માં લક્ષ્મી, પૈસા અને ઝાડુ વચ્ચે શું છે કનેક્શન?

Written By:
Subscribe to Oneindia News

ઘર એક મંદિર છે. આ મંદિરને સાફ-સૂથરું રાખવું એ આપણી ફરજ છે. ઘરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે ઝાડુ. સ્વચ્છતાની શરૂઆત ઝાડુથી થાય છે અને માતા લક્ષ્મી નું આગમન પણ ત્યાં જ થાય, જ્યાં સ્વચ્છતા હોય. પરિણામે ઝાડુ એક એવું યંત્ર છે, જેનો સીધી રીતે ઉપયોગ કરવાથી ઘરની દરિદ્રતાને દૂર કરી સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે.

broom

ઝાડુને ક્યારેય મુખ્ય દરવાજે ન મુકવું

  • ઝાડુને મુખ્ય દરવાજે મૂકવાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ઝાડુને હંમેશા લોકોની નજરમાંથી બચાવી, સંતાડીને રાખવું જોઈએ.
  • રસોડામાં ક્યારેય ઝાડુ મૂકવું નહિં, આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઝાડુને દિવસે સંતાડીને રાખવું અને રાત્રે મુખ્ય દરવાજાની સામે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

એક સાથે 3 ઝાડુ ખરીદવા

  • ઝાડુ જ્યારે પણ ખરીદવા જાઓ ત્યારે હંમેશા યાદ રાખવું કે, 3 ઝાડુ એક સાથે લેવા. ગુરૂવારના દિવસે ઘરમાં પોતુ કરવું નહિં. એવું મનાય છે કે તેનાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
  • પોતુ કરતી વખતે પાણીમાં મીઠું જરૂર નાખવું, તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.

બેડરૂમમાં ઝાડુ ન મૂકવું

  • ભૂલથી પણ તમારા બેડરૂમમાં ઝાડુ ન મુકવું, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા થાય છે. ઝાડુને ક્યારેય ઊભુ ન રાખવું, કારણ કે એવું માનવામાં આવે છે કે ઊભુ ઝાડુ જોવાથી અપશુકન થાય છે.

કોઈ વ્યક્તિ કે પ્રાણીને ક્યારેય ઝાડુથી ન મારવુ

  • કોઈ વ્યક્તિ કે જનાવરને ઝાડુથી મારવું અપશુકનની શ્રેણીમાં આવે છે. ઝાડુ પર ભૂલથી પણ ક્યારેય પગ ન મૂકવો. આમ કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે.
  • જો ઘરની મુખ્ય વ્યક્તિ કામથી બહાર નીકળતી હોય, ત્યાર બાદ તરત ઝાડુ લગાવવું નહિં, આમ કરવાથી તમારા બનતા કામ પણ બગડે છે.

સૂર્ય આથમ્યા બાદ ઝાડુ ન લગાવવું

  • સૂર્ય આથમ્યા બાદ ઘરમાં ઝાડુ લગાવવું અશુભ મનાય છે. જો ઝાડુ તૂટી ગયું હોય તો તેને ફેંકી દેવું, તૂટેલા ઝાડુથી વાળવું દરિદ્રતા તરફ લઈ જાય છે.
English summary
Lakshmi Devi wants to serve Lord Vishnu, so to get his attention she picks up broom and cleans Vaikuntha although there is no dust. Also we see people those who are rich they are proud but Lakshmi teaches us to be humble although they may have great fortune.
Please Wait while comments are loading...