શરદપૂર્ણિમાંએ ચંદ્ર કરશે અમૃત વર્ષા, લાભ લેવાનું ચૂકશો નહિં

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રી પછી આવનારી પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. વર્ષનો આ એક જ દિવસ છે જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે છે. શરદ પૂર્ણિમાંની હિંદુ ધર્મમાં ઘણી માન્યતા છે. આ દિવસને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અનેક ધાર્મિક ક્રિયાકાંડો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે માતા લક્ષ્મીનો જન્મ થયો હતો, તેથી આ દિવસે લોકો લક્ષ્મીપૂજન પણ કરે છે. આ દિવસનું મહત્વ ધાર્મિક જ નહિં પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે. શરદ પૂર્ણિમાંની કિરણો અમૃત વર્ષા કરે છે. આ અમૃત વર્ષા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. દશેરા બાદ થી જ ચંદ્રના કિરણો ઔષધિ સમાન હોય છે. તો તમે પણ આ કિરણોનો લાભ લેવાનું ચૂકશો નહિં. જાણો આ માટે શું કરશો?

દશેરાથી શરદપૂર્ણિમાં સુધી ચંદ્રને નિહાળો

દશેરાથી શરદપૂર્ણિમાં સુધી ચંદ્રને નિહાળો

તમારી આંખોની રોશની ઓછી થઈ રહી છે તો નેત્ર જ્યોત વધારવા માટે દશેરાથી શરદ પૂર્ણિમા સુધી નિયમિત રાત્રે 15 થી 20 મિનિટ સુધી ચંદ્રને એકીટશે નિહાળો.

ખીર ખાવ

ખીર ખાવ

તમારી ઈન્દ્રિઓ શિથિલ થઈ ગઈ હોય તો તેને પુષ્ટ કરવા માટે ચંદ્રની ચાંદનીમાં મુકેલ ખીલ ખાવી જોઈએ. તેનાથી ઈન્દ્રિઓ ફરી ઊર્જાવાન થઈ જાય છે. શરદ પૂર્ણિમાંના દિવસે ચંદ્ર અને માતા લક્ષ્મીનો ભોગ લગાવ્યા બાદ વૈદ્યરાજ અશ્વિની કુમારથી પ્રાર્થના કરવી જોઈએ કે તમારી ઈન્દ્રિઓનું તેજ વધે.

અસ્થમાં માટે વરદાન

અસ્થમાં માટે વરદાન

અસ્થમાના દર્દીઓ માટે શરદ પૂર્ણિમાં વરદાનની રાત હોય છે. આ દિવસે રાત્રે સુવુ નહિં. ચાંદનીમાં મુકેલી ખીરનું સેવન કરવાથી દામો નીકળી જાય છે. પૂનમ અને અમાસે ચંદ્રના આખ પ્રભાવથી સમુદ્રથી ભરતી-ઓટ આવે છે. જ્યારે ચંદ્ર આટલા મોટા સમુદ્રમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. તો જરા વિચારો કે તે તમારા શરીરમાં રહેલા જળ અંશ છે અને સપ્તધાતુઓ છે અને સપ્ત રંગો છે તેના પર ચંદ્રની કેવી અસર થતી હશે.

નેત્રની જ્યોતિ વધારો

નેત્રની જ્યોતિ વધારો

આ દિવસે તમે ભોગ-વિલાસમાં રહેશો તો વિકલાંગ સંતાન અથવા જાન લેવા બિમારી થઈ શકે છે. પરિણામે આ દિવસે સંયમ રાખો. શરદ પૂર્ણિમાંએ પૂજા, મંત્ર, ભક્તિ, ઉપવાસ, વ્રત વગેરે કરવાથી શરીર તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિ ઓલૌકિક બને છે. શરદ પૂર્ણિમાંની રાતે ચંદ્રના અજવાળામાં સોયમાં દોરો પરોવાનો અભ્યાસ કરવાથી આંખોની જ્યોતિ વધે છે.

English summary
This year Sharad Purnima falls on Thursday, 5th October 2017. Kojagara purnima is a very importance vrat and puja people observe on this day in order to please Goddess Maha Lakshmi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.