Yearly Horoscope 2017: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2017

Posted By:
Subscribe to Oneindia News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. મહિનાની શરૂઆતમાં મંગળ કુંભ રાશિમાં અને 18 જાન્યુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે. બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ 4 જાન્યુઆરીએ તુલા રાશિમાં પ્રવેશ કરશે ઉપરાંત શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ સિંહ અને કુંભ રાશિમાં રહેશે.

Read also: Yearly horoscope 2017 : વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2017

ત્યારે ગ્રહોની આ સ્થિતિ પરથી મેષ રાશિના જાતકો માટે વર્ષ 2017 કેવું રહેશું વિગતવાર જાણો અહીં...

જાન્યુઆરી

જાન્યુઆરી

મેષ રાશિના જાતકો માટે આ મહિનો સારો કહી શકાય. લગ્નની ઈચ્છા ધરાવનારાના જીવનમાં ખુશીઓ આવશે. માન-સન્માન મળશે. અચાનક મળનારા કોઈ સમાચારથી તમારા ઉલ્લાસમાં વધારો થશે. કુટુંબ સાથે આ ખુશી પહેંચતા ખુશી બમણી થઈ જશે. ભાગ્યનો સાથ મળી રહેશે.

 • આર્થિક પક્ષ-આવકમાં સુધારો થઈ શકે છે.
 • આરોગ્ય-આરોગ્ય પહેલાની સરખામણીએ સારુ રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાય માટે આ સમય ઠીક-ઠીક રહેશે. નોકરીમાં પદોન્ન્તિનો યોગ જણાઈ રહ્યો છે.
 • લગ્નજીવન-લગ્નજીવન સારુ ચાલશે.
 • પ્રેમ સંબંધ-પ્રેમ સંબંધોમાં થોડા સાવધાન રહેવાની જરૂર છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. ઘણા બધા મહેમાનોની આવાભગતને કારણે તમારો મુડ બગડી શકે છે. પરંતુ તેમાં સારી વાત એ છે કે તમે તમારા જૂના મિત્રોને મળી શકો છો. ઈશ્વર તેમને લોકોમાં પ્રિય બની રહેવા મદદ કરશે. ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ હોય તો તે એન્ડ ટાઈમે કેન્સલ થઈ જશે.

 • આર્થિક પક્ષ-આર્થિક મુદ્દે અટકેલા કામો આગળ વધશે.
 • આરોગ્ય-ભોજનમાં પૂરતી કાળજી લેજો, આ સમયે તમારી તબિયત બગડી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા માટે સમય થોડો મુશ્કેલી ભર્યો રહેશે. વેપારીઓ માટે સમય સામાન્ય જણાઈ રહ્યો છે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ચઢ-ઉતર ચાલતી રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ માટે સમય સારો રહેશે.

માર્ચ

માર્ચ

મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનો સારો જણાતો નથી. તમારા કચકચિયા સ્વભાવને કારણે તમારા દુશ્મનોની સંખ્યા વધી શકે છે. કોઈના પર એટલુ દબાણ ન કરો કે તે તમને દુઃખી કરે, જેમાં પાછળથી તમારે પછતાવું પડે. તમારા ખર્ચા વધશે, જે તમારી મુશ્કેલીઓ વધારશે.

 • આર્થિક પક્ષ-આ મહિના દરમિયાન તમારે આર્થિક મુશ્કેલી ભોગવવી પડે.
 • આરોગ્ય-તમારા આરોગ્ય માટે સમય મિશ્રિત જણાઈ રહ્યો છે.
 • કેરિયર અને વ્યવસાય-આ મહિને કોઈ નવો વ્યવસાય શરૂ કરશો નહિં, નોકરી કરનારા પોતાના ઉપરી સાથે સારો સંબંધ રાખે.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે થોડી કડવાશ વધશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ પોતાના સાથીને કોઈ વાયદો કરે નહિં.

એપ્રિલ

એપ્રિલ

મેષ રાશિવાળા માટે આ મહિનો સામાન્ય રહેશે. કુટુંબને પૂરતો સમય આપવાનું રાખજો. તેમને લાગવા દો કે તમે તેમનું ધ્યાન રાખો છો. તેમની સાથે સારો સમય પસાર કરો અને તેમને રિસાવાનો મોકો આપશો નહિં. તમને લાગશે કે તમે તમારો સમય વેડફી રહ્યા છો, માટે તમારા દિવસનું પ્લાનિંગ યોગ્ય રીતે કરવાનું રાખજો.

