ક્યાંય તમારો જન્મ પણ રાક્ષસ ગણમાં તો નથી થયો ને?

Posted By:
Subscribe to Oneindia News

તમે જોયું હશે કે જ્યારે પણ ઘરમાં કોઈના લગ્નની વાત શરૂ થાય તો પહેલા છોકરા-છોકરીની જન્મ કુંડળી મેળવવામાં આવે છે. કુંડળીમાં ગુણ, નાડી દોષ અને ગણ દોષ પર વધારે જોર આપવામાં આવે છે. કારણકે તેના પર જ દાપત્યજીવનું ભવિષ્ય ટકેલું હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત પ્રત્યેક મનુષ્યને ત્રણ શ્રેણીમાં વેંચવામાં આવ્યા છે, જે તેમના ગણને આધારે નક્કી થાય છે.

rakshas

આ ત્રણ શ્રેણીઓ છે, દેવ ગણ, મનુષ્ય ગણ અને રાક્ષસ ગણ. આ ગણ મનુષ્યનો સ્વભાવ અને ચરિત્ર નક્કી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જન્મ સમયે હાજર નક્ષત્રને આધારે વ્યકિતનો ગણ નક્કી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મ સમયે હાજર નક્ષત્રની ભૂમિકા મહત્વની હોય છે. તમે કયા ગ્રહમાં જન્મયા છો, કઈ રાશિને આધિન છો, અને તમારા જન્મનું નક્ષત્ર કયુ છે, આ તમામ વાતો તમારા જીવનની રૂપરેખા નક્કી કરે છે.


દેવ ગણ

દેવ ગણથી સંબંધ રાખનારા જાતકો દાની, બુધ્ધિમાની, ઓછું ખાનારા અને કોમળ હદયના હોય છે. આવા વ્યકિતના વિચારો ઉત્તમ હોય છે, તે પોતાના પહેલા બીજાના હિતનો વિચાર કરે છે.

મનુષ્ય ગણ

જે લોકોનો સંબંધ મનુષ્ય ગણ સાથે હોય તેઓ પૈસાવાળા હોય છે, તેની સાથે તેઓ ધનુર વિદ્યાના સારા એવા જાણકાર હોય છે. તેમના ક્ષેત્રો મોટા મોટા હોય છે અને સમાજમાં તેમનું ઘણું મોટું નામ હોય છે. લોકો તેમની વાતને માન આપે છે.

રાક્ષસ ગણ

જ્યારે વાત રાક્ષસ ગણની આવે તો ઘણા લોકો નામ સાંભળીને જ ડરી જાય છે. તમારામાંથી ઘણા લોકો જ્યારે પોતાની કુંડળી તપાસશો તો બની શકે તે મુજબ તમે પણ રાક્ષસ ગણના હોવ. પણ તેમાં ડરવાની કોઈ જરૂર નથી.આપણી આસપાસ અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંની કેટલીક નકારાત્મક શક્તિઓ હોય છે તો કેટલીક સકારાત્મક હોય છે. જ્યોતિષ વિદ્યા પ્રમાણે રાક્ષસ ગણનો જાતક નેગેટીવ ઊર્જાને જલ્દી ભાસી લે છે. આ ઉપરાંત રાક્ષસ ગણના જાતકોની છઠ્ઠી ઈન્દ્રિય એટલે કે સિક્સસેન્સ ખૂબ સારી કામ કરતી હોય છે. રાક્ષસી ગણના જાતકો સાહસી અને મજબૂત ઈચ્છા શક્તિ ધરાવનારા હોય છે, તેમની જીવવાની રીત સ્વચ્છંદ હોય છે.

નક્ષત્ર

અશ્લેષા, વિશાખા, કૃતિકા, મધા, જયેષ્ઠા, મૂલ, ધનિષ્ઠા, શતભિષા નક્ષત્રમાં જન્મેલી વ્યકિત રાક્ષસ ગણમાં આવે છે.

ગુણ મળવા જરૂરી છે

લગ્ન સમયે કુંડળી મેળવતી વખતે જ્યોતિષ ગણોને મેળવે છે. ગુણો યોગ્ય રીતે મળે તો જ દાપત્યજીવનમાં સુખ અને આનંદ જળવાઈ રહે છે. જાણો કયા ગુણનું મળવું યોગ્ય ગણાય

  • વર-કન્યાનું સમાન ગણ હોય તો બંને વચ્ચે ઉત્તમ મેળ રહે છે.
  • વર-કન્યા દેવ ગણના હોય તો લગ્નજીવન સંતોષપ્રદ રહે છે.
  • વર-કન્યા દેવ ગણ અને રાક્ષસ ગણના હોય તો બંને વચ્ચે જરા પણ સુમેળ સધાતો નથી અને તેમની વચ્ચે હંમેશા ટકરાવ રહ્યા કરે છે.
English summary
In General, People born under ‘raakshasa gana’ are stubborn with their views and don’t easily adapt, and are less sensitive. Read here more.
Please Wait while comments are loading...