જો તમને દેખાય લગ્નનું સ્વપ્ન તો જાણો તેનો અર્થ શું થાય છે?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

કહેવાય છે કે સપના વિના જીવન શક્ય નથી. દરેકનું સ્વપ્ન હોય છે કે તે એક સફળ વ્યકિત બને, તેનું પણ એક સપનાનું ઘર હોય, ફેમેલિ હોય, પણ દરેક વ્યકિત આટલી ભાગ્યશાળી નથી હોતી કે તેના દરેક સપના પૂર્ણ થાય. મોટેભાગે લગ્નની ઉંમર થતાની સાથે છોકરા-છોકરીને તેનું સ્વપ્ન આવવા લાગે છે, તમારી વચ્ચે એવા અનેક લોકો હશે જે તમને હંમેશા કહેતા હશે કે તેમણે આજે સપનામાં લગ્ન જોયા, પણ કોના તે ખબર નથી. તો આવો જાણો આ પ્રકારના સ્વપ્નનો શું અર્થ થાય છે, શું આવા સ્વપ્ન શુભ હોય છે અથવા કોઈ અશુભ વસ્તુ તરફનો આ ઈશારો છે?

લગ્ન નક્કી થશે

લગ્ન નક્કી થશે

જો સપનામાં કોઈ વ્યકિત પોતાને કોઈ સ્ત્રી સાથે કોઈ પાર્ટી કે મેળામાં જુઓ તો તેનો અર્થ છે કે, તેના લગ્ન નક્કી થવાના છે અને જો સપનામાં કોઈ સ્ત્રી નવા કપડા ખરીદતી જોવા મળે તો તેને તેનો જીવનસાથી મળવાનો છે અથવા તે જેને પ્રેમ કરે છે તેની સાથે તેના લગ્ન નક્કી થશે.

સુખી દાંપત્યજીવન

સુખી દાંપત્યજીવન

જો સપનામાં વ્યકિત કોઈને લગ્નના કપડામાં જુએ તો તેનો અર્થ એ થયો કે લગ્નની તિથિ જલ્દી જ આવવાની છે અને જો વ્યકિત કોઈ કપલને સપનામાં જુએ તો તેનો અર્થ એ થયો કે તેનું દાંપત્યજીવન અત્યંત સુખી રહેશે.

ધની પતિ મળશે

ધની પતિ મળશે

જો કોઈ કન્યાને સપનામાં ઘરેણાં ગિફ્ટમાં મળે તો તેનો અર્થ એ થયો કે તેને એક ધની પતિની પ્રાપ્તિ થશે, જે તેની તમામ ઈચ્છા પૂરીં કરશે.

સપનામાં છોકરી પોતાને શણગાર કરતા જુએ

સપનામાં છોકરી પોતાને શણગાર કરતા જુએ

જો કોઈ છોકરી પોતાને સપનામાં શણગાર કરતી જુએ તો તેનો અર્થ એ થાય છે કે તેના લગ્ન નક્કી થવાના છે અથવા તેની માટે કોઈ સારુ માંગુ આવવાનું છે.

English summary
To see a wedding in your dream symbolizes a new beginning or transition in your current life. A wedding reflects your issues about commitment and independence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.