વાસ્તુ દોષ: ઘરનો દોષ તેમને પોલીસ કે કોર્ટ-કચેરીમાં ફસાવશે!
વાસ્તુશાસ્ત્રનો પ્રભાવ વ્યક્તિના જીવનના દરેક હિસ્સા પર પડે છે પછી તે કૌટુંબિક સુખ હોય, સંતાન સુખ, આર્થિક સફળતા, કે માનસિક શાંતિ હોય. આ તમામ બાબતો પર વાસ્તુ અસર કરે છે. જો કે તમે જાણો છો કે જો તમે કોર્ટ કચેરીના મુદ્દાઓમાં ફસાયા છો અથવા સરકારી મુદ્દાઓમાં ફસાયા છો તો આ બધુ જ વાસ્તુ દોષને કારણે થાય છે. તમારા રહેણાંક સ્થાનમાં કોઈ વાસ્તુદોષ છે તો કેસો, ઈન્કમટેક્સના છાપા, પોલિસ, અને વહીવટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો જાણો કે આવા ક્યા કયા વાસ્તુદોષ છે તે તમને આવા મુદ્દાઓમાં ફસાવી શકે છે.

ઘરનો મુખ્ય દ્વાર પૂર્વ-અગ્નેયમુખી હોય તો..
જો ઘરનો મુખ્ય પ્રવેશ દરવાજો પૂર્વ-અગ્નિમુખી હોય તો ઘરનો માલિક હંમેશા અદાલતી વિવાદો, સરકારી મામલાઓમાં ફસયેલો રહે છે. જો ગૃહસ્વામીનો બેડરૂમ અગ્નિકોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં છે તો જેટલું ધન આવે છે તેનાથી વધુ કોર્ટ-કચેરીમાં વપરાઈ જાય છે. જેથી ગૃહ માલિકે હમેશા દક્ષિણ-પશ્મિમ ભાગમાં જ સુવું.

અપાર ધનનો ખર્ચ
- જો મકાનનો પૂર્વ ભાગ મકાનના અન્ય ખૂણાથી વધુ ઉંચો છે તો કોર્ટના મામલાઓમાં વ્યક્તિનો ખૂબ પૈસો ખર્ચ થાય છે.
- ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર-પશ્ચિમ કોણમાં હોવાથી અદાલતી વિવાદો વધે છે. જેનાથી ઘરમાં રહેનારા માલિકોને ઈન્કમટેક્સ સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવી શકે છે.
- ઉત્તર-કોણ પર કોઈ પણ કબાટ, ટોયલેટ, કચરો, ગંદકી રાખવાથી સરકારી મામલામાં ફસાઈ શકો છો અથવા લીગલ મેટર્સથી હેરાન થઈ શકો છો.
- નેઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ) કોણ વધેલો છે તો દુશ્મનો, અદાલત અને દેવા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવી શકે છે.
- વાયવ્ય કોણ ઈશાન કોણની અપેક્ષાએ નીચો હોય અને સાથે જ કુવો, બોરવેલ, વોટર પંચ, ખાડો વગેરે હોય તો ઘરનો માલિક અદાલતી કાર્યવાહીમાં જીવનભર ફસાયેલો રહે છે.
- નેઋત્ય કોણ હંમેશા ભારે રાખવો જોઈએ. જો તે ખાલી હોય તો વ્યક્તિનું ધન પોલિસ મામલાઓમાં ખર્ચાઈ જાય છે.
- ઘરના ઉત્તમ-પશ્ચિમમાં જો પાણી કે પંપ અથવા કુવો છે તો દુશ્મની, કેસો, છળ કપટ અને દગો થવાની સાથે દેવી પ્રકોપ ઉત્પન્ન થાય છે.
- કેસોમાં સફળતા મેળવવા ઘરની પશ્ચિમ દિશામાં મજબૂત મોટી દિવાલ બનાવો.

ઉત્તર-પૂર્વ કોણ

વાયવ્ય કોણ
