જાણો દશેરાનુ મહત્વ અને તેની સાથે જોડાયેલી ખાસ બાબતો

Posted By:
Subscribe to Oneindia News

દશે દિશાઓ પર રાજ્ય કરવાવાળો મહાવિદ્વાન, સર્વશક્તિમાન અને શિવનો ભક્ત લંકાપતિ રાવણના વધના ઉપલક્ષે દશેરા ઉજવાય છે. દર વર્ષે આ ઐતિહાસિક પુરુષનુ પુતળુ સળગાવી દશેરા ઉજવવામાં આવે છે, જેણે આખા રામાયણમાં પોતાના કર્તવ્યોનુ નિર્વહન કર્યુ છે.

રામ અને રાવણમાં છે એક સમાનતા, ફૂલનદેવી સાથે પણ કનેક્શન

રાવણના અનૈતિક હોવાના પુરાવા ક્યાંય મળ્યા નથી. આજના યુગમાં ખરેખરમાં તો દશેરાના દિવસે ભ્રષ્ટાચાર, બળાત્કારીઓ, છોકરીઓ પર એસિડ ફેંકનારા દુષ્ટ લોકોના પુતળા બાળીને દશેરા મનાવવો જોઈએ. ત્યારે કેવી રીતે આખી રામાયણમાં રાવણે કર્તવ્યોનું નિર્વાહન કર્યું તે અંગે જાણો અહીં. સાથે જ જાણો દશેરાનું મહત્વ.

આ દિવસે હિંદુ ધર્મનુ રક્ષણ થયુ

આ દિવસે હિંદુ ધર્મનુ રક્ષણ થયુ

રામે રાવણ સાથે યુધ્ધ કરવા માટે આજના દિવસે પ્રસ્થાન કર્યુ હતુ. મરાઠા રત્ન શિવાજીએ પણ ઔરંગઝેબની વિરુધ્ધ આજના દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનુ રક્ષણ કર્યુ હતુ. ભારતના ઈતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે, જેમાં હિંદુ રાજાઓએ આજના દિવસે વિજય-પ્રસ્થાન કર્યુ હતુ. આજના દિવસે લોકો પોતાનુ નવુ કામ શરૂ કરે છે. શસ્ત્રોની પુજા કરે છે. પ્રાચીનકાળમાં રાજા આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણ-યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. આ દિવસે જુદી-જુદી જગ્યાએ મેળાઓ થાય છે. રામલીલાનુ આયોજન કરવામાં આવે છે. રાવણનુ વિશાળ પુતળુ બનાવી તેનુ દહન કરવામાં આવે છે.

દશેરાના દિવસનો મહિમા

દશેરાના દિવસનો મહિમા

દશેરા અથવા વિજ્યા દશમી ભગવાન રામના વિજય સ્વરુપે મનાવાય છે અથવા દુર્ગા પુજાના રુપમાં-બંને સ્વરુપોમાં તે શક્તિ-પુજાનો પર્વ છે, શસ્ત્ર પુજનની તિથિ છે.હર્ષ, ઉલ્લાસ અને વિજયનો તહેવાર છે. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યકિત અને સમાજના લોહીમાં વીરતા ઉતપન્ન થાય તે માટે દશેરાનો ઉત્સવ ઉજવાય છે. દશેરાનો તહેવાર દસ પ્રકારના પાપ-કામ, ક્રોધ, લોભ,મોહ ઈર્ષા, અહંકાર, આળસ, હિંસા, અને ચોરીના ત્યાગની પ્રેરણા આપે છે.

