• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Yearly horoscope 2018: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2018

મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે. વધુ વાંચો અહીં...
By Desk
|
Google Oneindia Gujarati News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે. .

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જાણો વૃશ્ચિક રાશિના જાતકો માટે જ્યોતિષ મુજબ વર્ષ 2018નું આ વર્ષ કેવુ રહેશે. સાથે જ જાણો વર્ષના 12 મહિના મુજબ તમારું રાશિફળ......

જાન્યુઆરી

જાન્યુઆરી

આ મહિનો તમારા માટે મધ્યમ રહેશે. જમીન અને મકાનથી તમને લાભ થઈ શકે છે. સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. સંબંધિઓમાં મૈત્રી પૂર્ણ સંબંધ જળવાઈ રહેશે. કાર્ય યોજનાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા થશે. સકારાત્મક વિચારોમાં મન સ્વસ્થ રહેશે.

 • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક સારી રહેશે.
  • આરોગ્ય-જાતકોને આરોગ્યનો લાભ થશે.
  • કરિયર અને વ્યવસાય-પ્રાઈવેટ નોકરી કરનારા લોકો માટે પદોન્નતિની તક પ્રાપ્ત થશે. વેપાર માટે આ સમય સામાન્ય રહેશે.
  • લગ્નજીવન-લગ્નજીવનને લઈ થોડી અશાંતિ રહેશે.
  • પ્રેમ પ્રસંગ-પ્રણય સંબંધો માટે આ સમય ઉત્તમ રહેશે.
  ફેબ્રુઆરી

  ફેબ્રુઆરી

  આ સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે સારો રહેશે. શક્યતા છે કે તમારા ભુતકાળને લગતી કોઈ વ્યક્તિ તમારા સંપર્કમાં આવશે અને આ દિવસોને યાદગાર બનાવશે. જ્યારે તમારો જીવનસાથી તમામ ગેરસમજોને ભુલાવી પ્રેમથી તમારી પાસે આવશે, તો જીવન પણ સુંદર લાગવા લાગશે. કાર્યાલયમાં બધુ જ તમારા પક્ષમાં જતુ જણાઈ રહ્યુ છે.

  • આર્થિક પક્ષ-પૈસા કમાવવા કરેલી તમારી મહેનત સફળ થશે.
  • આરોગ્ય-પેટની તકલીફોને લઈ આરોગ્ય કથળતુ જશે.
  • કરિયર અને વ્યવસાય-નોકરીમાં સારુ પ્રદર્શન કરી શકશો. વેપારમાં વૃદ્ધિના આસાર જણાઈ રહ્યા છે.
  • લગ્નજીવન-દાંપત્યજીવનમાં સુખ જળવાઈ રહેશે.
  • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે.
  માર્ચ

  માર્ચ

  આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. કુટુંબ સાથે ખરીદી પર જઈ શકો છો પણ તેનાથી તમારુ ખીસ્સુ તંગ બનશે. મિત્રો સાથે સારા સંબંધો બનાવીને રાખજો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સામાન્ય રહેશે.

  • આર્થિક પક્ષ-ધન બાબતે આ મહિનો તંગીમાં વિતશે.
   • આરોગ્ય-આરોગ્ય કથળતુ જશે.
   • કરિયર અને વ્યવસાય-વેપારમાં કોઈ મોટું રોકાણ કરશો નહિં, નોકરી માટે કરેલા પ્રયત્નો સફળ થશે.
   • લગ્નજીવન-તમને મુશ્કેલીનો અનુભવ થશે.
   • પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધોમાં ઉતાવળા થશો નહિં, સમજી-વિચારીને નિર્ણય લેજો.
   એપ્રિલ

   એપ્રિલ

   આ રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે નહિં. વેપારમાં નુકશાન થવાની શક્યતા છે, પરિણામે કામ શરૂ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો. અત્યંત તાણ અને ચિંતા કરવાની તમારી આદતને કારણે તમને શારીરિક રીતે નુકશાન પહોંચશે. જમીનની ખરીદી આ સમયે બિલકુલ કરશો નહિં, નહિંતર તમને નુકશાન ઉઠાવવું પડશે.

