
ખરાબ નસીબથી છુટકારો મેળવવાના આ છે અકસીર ઈલાજ
આ દુનિયામાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે છે. કેટલાક લોકો નાની બાબતોમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધાને સાથે લઈને ચાલતા હોય છે. આવા લોકો રસ્તે ચાવતા બિલાડી રસ્તો ઓળંગી જાય તો રસ્તો બદલી નાખે છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવીશું જે ખરાબ નસીબથી છુટકારો મેળવવામાં મદદ મળશે.

ઘરના ખૂણામાં મીઠાનો છંટકાવ કરશો તો ખરાબ તાકતોથી છૂટકારો મળશે
ઘણી સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે જો મીઠા વાળા પાણીથી તમે ડાબા ખંભાથી સ્નાન કરો છો અથવા તમે ઘરના ખૂણામાં મીઠાનો છંટકાવ કરશો તો ખરાબ તાકતોથી છૂટકારો મળશે.

તૂટેલા કાચને ઘરમાં રાખવાથી ઘર પર ખરાબ પ્રભાવ પડે છે
ઘણા લોકોમાં એવી માન્યતા છે કે તૂટેલા કાચને ઘરમાં રાખવાથી ઘર પર ખરાબ પ્રભાવ પડે છે. તુતેલા કાચનાં ટુકડાઓ ફેંકી દેવાથી સાત વર્ષ તમારુ ભાગ્ય સંપૂર્ણપણે લોક થઈ જાય છે. એટલે કાચને સંપૂર્ણ પાવડર બનાવ્યા પછી તેને જમીનમાં ભેળળી દો અથવા તેને હવામાં ઉડાવી દો.

જો વ્યક્તિ ત્રણ ચાવી પહેરે છે તો તેના માટે ત્રણ દરવાજા કાયમ માટે ખુલી જાય છે.
કેટલીક સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે જો વ્યક્તિ ત્રણ ચાવી પહેરે છે તો તેના માટે સંપત્તિ, આરોગ્ય અને પ્રેમના ત્રણ દરવાજા કાયમ માટે ખુલી જાય છે.

ઘોડાની નાડને ઘરના દરવાજા પર રાખવાથી ખરાબ નજર આંખ દૂર રહે છે
માન્યતા છે તે ઘોડાની નાડને ઘરના દરવાજા પર રાખવાથી ખરાબ નજર આંખ દૂર રહે છે. જો તમે ઇચ્છો તો ઘોડાની નાની નાડ જેવુ ગળામાં પહેરી શકો છો.

માણસ જે પણ કર્મ કરશે તેના આધારે તેનુ ભવિષ્ય નક્કી થતુ હોય છે
માણસ જે પણ કર્મ કરશે તેના આધારે તેનુ ભવિષ્ય નક્કી થતુ હોય છે. જો તમે સારા કર્મો કરશો તો તમારા જીવન પર ખરાબ અસર આપમેળે સમાપ્ત થઈ જશે.

ફુલો નસીબ ખોલી શકે છે
ઘણી સંસ્કૃતિઓમાં માન્યતા છે કે ચક્રને સાફ કરીને તમે નસીબ ખોલી શકો છો. સફેદ રંગના ફૂલ સિવાય, સાત ફૂલની પાંદડીઓ લઈને તેને પાણીથી ભરેલા વાસણમાં નાંખો અને 1 કલાક સૂર્ય સામે રાખો. પાણી પાંખડીઓની સકારાત્મક ઉર્જા શોષી લેશે અને પછી તમે તે પાણીથી સ્નાન કરો ત્યારબાદ પાંખડીઓ લપેટીને ને ફેંકી દો.

ભગવાનની ઉપાસના કરવાથી સકારાત્મકતા વધે છે
ભગવાનની ઉપાસના કરવાથી સકારાત્મકતા વધે છે અને સારૂ નસીબ ખુલે છે. જે તમારા મન અને આત્માની શક્તિમાં વધારો કરે છે.