For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022 : 24 કે 25 ઓક્ટોબર ક્યારે છે દિવાળી? જાણો લક્ષ્મી અને ગણપતિ પૂજનના તમામ મુહૂર્ત!

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. કાર્તિક મહિનાની અમાસના દિવસે ભારતભરમાં અને દુનિયામાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પણ દિવાળી બે દિવસો વચ્ચે વહેચાયેલી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. કાર્તિક મહિનાની અમાસના દિવસે ભારતભરમાં અને દુનિયામાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પણ દિવાળી બે દિવસો વચ્ચે વહેચાયેલી છે. 24 અને 25 ઓક્ટોબરે બે દિવસ અમાસ હોવાથી આ દિવસો દિવાળી ગણાય. જો કે દિવાળીની ઉજવણી 24 તારીખે જ કરવામાં આવશે. કેમ કે આ દિવસે પ્રદોષકાળ છે અને મહાલક્ષ્મીનું પુજન તેમાં જ થાય છે. અમાસ 24 ઓક્ટોબરે સાંજે 5.27થી 25 ઓક્ટોબરે સવારે 4.18 સુધી રહેશે. જો 25 તારીખે ભૌમવતી અમાસનો સંયોગ છે અને આ દિવસે સુર્યગ્રહણ પણ છે.

Diwali

કાર્તિક મહિનાની અમાસે ભગવાન રામ વનવાસ પુરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમનની ખુશીમાં અયોધ્યાને દીવાઓથી સજાવાયુ હતું. આ અવસર પર દિવાળી પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છે અને રંગકામ કરવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે ગણેશ, સરસ્વતી અને કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા માટે પ્રદોષ કાલ શ્રેષ્ઠ છે.

દિવાળીના મુહૂર્ત
અમાસ 24 ઓક્ટોબર સાંજે 5.27 કલાકે શરૂ થાય છે અને 25 ઓક્ટોબર સાંજે 4.18 કલાકે પૂર્ણ થાય છે. લક્ષ્મી પૂજન સાંજે 7.09 થી 8.25 કલાક સુધી એક કલાક 16 મીનિટના સમયગાળામાં થશે. પ્રદોષકાલ 5.54 થી 8.25 કલાક સુધી સમયગાળો 2 કલાકથી 3.17 સુધી રહેશે.

ચોઘડિયા મુજબનું મુહૂર્ત
ચલ : સાંજે 5.54 થી 7.28 સામાન્ય લાભ : રાત્રે 10.37 થી 12.11 મધ્યરાત્રિ

English summary
When is Diwali October 24 or 25?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X