For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astrology: જાણો રવિવારે જન્મેલા જાતકોની લાક્ષણિકતા

રવિવારે જન્મેલા લોકો પર સૂર્ય ગ્રહનો ખાસ પ્રભાવ હોય છે. આ દિવસે સૂર્ય પોતાની પૂર્ણ સત્તાથી તમામ ગ્રહો પર પ્રભાવ પાડે છે. સૂર્યની નજીક જે પણ ગ્રહ આવે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રવિવારે જન્મેલા લોકો પર સૂર્ય ગ્રહનો ખાસ પ્રભાવ હોય છે. આ દિવસે સૂર્ય પોતાની પૂર્ણ સત્તાથી તમામ ગ્રહો પર પ્રભાવ પાડે છે. સૂર્યની નજીક જે પણ ગ્રહ આવે છે, તેમનો પ્રભાવ ક્ષિણ થઈ જાય છે. જેથી આ વ્યકિતઓ સાથે જે પણ સંપર્કમાં આવે છે તેઓ આપોઆપ તેમના પ્રભાવમાં આવી જાય છે. આ લોકો પોતાના આકર્ષણ દ્વારા બીજા લોકોને ઝડપથી પોતાના પ્રત્યે આકર્ષી લે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે.

ઉગ્ર સ્વભાવ

ઉગ્ર સ્વભાવ

સૂર્ય અને સિંહ રાશિ આ બંનેનો સ્વભાવ ઉગ્ર હોય છે. જેથી આ લોકો જલ્દી ગુસ્સે થઈ જાય છે. જો કે આ લોકો અવસરોનો લાભ લેનારા હોય છે. સિંહને સ્વતંત્રતા પ્રિય હોય છે. જેથી આ જાતકો કોઈની આધિનતાનો સ્વીકાર કરતા નથી. તેમની ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ મજબૂત હોય છે. આ લોકો કુશળ પ્રશાસક, કુશળ સંચાલક, સમાજસેવક તથા રાજકારણમાં કુશળ રાજનેતા બને છે. આ લોકોને નેતૃત્વનુ કામ આપી દેવામાં આવે તો તેઓ ઉત્તમ પરિણામ આપે છે.

સ્ત્રીઓનો સ્વભાવ

સ્ત્રીઓનો સ્વભાવ

રવિવારે જન્મેલી સ્ત્રીઓનું દાપત્યજીવન સુખમય રહે છે. આ સ્ત્રીઓ પોતાના પતિના ખરાબ કામોનો વિરોધ કરનારી અને સારા કામમાં કોઈ પણ હદે મદદ કરનારી હોય છે. તેમનું મુખ સૂર્ય જેવું પ્રભાવશાળી અને સુંદર હોય છે. ચહેરો લાલ, આંખો મોટી હોય છે. તેઓ બહારથી કઠોર અને અંદરથી ઉદાર હોય છે.

અગત્યની વાતો

અગત્યની વાતો

આરોગ્ય-રવિવારે જન્મેલા જાતકોને સામાન્ય રીતે ઓછી બિમારી થાય છે, પણ જો થઈ જાય તો તેનો ઈલાજ લાંબા સમય સુધી ચાલે છે. તેમને હદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ગઠિયો વા અને આંખના રોગો હેરાન કરે છે.

  • શુભ દિવસ-સોમવાર, શુક્રવાર અને રવિવાર તેમના શુભ દિવસો છે. કોઈ પણ શુભ કાર્યો આ દિવસે શરૂ કરી શકાય છે.
  • શુભ મહિનો-21 જુલાઈથી 20 ઓગસ્ટ, 21 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 21 માર્ચથી 20 એપ્રિલ. આ મહિના રવિવારે જન્મેલા જાતકો માટે લાભકારક રહે છે.
  • શુભ રત્ન-જે લોકો રવિવારે જન્મેલા છે તેઓ અનામિકા આંગળીમાં માણેકને સોના કે તાંબામાં કરી રવિવારે સવારે ધારણ કરી શકે છે. આ લોકો લાલ હકીક પણ ધારણ કરી શકે છે.
  • ઈષ્ટ દેવ અને મંત્ર

    ઈષ્ટ દેવ અને મંત્ર

    તેમના ઈષ્ટ દેવ સૂર્ય ભગવાન છે, જેથી તેમણે સૂર્ય દેવની ઉપાસના કરવી. સવારે સૂર્ય દેવને જળ અર્પિત કરતી વખતે ऊॅ हीं हीं सूर्याय नमः મંત્રનું ઉચ્ચારણ કરવું.

English summary
Sunday is the first day of the week. Sundays are used to prepare for the week ahead, rest and worship. Sun is the ruler of this wonderful day. Those born on Sunday truly shine in their life like a sun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X