   • આર્થિક પક્ષ-ઉધારી લેવાથી બચજો, નહિંતર ભરપાઈ કરતા કરતા કમર તુટી જશે.
    • આરોગ્ય-બિમારીની અવગણના કરશો નહિં, તત્કાળ તેનો ઈલાજ કરજો.
    • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોને વિના કારણે દોડ-ભાગ રહેશે. વેપારીઓ માટે આ સમય સામાન્ય રહેશે.
    • લગ્નજીવન-લગ્નજીવન માટે આ માસને અંતે સુધારો આવશે.
    • પ્રેમ પ્રસંગ-પ્રેમ જીવન આત્મ-વિશ્વાસથી ભરપૂર રહેશે.
     મે

     મે

     આ રાશિના જાતકો માટે મે મહિનો સામાન્ય કહી શકાય. જો તમે યાત્રા કરી રહ્યા છો તો તમારા સામાનની દેખભાળ રાખજો. સંગીત, નૃત્ય અને બગીચાના કામમાં માટે થોડો સમય કાઢજો. કોઈ નકામી વાતોથી ગુસ્સો આવી શકે છે. કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

     • આર્થિક પક્ષ-ધન બાબતે તમારી સ્થિતિમાં સામાન્ય સુધારો આવશે.
     • આરોગ્ય-આ સમય તમારા આરોગ્ય માટે મિશ્રિત રહેશે.
     • કરિયર અને વ્યવસાય-વેપારી વર્ગ આ સમયે નવા કામોમાં રોકાણ કરે નહિં તો સારુ રહેશે. નોકરી કરનારા જાતકો આ સમયે લેટલતીફોથી બચે.
     • લગ્નજીવન-લગ્નજીવનનું સુખ ઉઠાવી શકશો.
     • પ્રેમ પ્રસંગ-પ્રેમીજનો આ સમયે એકાંતનો લાભ ઉઠાવી શકશે.
     જૂન

     જૂન

     આ રાશિના જાતકો માટે જૂન માસ સારો કહી શકાશે. આ સમયે તમારે બહાર નીકળી લોકોને હળવા-મળવાની જરૂર છે. સારુ જમણ અને ગાઢ નિંદ્રાનો આનંદ ઉઠાવી શકશો. આ સમયે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે લોકોને કામ કરવા માટે પસંદ કર્યા છે તે તમારી અપેક્ષાથી વધારે કરવાનો પ્રયત્ન કરશે.

     • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ આ સમયે મજબૂત રહેશે.
     • આરોગ્ય-આરોગ્યમાં સુધારો થવાની શક્યતા છે.
     • કરિયર અને વ્યવસાય-નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. વેપારને લઈ સમય સામાન્ય રહેશે.
     • લગ્નજીવન-લગ્નજીવનમાં ગાડુ સરખુ ચાલે તેવું લાગતુ નથી.
     • પ્રેમ પ્રસંગ-પ્રેમી યુગલો ઉતાવળે કોઈ નિર્ણય લે નહિં, હજુ થોડો સમય એકબીજા સાથે વિતાવે.
     જુલાઈ

     જુલાઈ

     આ રાશિના જાતકો માટે જુલાઈ માસ મધ્યમ મનાય છે. ભૌતિક વસ્તુઓ પ્રત્યે તમારા ખર્ચા વધારે થશે. નવા કરારો કરવા માટે આ સમય ઉત્તમ છે. ભાઈઓનો પૂરો સાથ મળી રહેશે. આ સમયે તમને વાહનનું સુખ પ્રાપ્ત થશે.

     • આર્થિક પક્ષ-આ મહિનો આવકની સરખામણીએ ઠીક-ઠાક રહેશે.
     • આરોગ્ય-પેટની સમસ્યાઓ તમને તકલીફ આપી શકે છે.
     • કરિયર અને વ્યવસાય-નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ છે. વેપારમાં નવી યોજનાઓ સાથે આગળ વધશો.
     • લગ્નજીવન-લગ્નજીવનમાં ઉથલ-પાથલ રહ્યા કરશે.
     • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ એકબીજાને ગિફ્ટ આપી ખુશ કરશે.
     ઓગસ્ટ

     ઓગસ્ટ

     આ રાશિના જાતકો માટે ઓગસ્ટ માસ સામાન્ય રહેશે. સમયની ઉપયોગીતાને ધ્યાનમાં રાખી કામ કરજો, ત્યારે જ તમે તમારા લક્ષ્યો સુધી પહોંચી શકશો. પરિસ્થિતિઓ અનુકૂળતા લઈને આવશે. વાણીમાં સંતુલન જાળવી રાખજો. નવા સંબંધોમાં પ્રગાઢતા આવશે.

     • આર્થિક પક્ષ-આ મહિનાના અંત સુધી જાતકોની આવક સારી થઈ જશે.
      • આરોગ્ય-ચામડીને લગતા રોગો આ સમયે તમને હેરાન કરી શકે છે.
      • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય સારો રહેશે નહિં. નોકરી મેળવવાના પ્રયત્નો આ મહિનો સફળ થશે.
      • લગ્નજીવન-લગ્નજીવનમાં તાળમેળનો અભાવ રહેશે.
      • પ્રેમ પ્રસંગ-પ્રેમનો એકરાર કરવામાં સાવચેતી રાખજો.
      સપ્ટેમ્બર

      સપ્ટેમ્બર

      આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય નથી. વિના કારણે ફરવાનું થશે, જેથી તમે થાકી જશો. સ્ત્રીઓથી અંતર જાળવજો. મુશ્કેલીઓ વિશે સતર્ક રહેજો અને તલનો તાડ કરવાથી તમારી આદતને કાબુમાં રાખજો, નહિંતર તેની અસર તમારા સંબંધો પર પડશે. પ્રાપ્ત થયેલું નાણું તમારી અપેક્ષા પ્રમાણેનું રહેશે નહિં.

