For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Venus transit in Taurus: શુક્રનુ આજે સ્વરાશિ વૃષભમાં થયુ ગોચર, જાણો શું થશે દરેક રાશિ પર અસર?

શુક્રએ 18 જૂન, 2022ના રોજ સવારે 8.15 વાગે સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કર્યો છે. જાણો દરેક રાશિ પર અસર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભૌતિક સુખ, ભોગ, વિલાસ, સમૃદ્ધિ, પ્રેમ, આકર્ષણ, સૌંદર્ય, કામેચ્છા, લગ્ન સુખનો પ્રતિનિધિ ગ્રહ શુક્રએ 18 જૂન, 2022ના રોજ સવારે 8.15 વાગે સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કર્યો છે. તે 13 જુલાઈએ સવારે 10.51 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ મિથુનમાં પ્રવેશ કરી જશે. 26 દિવસ સુધી શુક્ર પોતાની જ રાશિમાં રહેશે માટે બધા રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધાઓ અને પૂરતો પ્રેમ આપશે. પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા અને વેપારમાં ભાગીદારી વચ્ચે સારુ સામંજસ્ટ રહેશે. જાતક જે પણ ભૌતિક સુખની કામના કરશે તેને તે થોડા પ્રયત્નોથી જ મળી જશે.

મેષથી કન્યા રાશિ સુધી અસર

મેષથી કન્યા રાશિ સુધી અસર

  • મેષ: ધન, મિલકત પ્રાપ્ત થશે. સુખમાં વધારો થશે. તમે તમારી વાણી દ્વારા પૈસા કમાઈ શકશો.
  • વૃષભ: ધનમાં વૃદ્ધિ, સંબંધીઓ પાસેથી લાભ, પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ, પ્રેમ સંબંધો બનશે.
  • મિથુન: ખર્ચમાં ઘટાડો થશે, લાભની સ્થિતિ વધશે. વૈવાહિક સુખ, પ્રેમ સંબંધોની પ્રાપ્તિ થશે.
  • કર્કઃ આવકના સાધનોમાં વધારો થશે, સંપત્તિ, સુખ, માનસિક શાંતિ, વાહન મળવાની તકો બનશે.
  • સિંહ: આજીવિકાના નવા સાધનો ઉપલબ્ધ થશે. ભૌતિક સુખમાં વધારો, માતા તરફથી લાભ, વૈવાહિક સુખ.
  • કન્યા: ભાગ્ય બળવાન બનશે, તમે રોકાણથી નફો મેળવશો, તમને સંપત્તિ, સુખ અને આવકના સાધન મળશે.
તુલાથી મીન સુધી અસર

તુલાથી મીન સુધી અસર

  • તુલા: વાહન સુખની પ્રાપ્તિ, ગુપ્ત રોકાણથી લાભ, નવા કાર્યોની પ્રાપ્તિ, મિલકત સુખની પ્રાપ્તિ.
  • વૃશ્ચિક: જીવનસાથી, ભાગીદારો તરફથી લાભ, નવા પ્રેમ સંબંધો બનશે. ઘરેણાં, રત્નો મળશે.
  • ધન: દેવુ મુક્ત થશે, નવા કામો શરૂ થશે, રોકાણથી લાભ થશે, ભાઈઓથી મિલકત સુખ મળશે.
  • મકર: પ્રેમ સંબંધો મજબૂત રહેશે, દાંપત્યજીવનમાં સુખ, મિલકતમાંથી લાભ, રોકાણથી લાભ, નવા કાર્યોની પ્રાપ્તિ.
  • કુંભ: સુખ, ભૌતિક સંસાધનોમાં વૃદ્ધિ, નવા કાર્ય, જમીન-મકાન માતા તરફથી પ્રાપ્ત થશે.
  • મીન: ભાઈ-બહેનો તરફથી સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ, પ્રેમ-લગ્નમાં બળ, સોનાના ઘરેણાની પ્રાપ્તિ.
ઉપાય

ઉપાય

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ હોય તો તેને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરિત, જો શુક્રને નીચ રાશિમાં અશુભ ગ્રહો સાથે હોય તો વિપરીત પરિણામો પણ મળી શકે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર અશુભ સ્થિતિમાં હોય તેમણે ચોખા, સફેદ ચંદન, સફેદ વસ્ત્ર કે રંગબેરંગી વસ્ત્રોનુ દાન કરવુ જોઈએ. ભગવાન શિવને સફેદ ફૂલો ચડાવો. એક મહિના સુધી સ્ફટિકની માળા સાથે ऊं आं ई ऊं स: शुक्राय स्वाहा: મંત્રનો જાપ કરો.

English summary
Venus transit in Taurus Today. Know effects on zodiac signs, here is all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X