For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રહ્માંડમાં પ્રગટ થનારી સૌથી પહેલી શક્તિ એટલે શિવ

ભગવાન શિવ પંચતત્વોની અધ્યક્ષતા કરે છે. જે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ છે. એવું મનાય છે કે પ્રકૃતિના આ તમામ રૂપો શિવલિંગમાં સમાયેલા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભગવાન ભોળા હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ દેવી-દેવતાઓમાંના એક છે. ભગવાન શિવ ના અનુયાયીઓ તેમને સર્વોચ્ચ શક્તિ માને છે. 'ઓમકાર' કે પછી અસ્તિત્વ પહેલા પ્રગટ થયેલી ધ્વનિને ભગવાન શિવની ઉત્પત્તિ માનવામાં આવે છે. જો કે, હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાનના સૌથી પહેલા રૂપના વર્ણન વિશે વિરોધાભાસ છે, કારણ કે એવું મનાય છે કે શિવ જ ભગવાનનું સૌથી પહેલું સ્વરૂપ છે.

shiv

ભગવાન શિવ પંચતત્વોની અધ્યક્ષતા કરે છે. જે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ છે. એવું મનાય છે કે, પ્રકૃતિના આ તમામ રૂપો શિવલિંગ માં સમાયેલા છે. બ્રહ્માંડમાં પ્રકટ થનારા પહેલા અને સૌથી શક્તિશાળી હોવાને કારણે તે નિરાકાર, લિંગહીન અને અસીમ છે. શિવપુરાણમાં ભગવાન શંકરના કુલ 64 રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવના આ રૂપો વિશે મોટાભાગના લોકોને જાણ નથી. શિવરાત્રી ના પવિત્ર તહેવારે અમે તમને ભગવાન શિવના 6 રસપ્રદ રૂપો વિશે વિસ્તૃત માહિતી આપીશું.

shiv

લિંગોદ્ભવ

લિંગોદ્ભવ ભગવાન શિવનું એક રૂપ છે, જે માગસર મહિનામાં કૃષ્ણચતુર્દશીના દિવસે જોઈ શકાય છે. લિંગોદ્ભવ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને એ જણાવવા દેખાય છે કે, ભગવાન શિવ જ પરમ આધ્યાત્મિક સ્વરૂપ છે. પૌરાણિક કથાઓમાં લિંગોદ્ભવનું વર્ણન પ્રકાશની એક અંતહીન કિરણના રૂપે કરેલો છે. મંદિરોમાં લિંગોદ્ભવની તસ્વીરને સીધી ચતુર્ભુજ મૂર્તિના રૂપે જોઈ શકાય છે. આ મૂર્તિમાં એક હરણ છે અને ઉપરી ભુજામાં કુલ્હાડી છે. બીજી બે ભુજાઓમાં તેઓ ભક્તોને આશિર્વાદ આપતી મુદ્રામાં છે. આ તસ્વીર મોટેભાગે શિવ મંદિરોની પશ્ચિમ દિવાલ પર જોવા મળે છે.

નટરાજ

નટરાજ એટલે નૃત્યનો રાજા. જે ભગવાન શંકરને નૃત્ય કરતી મુદ્રામાં દર્શાવે છે. એવું મનાય છે તે ભગવાન શંકર વિનાશના ભગવાન છે અને તેમનું આ રૂપ જીવન અને મૃત્યુ ચક્રની લય દર્શાવે છે. જ્યારે ભગવાન વિનાશનું નૃત્ય કરે છે ત્યારે તે 'તાંડવનૃત્ય' કહેવાય છે. જેમાં મૃત્યુ અને પુનર્જન્મનો સાર જોવા મળે છે. એવું મનાય છે કે જ્યારે ભગવાન શંકર નૃત્ય કરે છે, ત્યારે વિજળીનો ચમકારો થાય છે, વિશાળ લહેરો ઉઠે છે, ઝેરીલા નાગો વિષ ફેંકે છે અને બધુ જ આગમાં ભસ્મ થઈ જાય છે. જ્યારે ભગવાન સૃજનનું નૃત્ય કરે છે તો તેને 'આનંદનૃત્ય' કહે છે. તે બ્રહ્માંડને શાંત અને સમૃદ્ધ બનાવે છે.

અહીં વાંચો - રાવણે મંદોદરીને જણાવેલા 'સ્ત્રીઓના 8 અવગુણો'અહીં વાંચો - રાવણે મંદોદરીને જણાવેલા 'સ્ત્રીઓના 8 અવગુણો'

દક્ષિણામૂર્તિ

દક્ષિણામૂર્તિ અથવા દક્ષિણના ભગવાન, જ્ઞાન અને સત્યના ભગવાન છે. દક્ષિણમૂર્તિની તસ્વીર ભગવાન શિવના મંદિરોમાં દક્ષિણ દિવાલે જોવા મળે છે. આ છવિમાં ભગવાન વડના ઝાડ નીચે આસન પર વિરાજેલા હોય છે. તેમનો ડાબો પગ વળેલો હોય છે અને જમણો પગ લટકેલો હોય છે, જે એક અપસમાર નામના રાક્ષસ પર મૂકેલો જોવા મળે છે. તેમના હાથમાં એક ત્રિશૂળ, એક સાંપ અને તાડનું એક પાન છે.

અર્ધનારીશ્વર

ભગવાન શિવ અને દેવી શક્તિ જીવનના સૃજનને દર્શાવવા માટે અર્ધનારીશ્વર રૂપમાં પ્રકટ થયેલા છે. આ સ્વરૂપ મોટે ભાગે ઉભી પ્રતિભાના રૂપમાં દર્શાવાયેલ છે. જેમાં અડધો નર અને અડધી નારી છે. જે દુનિયાને એ જણાવે છે કે નર અને નારી એકબીજાના પૂરક બળ છે તથા કોઈ લિંગ એકબીજાથી મોટું નથી.

ગંગાધર

ગંગાધરનો શાબ્દિક અર્થ છે ગંગાને ધારણ કરવા વાળા. એવું કહેવાય છે કે, જ્યારે રાજા ભગીરથ દેવી ગંગાની આકાશથી આવવાની રાહ જોતા હતા ત્યારે તેણે અહંકારથી કીધું હતુ કે હું જ્યારે ધરતી પર આવીશ તેનો વેગ એટલો બધો હશે કે આખી પૃથ્વીનો તેનાથી નાશ થઈ જશે. ભગીરથના નિવેદન કરવાને કારણે ભગવાન શિવે તેને પોતાની જટાઓમાં ધારણ કરી અને પૃથ્વી પર તેને ગંગા નદીના રૂપે છોડી દીધી. આ રીતે દેવી ગંગાનો અહંકાર ખતમ થઈ ગયો.

ભિક્ષાતન

ભિક્ષાતનનો શાબ્દિક અર્થ થાય ભિક્ષા માંગવી. અહીં ભગવાન શંકરનું ભિક્ષાતન રૂપ અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરવા માટે છે. આ રૂપમાં ભગવાન શંકરને નગ્ન અને ઉત્તેજક રૂપમાં દર્શાવવામાં આવેલ છે. તેઓ એક ચતુર્ભૂજ સાધુના રૂપમાં છે, જેના ત્રણ હાથમાં ત્રિશુળ, ડમરૂ અને ખોપડી છે. જમણા હાથથી તેઓ હરણને ખવડાવતા દેખાય છે.

English summary
In this article, we tell you about the various forms of Lord Shiva or Eshwara. Here we have listed the six most interesting forms of Lord Shiva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X