 • આર્થિક પક્ષ-માસના અંતે સારી આવક થશે.
 • આરોગ્ય-પેટની મુશ્કેલીને કારણે હેરાન થશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોનુ સ્થાન પરિવર્તન થઈ શકે છે. વેપાર માટે સમય સારો છે પણ ઉધાર લેવાથી બચજો.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે ખેંચતાણ ઉભી થશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ કરનારા માટે સમય ઉત્તમ છે.

મે

મે

આ મહિનો મેષ રાશિવાળા માટે મધ્યમ રહેશે. બિમારીથી કંટાળી જશો. તમારી મહેનતના લોકો વખાણ કરશે અને જેને પરિણામે તમને આર્થિક લાભ પણ મળી શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. યાત્રા કરવાથી લાભ મળશે.

 • આર્થિક પક્ષ-તમારી મહેનતનુ સારુ પરિણામ મળશે.
 • આરોગ્ય-આરોગ્ય બાબતે સંતુષ્ટ રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારા માટે સમય સારો છે. વ્યવસાયમાં કોઈ નવું કામ કરવું નહિં.
 • લગ્નજીવન-જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રણય સંબંધોમાં અસ્થિરતા રહેશે.

જૂન

જૂન

તમારે તમારા ક્ષેત્રમાંથી બહાર આવી એવા લોકોને મળવાની જરૂર છે જે ઉચ્ચ સ્થાને હોય.

 • આર્થિક પક્ષ-આવકની દૅષ્ટિએ આ માસ તમારા માટે સારો છે.
 • આરોગ્ય-ધુંટણના દુખાવાથી હેરાન થશો.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાય કરનારા માટે સમય સારો રહેશે. નોકરી કરનારાએ પોતના વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
 • લગ્નજીવન-લગ્નજીવન ઉત્તમ રહેશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ પરસ્પર થોડી સમજદારી દાખવે.

જુલાઈ

જુલાઈ

જુલાઈ મહિનો મેષ રાશિના જાતકો માટે સારો જણાતો નથી. કુટુંબની કોઈ વ્યકિત સાથે બોલા-ચાલી થતા વાતાવરણ ભારે બનશે. આ સમયે જો તમે શાંત થઈ થોડું ધૈર્ય રાખીને ચાલશો તો બધાનો મુડ સુધારી શકો છો. માનસિક અશાંતિ રહ્યા કરશે. જીંદગીને ખુશીથી જીવવા માટે તમારુ મન અને દિમાગના દરવાજા ખુલ્લા રાખજો.

 • આર્થિક પક્ષ-આ મહિને તમને પૈસાની અછત વર્તાશે.
 • આરોગ્ય-કમરના દુખાવામાંથી થોડી રાહત મળી શકે છે.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાય કરનારા કે નવો વેપાર શરુ કરનારા માટે સમય યોગ્ય નથી. નોકરી બદલવાની ઈચ્છા ધરાવનારા માટે સમય અનુકૂલ છે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં કડવાશ ઘોળાશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રપોઝ કરવામાં સાવધાની રાખજો

ઓગસ્ટ

ઓગસ્ટ

તમારી માટે ઓગસ્ટ મહિનો સામાન્ય રહેશે. તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ જરૂરિયાત મંદની મદદ કરવા માટે કરજો. તમને લાગશે કે તમારી આસપાસના લોકોની માંગો વધારે રહેવાની છે. તમે જેટલું કરી શકો છો તેટલુંજ કરજો, વધારાનો વાયદો કરશો નહિં. માત્ર બીજાને ખુશ કરવા માટે તમે પોતાનીજાતને હેરાન કરશો નહિં.

 • આર્થિક પક્ષ-આ મહિનાના અંત સુધીમાં તમારી આવક ઘણી સારી થઈ શકે છે.
 • આરોગ્ય-ત્વચાને લગતા રોગો થવાથી હેરાન થશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર કરનારા માટે સમય સારો જણાતો નથી. નવી નોકરી ઝંખનારા લોકોની ઈચ્છાપૂર્ણ થઈ શકે છે.
 • લગ્નજીવન-જીવનસાથીની પૂરતી મદદ મળી રહેતા લગ્નજીવન સુખમય બનશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમીજનો માટે સ્થિતિ અનુકૂળ રહેશે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરનો માસ તમારા માટે મધ્યમ રહેશે. લાંબી અવધિના કામોમાં કરેલો પ્રવાસ સફળતા અપાવશે. તમારા જીવનસાથીના વર્તનને કારણે તમે પોતાની જાતને સૌથી વધુ પૈસા વાળા અનુભવશો.