ભગવાન રામના વિજય સ્વરુપે મનાવાય છે

ભગવાન રામના વિજય સ્વરુપે મનાવાય છે

માતા દુર્ગાએ મહિસાસુર જોડે લગાતાર નવ દિવસ સુધી યુધ્ધ કરી દશેરાના દિવસે જ તેનુ વધ કર્યુ હતુ-આ આસ્થાના સંદર્ભે આ તહેવાર મનાવવામાં આવે છે. ઉપરાંત નવરાત્રી બાદ તેને દુર્ગાના નવ શક્તિ રુપોના વિજય દિવસ તરીકે વિજ્યા-દશમીના નામે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કર્યુ હતુ, અને આજના દિવસે રાવણને માર્યો હતો. આ સંદર્ભે પણ આ દિવસ વિજ્યા-દશમી રૂપે મનાવાય છે. સાથે જ આજે રાવણને મારવામાં આવ્યો હતો, જેના દસ માથા હતા. પરિણામે આ દિવસને દશેરા એટલેકે દશ માથાવાળાના પ્રાણ હરણના દિવસ રૂપે મનાવાય છે.

વિજ્યાદશમીએ શમીના પાનનુ મહત્વ

વિજ્યાદશમીએ શમીના પાનનુ મહત્વ

એક પૌરાણિક કથા મુજબ એક રાજાએ પોતાના રાજ્યમાં એક મંદિર બનાવડાવ્યુ અને એ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો. પ્રાણ-પ્રતિષ્ઠા કરી ભગવાનની સ્થાપના કર્યા બાદ રાજાએ બ્રાહ્મણને પુછ્યુ, હે બ્રાહ્મણ તમને દક્ષિણા રુપે શું જોઈએ? બ્રાહ્મણે કહ્યુ, મને લાખ સુવર્ણ મુદ્રા જોઈએ. બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણી ચિંતા થઈ. કારણકે રાજા પાસે આપવા માટે આટલી સુવર્ણ મુદ્રા ન્હોતી. પરંતુ બ્રાહ્મણને તેની દક્ષિણા આપવી પણ જુરૂરી હતુ. પરિણામે રાજાએ બ્રાહ્મણને તે દિવસે વિદા કર્યા નહિ. તેમને રાજ્યમાં જ રાત રોકાવા કહ્યુ.

શમીના પાન

શમીના પાન

રાજા બ્રાહ્મણની દક્ષિણાને લઈ ખુબ ચિંતામાં હતો. આ અંગે વિચારતા વિચારતા તેની આંખ લાગી ગઈ. ઉંધમાં તેણે એક સ્વપ્ન જોયુ. જેમાં ભગવાન પ્રગટ થઈ બોલ્યા,અત્યારે જ ઉઠ અને બને તેટલા શમીના પાન ઘરે લઈ આવ. તારી સમસ્યાનુ સમાધાન થઈ જશે. રાજા અચાનક ઉઠી ગયો, તેને સ્વપ્ન પર વધુ વિશ્વાસ તો ન થયો. પરંતુ તો પણ તેણે વિચાર્યુ કે, શમીના પાન લાવવામાં શું ખોટુ છે. રાત્રે જ જઈ તે ઘણા બધા શમીના પાન લઈ આવ્યો રાજા સવારમાં ઉઠ્યો અને તેણે જોયુ કે, શમીના બધા જ પાન સોનાના પાન બની ગયા છે. તેજ દિવસે વિજ્યા-દશમી હતી. ત્યારથી જ એ માન્યતા થઈ ગઈ છે કે, વિજ્યા-દશમીની રાત્રે શમીના પાન ઘરે લાવવાથી ઘરમાં સોનાનુ આગમન થાય છે.

ઘરમાં સમૃદ્ધિ

ઘરમાં સમૃદ્ધિ

જો તમારે પણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવી હોય તો તમારા ઘરમાં પણ તમે દશેરાના દિવસે શમીના પાન લાવી શકો છો. સાથે જ પરિવારજનો ત્યાં પણ શમીના પાન મોકલાવી શકો છો. જેથી તમામ લોકોનું કલ્યાણ થાય. અને બધે સુખ અને સમૃદ્ધિ વધે.

English summary
Dussehra is a famous festival in India, celebrated after nine sacred night of Sharad Navratri. After Navratri, on the tenth day it is Dussehra, which is also known as Vijayadashami.
Please Wait while comments are loading...