જ્યોતિષ : શુક્રનો ધન રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પરનો પ્રભાવ

Posted By:
Subscribe to Oneindia News

આકાશ મંડળના સૌથી ચળકતા ગ્રહ શુક્રનુ 7 નવેમ્બરથી ગુરુની રાશિ ધનમાં ભ્રમણ શરુ થયુ છે. ભૌતિક સુખ-સમૃધ્ધિનો માલિક શુક્ર દુનિયાની તમામ એશો-આરામની વસ્તુઓ પર પોતાનો કબજો જમાવી બેઠો છે. જો તમારી કુંડળીનો શુક્ર ઉચ્ચ ભાવમાં હોય તો તમારા જીવનમાં ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો તે નીચ ભાવમાં હોય તો, તમને કંગાળ બનાવી શકે છે.

આવો જાણીએ શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી અન્ય બીજી રાશિઓ પર શું અસર પડશે...

મેષ

મેષ

તમારા ભાગ્ય ભાવમાં શુક્રનુ ભ્રમણ રહેતા જે લોકો વિદેશ જવા ઈચ્છુક હોય તેમની ઈચ્છા પુરી થઈ શકે છે. ધર્મ અને કર્મકાંડના કામોમાં રસ ઉત્પન્ન થશે. યોજનાઓમાં રોકેલા નાણા લાભપ્રદ સાબિત થાય.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોને શુક્રનુ બહું સારુ ફળ મળે તેમ લાગતુ નથી. શુક્રનુ અષ્ટમ ભાવમાં ગોચર કરવુ જીવનસાથી અને પ્રેમ સંબંધોમાં અચાનક તનાવ પેદા કરી શકે છે. કેટલાક લોકોને વાહન ચલાવવાથી વાગવા-પડવાની શક્યતા જણાઈ રહી છે.

મિથુન

મિથુન

શુક્ર સપ્તમ ભાવમાં રહેવાને કારણે કેટલાક જાતકોના લગ્નેત્તર જીવન માટે સમય અનુકુળ છે. અવિવાહિતો માટે લગ્નનો પ્રસ્તાવ આવશે. પ્રેમ સંબંધોમાં સ્થિતિ સામાન્ય રહેશે. સ્થાન બદલવા માંગતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે સમય અત્યંત શુભ છે.

કર્ક

કર્ક

તમારા છઠ્ઠા ભાવમાં શુક્રનુ ભ્રમણ રહેશે. છઠ્ઠો ભાવ રોગ અને દુશ્મનોનો હોય છે. કેટલાક લોકોએ બદાયેલી ઋતુ પ્રમાણે સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ. અન્ય કોઈ વ્યકિત પર ટીકા-ટીપ્પણી કરવી નહિં અન્યથા નકામા વિવાદમાં ફસાઈ શકો છો.

સિંહ

સિંહ

આ રાશિના પંચમ ભાવમાં શુક્રનુ ભ્રમણ રહેશે. પ્રેમી યુગલો માટે આ સમય અત્યંત રોમેંટિક સાબિત થઈ શકે છે. કામમાં યોગ્ય વ્યકિતની સલાહ લઈ આગળ વધવાનુ રાખજો. વિદ્યાર્થિ વર્ગ માટે પણ શુક્રનો ધનરાશિમાં પ્રવેશ સારુ પરિણામ આપાવશે.

કન્યા

કન્યા

આ રાશિના લોકો માટે ચતુર્થ ભાવનો શુક્ર ભૌતિક વસ્તુઓની ખરીદી કરાવી શકે છે. વાહન, મકાન કે અન્ય કોઈ મિલકતમાં રોકાણ થવાની શક્યતા છે. આ રાશિના કેટલાક જાતકોને તેમની માતા તરફથી લાભ મળી શકે છે.

તુલા

તુલા

તૃતીય ભાવનો શુક્ર વિરોધી લિંગ સાથે સારા સંબંધો બનાવશે. ઉપરાંત પરાક્રમ અને સાહસમાં વધારો કરાવશે. આ રાશિના જાતકોની માનસિક ઉર્જામાં વધારો આવશે. લેખન કાર્ય સાથે જોડાયેલા લોકો માટે ધનનો શુક્ર સારુ ફળ પ્રદાન કરશે. કોઈ અજાણ્યાની મદદથી તમારુ કામ પાર પાડી શકશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે ધન રાશિનો શુક્ર કુટુંબમાં ખુશીનુ વાતાવરણ ઉભુ કરશે. કુટુંબમાં કોઈ નવજાત શિશુનુ આગમન થઈ શકે છે. સંબંધોને જાળવી રાખવા એકબીજાના સંપર્કમાં રહેવુ. પ્રેમી-યુગલો મોજ-મસ્તીના મુડમાં રહેશે.

ધન

ધન

પ્રથમ ભાવનો શુક્ર તમારા વ્યકિતત્વમાં નિખાર લાવશે. જેને કારણે લોકો તમારા વ્યકિતત્વ પ્રત્યે આકર્ષિત થશે. હાર અને જીત મનુષ્યના મનની વાત છે. પરિણામે મનથી મજબુત રહેજો, નહિંતર આવનારા અવસરો તમારા હાથમાંથી સરકી પડશે.

મકર

મકર

12માં ભાવનો શુક્ર કેટલાક લોકોને વધુ ખર્ચા કરાવશે. વાહન અને સુખ સુવિધાનો ભરપુર આનંદ મળશે. વૃધ્ધ લોકોએ સ્ત્રીઓથી દૂર રહેવુ, નહિંતર તમારી પ્રતિષ્ઠાને દાગ લાગી શકે છે. સમજી-વિચારીને નિર્ણય લેજો.

કુંભ

કુંભ

આ રાશિના જાતકોનો લાભ ભાવનો શુક્ર કેટલાક લોકોના જીવનમાં નવા પ્રેમ-પ્રસંગો ઉભા કરી શકે છે. મિત્રો તરફથી પુરેપુરો સાથ મળવાની શક્યતાઓ જાણાઈ રહી છે. વધુ આવેગમાં આવી નિર્ણય લેશો નહિં.

મીન

મીન

દસમાં ભાવનો શુક્ર આ રાશિના જાતકોના પદ-પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. કરિયર અને વેપારની દિશામાં કરેલા પ્રયત્નો સફળ થશે. કેટલાક લોકોને અચાનક લાભ થઈ શકે છે. પ્રેમી યુગલો માટે આ સમય અત્યંત અનુકુળ છે.

English summary
Venus enters Sagittarius so its effecting life.
Please Wait while comments are loading...