For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરમાં કેળાનું ઝાડ લગાવવું જોઈએ કે નહિ?

Vastu Tips: ઘરમાં કેળાનું ઝાડ લગાવવું જોઈએ કે નહિ?

|
Google Oneindia Gujarati News

હિન્દુ ધર્મમાં તુલસીની જેમ જ કેળના વૃક્ષને પણ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે, પરંતુ અનેક વિદ્વાનો કેળના જાળને ઘરમાં લગાવવાની ના પાડે છે. જેની પાછળના તર્ક વિશે અમે તમને જણાવશું. કેળનું ઝાડ ઘરમાં લગાવવું શુભ હોય છે કે નહિ? અને જો અશુભ હોય છે તો કઈ પરિસ્થિતિમાં આ ઝાડ અશુભ ફળ આપવા લાગે છે. જણાવી દઈએ કે માત્ર કેળનું જ નહિ બલકે તમામ પવિત્ર છોડવા ઘરમાં લગાવતી વખતે અત્યંત સાવધાની વરતવી જરૂરી હોય છે. તે રોપવાથી લઈ દેખભાળ સુધી કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. ત્યારે જ આ વૃક્ષ શુભ ફળ આપે છે, નહિતર તમારા પરિવારમાં તેની વિપરિત અસર પણ થઈ શકે છે.

ગુરુ સુખ સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે

ગુરુ સુખ સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેળના ઝાડમાં ગુરુ અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ગુરુ સુખ સમૃદ્ધિ, સંયમ, સાત્વિકતા, આધ્યાત્મિકતા અને વૈવાહિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે. જો ઘરમાં કેળનું ઝાળ અયોગ્ય જગ્યએ લગાવ્યુ્ં હોય અથવા તો તેની દેખભાળમાં લાપરવાહી વરતવામાં આવી રહી હોય તો ઉપરોક્ત સમસ્ત વાતોથી જોડાયેલી પરેશાનીઓ આવવા લાગે છે. ઘણા લોકો આવા પવિત્ર ઝાડને ઘરમાં રોપી તો દે છે પરંતુ તેની યોગ્ય દેખભાળ નથી કરી શકતા, જે કારણે તેમના પર ખરાબ પ્રભાવ પડે છે. માટે વિદ્વાનોએ કેળના ઝાળને ઘરમાં લગાવવાની મનાઈ ફરમાવી છે.પરંતુ જો તમે કેળના ઝાડને શાસ્ત્ર નિર્દેશિત જગ્યાએ લગાવશો અને દેખભાળ કરશો તો નિશ્ચિત રૂપે તમને સુખ સમૃદ્ધિશળી થવાથી કોઈ નહિ રોકી શકે.

કેળનું ઝાડ ક્યાં લગાવવું

કેળનું ઝાડ ક્યાં લગાવવું

  • કેળનું ઝાડ અત્યંત પવિત્ર હોય છે, માટે તેને ઈશાન ખુણે જ લગાવવું જોઈએ. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં પણ લગાવી શકાય છે.
  • કેળના ઝાડને હંમેશા ઘરના પાછલા ભાગમાં જ લગાવવું જોઈએ.
  • કેળના ઝાડ પાસે તુલસીનો છોડવો લગાવવો ફરજીયાત છે.
  • કેળના ઝાડની આસપાસ સાફ સફાઈ રહેવી જરૂરી છે.
  • જરૂરિયાત મુજબ નિયમિત પાણી આપતા રહો.
  • પ્રત્યેક ગુરુવારે કેળના ઝાડની પૂજા કરો અને હળદરથી તેની પૂજા કરો. રાત્રે ઘીનો દીવો પ્રગટાવો
  • કેળના ઝાડમાં હંમેશા લાલ કે પીળો દોરો બાંધીને જ રાખવો.
કેળનું ઝાડ ક્યાં ના લગાવવું

કેળનું ઝાડ ક્યાં ના લગાવવું

  • કેળના ઝાડને અગ્નિ કોણ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ના લગાવવું જોઈએ.
  • કેળના ઝાડને ઘરના મુખ્ય દ્વારની સામે બિલકુલ ના લગાવો.
  • કેળના ઝાડ નજીક કોઈપણ કાંટાળા છોડવા રોપવા નહિ.
  • કેળના ઝાડની આસપાસ ગંદકી ના રાખો.
  • કેળના જે પત્તાં ખરાબ થઈ ગયાં હોય અથવા સુકાવા લાગ્યાં હોય તેને તરત કાપી લો.
  • કેળના ઝાડમાં હંમેશા સાફ સ્વચ્છ જળ જ નાખો. વાસણ- કપડાં ધોવાથી બચેલું પાણી ભૂલથી પણ કેળના છોડવા પાસે નનાખવું નહિ.
  • કેળના ઝાડમાં ભગવાનને નવળાવેલું જળ પણ અર્પિત ના કરો.
  • કેળના ઝાડના થડમાં કોઈપણ નિર્માલ્ય એટલે કે પૂજામાં ઉપયોગ કરાયેલા ફૂલ-પત્તા, સામગ્રી ના નાખો.
કેળના ઝાડના લાભ

કેળના ઝાડના લાભ

  • ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી અનેક સંકટ અને દુખોથી છુટકારો મળે છે.
  • શુભ કાર્યો, કથા પૂજનમાં કેળના પત્તાનો ઉપયોગ કરવો શુભ હોય છે.
  • કેળના પત્તા પર ભોજન કરવાથી ઉંમર અને આરોગ્યમાં વધારો થાય છે.
  • કેળની જડને પીળા દોરાથી બાંધી ધારણ કરવાથી ગુરુ મજબૂત થાય છે.
  • જે લોકોનો ગુરુ કમજોર છે, તેમણે કેળનું ઝાડ જરૂર લગાવવું જોઈએ.
  • ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે. અવિવાહિતોના વિવાહની બાધા દૂર થાય છે.
  • વૈવાહિક જીવનમાં આવતી કઠણાઈઓ દૂર થાય છે.
  • કેળના ઝાડ નજીક બેસી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.
  • ગુરુવારે કેળ નજીક ઘીનો દીપક પ્રગટાવવાથી ધનનું સંકટ દૂર થાય છે.

શ્રીકૃ્ષ્ણના આશીર્વાદ મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે આમાંથી કરો કોઈ એક ઉપાયશ્રીકૃ્ષ્ણના આશીર્વાદ મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે આમાંથી કરો કોઈ એક ઉપાય

English summary
Vastu Tips: Should I plant a banana tree at home or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X