For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નની સિઝન: જાણો નવેમ્બર-ડિસેમ્બરના શુભ લગ્નમુહૂર્ત

લગ્નની ખરીદી અને લગ્ન બંન્ને શુભ દિવસે થાય એ ખુબ જરૂરી છે. તે માટે લગ્નના નવેમ્બરથી માર્ચ સુધીના શુભ મુહૂર્ત જાણો આ અંગે વધુ વાંચો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

તમારા ઘરમાં પણ ભાઈ, બહેન, દિકરા કે દિકરીની ઉંમર લગ્નની થઈ ગઈ છે અને તમે તેમના લગ્ન કરાવવા ઈચ્છો છો તો જલ્દીથી લગ્નની તારીખ નક્કી કરી લો. અને તે મુજબ હોલ, પાર્લરની બુકિંગ કરાવી લો, કારણ કે ઓછા મુહૂર્તને કારણે મેરેજ હોલ કે અન્ય બુકીંગ માટે પડાપડી થવાથી બને કે તમને યોગ્ય વિકલ્પ ન મળે અને પછી ગમે તે મળે તેનાથી કામ ચલાવી લેવું પડે. લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે 31 ઓક્ટોબરે હરિપ્રબોધિની એકાદશી છે. જ્યારે ભગવાન વિષ્ણુના તુલસી સાથે વિવાહ થયા હતા. તે પૂરીં થતા જ બજારમાં લગ્નની ખરીદીની શરૂઆત થઈ જાય છે. લગ્ન ઈચ્છુક પરિવારો માટે આજે અમે આવનારા નવેમ્બર-ડિસેમ્બર ઉપરાંત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના શુભ લગ્ન મુહૂર્ત લઈને આવ્યા છીએ. જેથી તમે પોતાને અનુરૂપ જણાય તે દિવસ પસંદ કરી શકો છો.

નવેમ્બરના શુભ લગ્નમુહૂર્ત

નવેમ્બરના શુભ લગ્નમુહૂર્ત

ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન થવાની સાથે જ લગ્નની ઋતુ શરૂ થઈ જાય છે. નવેમ્બર માસમાં 11, 12, 13, 14, 19, 23, 24, 25, 28, 29, 30 તારીખ શુભ છે. આ દિવસોમાં તમે લગ્નની ખરીદી કરવી પણ શુભ માનાવામાં આવે છે.

ડિસેમ્બરના શુભ લગ્નમુહૂર્ત

ડિસેમ્બરના શુભ લગ્નમુહૂર્ત

ડિસેમ્બર માસમાં જો તમારે લગ્ન કે તેની ખરીદી કરવી હોય તો તે માટેના કેટલાક શુભ દિવસો જોઇને કરવી. આમ કરવાથી લગ્નના શુભ પ્રસંગમાં કોઇ અડચણ રહેતી નથી. લગ્ન માટે કેટલીક શુભ તારીખો 1, 3, 4, 9, 10, 11 છે.

ફેબ્રુઆરીના શુભ લગ્નમુહૂર્ત

ફેબ્રુઆરીના શુભ લગ્નમુહૂર્ત

ડિસેમ્બરમાં કમુરતા બેસી જવા બાદ લોકોએ લગ્નની ખરીદી ન કરવી જોઇએ. આ દિવસોમાં લોકો લગ્ન પણ ન કરે તે તેમના આવનારા ભવિષ્ય માટે સારૂ ગણાય છે. ઉતરાયણ બાદ ફરી લગ્નની ઋતુ શરૂ થાય છે. જેમાં ફેબ્રુઆરી 2018 માં તારીખ6, 18, 19, 20, 21 વિવાહ માટે ઉત્તમ છે.

માર્ચના શુભ લગ્નમુહૂર્ત

માર્ચના શુભ લગ્નમુહૂર્ત

કમુરતા પુરા થતાની સાથે જ લગ્ન કરનાર લોકો વધારે હોય છે. તેથી હોટલ કે અન્ય સ્થળોએ ફેબ્રુઆરીમાં જગ્યા મળવી મુશકેલ બની જાય છે. તો તમે માર્ચ 2018માં પણ તારીખ2, 3, 5, 6, 7, 8, 12ના લગ્ન કરી શકો છો. આ દિવસ પણ લગ્ન માટે શુભ છે.

English summary
List of auspicious marriage or vivah muhurats 2017 with date and time. Hindu vedic astrology based wedding and marriage muhurat calendar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X