વર્ષ 2021માં શરદ પૂનમ કયા દિવસે છે અને હિંદુ ધર્મમાં આ તિથિનુ શું મહત્વ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષની બધી પૂનમની તિથિનુ મહત્વ જણાવાયુ છે પરંતુ આ બધામાં શરદ પૂનમનુ સ્થાન વિશેષ છે. પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથિને શરદ પૂનમ તરીકે મનાવવામાં આવે છે. વર્ષની આ પૂનમ તિથિ સાથે ઘણા માન્યતાઓ જોડાયેલી છે. આ પૂનમે ચંદ્રની રોશનીમાં અલગ ચમક જોવા મળે છે. એટલુ જ નહિ, તેના કિરણોમાં ઔષધીય ગુણો પણ સમાયેલા હોય છે જે સામાન્ય ખીરને પણ અમૃત બનાવી દે છે. શરદ પૂનમે રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી અને લક્ષ્મી-શ્રીહરિની પૂજા કરવામાં આવે છે. આવો, જાણીએ વર્ષ 2021માં શરદ પૂનમ કયા દિવસે છે અને હિંદુ ધર્મમાં આ તિથિનુ શું મહત્વ છે.

શરદ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત

શરદ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત

  • આ વર્ષે શરદ પૂનમ અથવા કોજાગરી પૂનમ 19 ઓક્ટોબર, 2021ના રોજ મંગળવારે છે.
  • પૂનમ તિથિનો આરંભઃ 19 ઓક્ટોબર, 2021ના રોજ સાંજે 7 વાગ્યાથી
  • પૂનમ તિથિનુ સમાપનઃ 20 ઓક્ટોબર, 2021ના રોજ 8 રાતે 8 વાગીને 20 મિનિટ સુધી
શરદ પૂનમે આકાશમાંથી વરસે છે અમૃત

શરદ પૂનમે આકાશમાંથી વરસે છે અમૃત

શરદ પૂનમના દિવસે લોકો ચોખા અને દૂધથી બનાવેલી ખીરને ખુલ્લા આકાશ નીચે રાખે છે. માનવામાં આવે છે કે શરદ પૂનમે ચંદ્રમાના કિરણો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે ખીર પર પડે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે. આ ખીરનુ સેવન કરવાથી ઘણા પ્રકારના લાભો મળે છે. માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા તિથિ પર ચંદ્રમા પૃથ્વીની ઘણો નજીક રહે છે. આ તિથિ પર ચંદ્ર પૂર્ણ કળાઓમાં હોય છે અને પોતાની ચમકતી રોશનીથી ધરતીને પાવન કરી દે છે. આ દિવસે ચંદ્રદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શરદ પૂનમ તિથિ પર જ ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો.

શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન

શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન

સમુદ્ર મંથનથી માત્ર અમૃત જ નહોતુ નીકળ્યુ. ક્ષીર સાગરમાં દેવ અને દૈત્યો દ્વારા કરાયેલા મંથનથી શરદ પૂર્ણિમાના દિવસે જ લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ થઈ હતી. આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મી મા ધરતી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જઈને તેમનુ કલ્યાણ કરે છે. જે ઘર પર માતા પ્રસન્ન થઈ જાય છે ત્યાં ધન-સંપત્તિની કોઈ કમી નથી રહેતી. આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની પરંપરા છે. તેમની આરાધનાથી સહુની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

English summary
Sharad Purnima 2021: Date, Time, Rituals and Significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X