      • આર્થિક પક્ષ-આ સમય તમારા માટે ધનલાભનો છે.
       • આરોગ્ય-કમરના દુઃખાવામાંથી રાહત મળશે.
       • કરિયર અને વ્યવસાય-વેપારીઓ માટે અને નવો વેપાર શરૂ કરવાની ઈચ્છા રાખતા લોકો માટે આ સમય સારો નથી. નોકરી કરનારા લોકોને નોકરી બદલવાની તક મળશે.
       • લગ્નજીવન-જીવનસાથી સાથે ખેંચતાણનું વાતાવરણ રહેશે.
       • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ માટે આ સમય ઉત્તમ છે.
       ઓક્ટોબર

       ઓક્ટોબર

       આ રાશિના જાતકો માટે આ માસ મધ્યમ છે. ભાગ્યને આધારે બેસી રહેશો નહિં. જીવનસાથીના સાથથી તમને લાભ થશે. વાણીની અભિવ્યક્તિથી કેટલાક સારા સંબંધો બનશે. દૈવિય શક્તિઓ પ્રત્યે આસ્થાનો ભાવ પ્રગટ થશે.

       • આર્થિક પક્ષ-તમને મહેનતનું પરિણામ જરૂર મળશે.
        • આરોગ્ય-આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો સંતોષજનક રહેશે.
        • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય સારો છે. નોકરી કરનારા લોકો માટે આ સમય સંયમથી ચાલવાનો છે.
        • લગ્નજીવન-લગ્નજીવનમાં સંબંધો મધુર રહેશે.
        • પ્રેમ પ્રસંગ-પ્રણય સંબંધોમાં અસ્થિરતાનું વાતાવરણ રહેશે.
        નવેમ્બર

        નવેમ્બર

        આ રાશિના જાતકો માટે નવેમ્બર માસ સામાન્ય છે. કૌટુંબિક મુશ્કેલીઓને દૂર કરવામાં તમારુ બાળકો જેવું માસુમ વર્તન અગત્યની ભૂમિકા ભજવશે. તમારા પ્રિય લોકોની ગેરવ્યાજબી માંગો સામે ઝુકશો નહિં. સંબંધિઓને કારણે જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે, પણ અંતે બધુ સારુ થઈ જશે. નૈતિકતા પ્રત્યે મન આકર્ષાશે.

        • આર્થિક પક્ષ-આર્થિક બાબતોમાં આ સમય તમારા માટે સારો નથી.
         • આરોગ્ય-બીપીના દર્દીઓ આ સમયે સાવધાન રહે.
         • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો આ સમયે સાવધાન રહે, તેમને નુકશાન થઈ શકે છે. નોકરી કરનારા લોકો સહકર્મીઓ સાથે લડે નહિં, નહિંતર તમને જ નુકશાન થશે.
         • લગ્નજીવન-લગ્નજીવનમાં નાની નાની ખેંચતાણ રહેશે.
         • પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા વધશે
         ડિસેમ્બર

         ડિસેમ્બર

         આ રાશિના જાતકો માટે ડિસેમ્બર માસ યોગ્ય નથી. જો તમે માનસિક રીતે હેરાન છો તો નજીકના સંબંધિ કે મિત્ર સાથે શેયર કરો, તેનાથી તમારું મન હલકુ થશે. દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે, નહિંતર ધનહાની થઈ શકે છે. જાતકો વધુ આત્મવિશ્વાસમાં આવી કામ કરશે, જેથી તેને નુકશાન વેઠવું પડશે.

         • આર્થિક પક્ષ-જાતકોની આવક સારી રહેશે નહિં. સાથે ખર્ચા પણ વધારે થશે.
          • આરોગ્ય-આ સમયે અનેક શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
          • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય મુશ્કેલીભર્યો છે. નોકરીમાં બોસ દ્વારા હેરાનગતિ થશે.
          • લગ્નજીવન-જીવનસાથી દ્વારા તાણની સ્થિતિ જળવાઈ રહેશે.
          • પ્રેમ પ્રસંગ-જેને તમે પ્રેમ કરો છો, તેમના પ્રત્યે તમારી ગેરસમજ દૂર થઈ જશે.
  English summary
  Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Varshikrashiphal 2017 of your zodiac sign will help you. Year prediction of Scorpio.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  loader
  X