 • આર્થિક પક્ષ-મહિનાની શરૂઆતમાં સારી આવક થશે.
 • આરોગ્ય-આ મહિનો તમને કેટલીક શારીરિક મુશ્કેલીઓ આપશે.
 • કેરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને આ મહિને સારુ રહેશે પણ વેપાર કરનારાને ઘક્કો મારી ગાડી ચલાવવી પડશે.
 • લગ્નજીવન-પતિ-પત્ની વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ-જેને તમે પ્રેમ કરો છો તેમની સાથેની તમામ ગેરસમજો દૂર થઈ જશે.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઓક્ટોબર માસ તમારા માટે સારો નથી. તમારા ખર્ચામાં વધારો થશે, જે તમારી મુશ્કેલી વધારી શકે છે. તમે જેના પર પૂર્ણ વિશ્વાસ કરો છો તે તમારાથી અડધી વાતો છૂપાવશે.

 • આર્થિક પક્ષ-તમારી આવક સારી નહિ રહે, ખર્ચા વધુ થશે જેને કારણે પૈસા બચશે નહિં.
 • આરોગ્ય-આ માસમાં તમને શરીરનો સાથ મળી રહેશે.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય અઘરો સાબિત થશે. નોકરી કરનારા પોતાના ઉપરીથી હેરાન રહેશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં ખેંચતાણ ચાલ્યા કરશે.
 • પ્રેમ પ્રસંગ-પ્રેમ સંબંધોમાં મજબુતાઈ આવશે.

નવેમ્બર

નવેમ્બર

આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. તમારા પ્રિય વ્યકિત સાથે સારુ વર્તન કરજો. મુશ્કેલીમાંથી નિકળવા માટે તમારા જીવનસાથી તરફથી ખાસ મદદ મેળવી શકશો નહિં. કુટુંબને લઈ શોપિંગ માટે જશો પરંતુ આ શોપિંગ તમારા પોકેટ પર ભારે પડશે. મિત્રો હંમેશા તમારી મદદ માટે તૈયાર રહેશે, તેઓ તમને ખુશ રાખશે.

 • આર્થિક પક્ષ-આ મહિનો તમારી આવકની દ્રષ્ટિએ ઠીક રહેશે.
 • આરોગ્ય-બી.પીના રોગીઓ પોતાના આરોગ્યની કાળજી લે.
 • કેરિયર અને વ્યવસાય-વ્યવસાય કરનારા માટે સમય યોગ્ય નથી. નોકરી કરનારા સહકર્મિઓ સાથે અથડામણમાં પડે નહિં, હાનિ તમને જ થશે.
 • લગ્નજીવન-લગ્નજીવનમાં વધુ ગુંચવાડો થશે.
 • પ્રેમ પ્રસંગ- પરસ્પરના સહયોગ અને તાળમેળમાં સુધારો આવશે.

ડિસેમ્બર

ડિસેમ્બર

આ રાશિના જાતકો માટે આ મહિનો સારો રહેશે. જો તમે તમારી રચનાત્મકતાનો યોગ્ય ઉપયોગ કરશો તો તેનો તમને અનેક ગણો ફાયદો થઈ શકે છે. તમારી પાસે તમારા આરોગ્ય અને રૂપ-રંગને સુધારવા ઘણો સમય રહેશે. આ સમયમાં તમે અત્યંત ઉર્જાવાન રહેશો. શક્યતા છે કે, અચાનક કોઈ મોટો ફાયદો મળી શકે છે.

 • આર્થિક પક્ષ-નાણાકીય મુશ્કેલીમાં ઝડપથી સુધારો આવશે.
 • આરોગ્ય-આ સમયે તમે શીરીરિક મુશ્કેલીથી હેરાન રહેશો.
 • કેરિયર અને વ્યવસાય-વેપાર માટે આ સમય અત્યંત સારો છે.
 • લગ્નજીવન-પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.
 • પ્રેમ પ્રસંગ- પ્રેમીને ખુશ કરવામાં પાછા પડશો નહિં.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Year prediction of Aries. Varshikrashiphal 2017 of your zodiac sign will help you.
Please Wait while comments are loading...