સિંહઃ 2014માં વણસેલા સંબંધો બનશે મધૂર

Posted By:
Subscribe to Oneindia News

સિંહ(મા,મી,મૂ,મે,મો,ટા,ટી,ટૂ,ટે): લખનઉના જ્યોતિષ પં.અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે વર્ષ 2014 તમારા વણસેલા સંબંધોને ફરી સારા બનાવશે. મિત્રો જે રિસાઇ ગયા હશે, તે તમારા જીવનમાં પરત ફરશ. સંબંધીઓ સાથેના તૂટેલા સંબંધો ફરીતી બનશે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે તમારા સંબંધો મજબૂત બનશે. ઓફિસ અથવા બિઝનેસના ક્ષેત્રમાં પણ સારા સંબંધો ડેવલોપ થશે. ખાનગી સંબંધોમાં ગોપનિયતા બનાવી રાખવું હિતાકારી સાબિત થશે.

વર્ષના મધ્યમાં સૂર્ય કર્ક રાશિમાં આવશે. મંગળ તુલા રાશિમાં આવી જશે. ગ્રહોની સ્થિતિના આધારે વર્ષના મધ્યમાં તમારે અત્યાધિક પરિશ્રમથી જ ધન લાભ થશે. જમીનના કાર્યોમાં સફળતા મળશે. કોઇ એવા કાર્ય જશે,જેનાથી આખો પરિવાર ખુશ રહેશે. અત્યાધિત વ્યસ્તતાના કારણએ માનસિક થાક અનુભવસો. ધાર્મિક કાર્યોમાં દાન આપવું પડશે. પારિવારિક જવાબદારીઓનો નિર્વાહન કરવો પડશે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય રાશિમાં આવી જશે. જેથી વર્ષના અંતમાં આધ્યાત્મિક ચિંતનમાં મન લાગેલું રહેશે. કેટલિક જરૂરી આવશ્યક્તાઓની પૂર્તિ થશે. જે લોકો નવા કાર્યો સાથે જોડાયા છે, તેમની સારી ઉન્નતિના સંકેત છે. સંતાન માટે આ સમય મિશ્ર રહેશે. યાત્રાથી લાભ થઇ શકે છે. સામાજિક દાયિત્વોની પૂર્તિ થશે. કોઇને કરવામાં આવેલી પ્રાર્થના સાર્થક સાબિત થશે. ઉન્નતિના માર્ગ બનશે કર્મની અપેક્ષા ભાગ્ય પક્ષમાં વધારે મજબૂતી આવશે. અન્ય તમામ સ્થિતિઓ પણ અનુકુળ રહેશે. આ તો હતુ સંક્ષિપ્ત રાશિફળ, વિસ્તારથી જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં થઇને છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સંયોગ તમારા માટે ઉત્તમ ફળદાયક સાબિત થશે. કોઇ વિચારેલા કાર્યમાં સફળતાં મળશે. વાળીમાં સૌમ્યતા આવશે, જેના કારણે બગડેલા સંબંધોમાં મધુરતા આવશે. આત્મવિશ્વાસ વધશે. સંતાનની કારકિર્દીમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યાં છે. કોઇ સંવૈધાનિક કાર્ય તમે કરવા માગો છો તો તેને કાલ પર ના ટાળો આજથી જ પ્રારંભ કરી દો. અગંત સંબંધોમાં ગોપનિયતા જાળવી રાખવી હિતાવહ.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

સૂર્ય 13મી ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ તુલા રાશિમાં જ ભ્રમણ કરતો રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. નોકરી અને પદ વિગેરેમાં પરિવર્તનના યોગ બની રહ્યાં છે. કંઇક એવુ થઇ શકે છે, જેનાથી માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કેટલાક લાભ થઇ શકે છે. અચાનક આડા અવળા ખર્ચા વધી શકે છે. જે લોકો કોઇ કાયદાકીય વિવાદમાં ફસાયેલા છે, તેમને થોડોક રાહત મળશે. તમારુ પ્રસ્તૃતિકર એટલુ સારું રહેશે જેનાથી તમારું વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જશે. ધાર્મિક યાત્રાઓમાં ખર્ચ વધી શકે છે. ઘણા ઓછા લોકોમાં આ દિવસે વિવાહના યોગ બની રહ્યાં છે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂ્ર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરસે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. અષ્ટમનો સૂર્ય તમને માર્ચ મહિનામાં મધ્યમ ફળ આપશે. તમે કોઇ નજીકના વ્યક્તિને રૂપિયા ઉધાર ના આપો અન્યથા રૂપિયા પરત મેળવવામાં લોખંડના ચણા ચાવવા પડશે. જે લોકો લોખંડ અથવા ઇલેક્ટ્રોનિકનું કાર્ય કરે છે, તેમના માટે સારો સમય છે. શિક્ષિત લોકોને થોડી સાવધાની રાખવાની જરૂર છે. કાર્ય પ્રત્યે સજાગતા રાખવી નહીંતર મેદાનની બહાર થઇ શકો છો. ઘરના આકર્ષણની વસ્તુઓની ખરીદી થઇ શકે છે. વાહન ચલાવવામા સાવધાની રાખવી. આફિસમાં જતા લોકો પોતાની મહિલા કર્મચારીથી સાવધાની રાખે નહીંતર બદનામી થઇ શકે છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 5 એપ્રિલે બુધ મિન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ભાગ્ય પક્ષમાં થોડોક નબળો પડશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે. શૈક્ષણિક સ્તરમાં પ્રગતિ થશે. કોઇ કાર્યને પૂરુ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. પાડોસી અથવા કોઇ સંબંધીના કારણે હોસ્પિટલ જવા આવાનું રહેશે. આયુર્વેદિક દવાઓના વિક્રેતાઓને લાભ થઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાનમાં કોઇ વિવાદ થઇ શકે છે. તમારુ મન અધ્યનનમાં લાગશે. માતાનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. પરિવારના તમામ લોકો એકબીજા સાથે સહભાગિતાનો અનુભવ કરશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરી દેશે. બુધ પણ 5 મેએ સૂર્યની સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવશે. 15 મે બાદ સૂર્ય વૃષભ રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે જેના કારણે સિંહ રાશિના જાતકોને મેના બીજા સપ્તાહ બાદ ઘણો જ સારો સમય આવશે. નોકરી અને પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કાર્ય અને વ્યાપારમાં પ્રગતિના સંકેત છે. પરિવારમાં વડીલોથી થોડીક સમસ્યાઓ થઈ શકે છે. પ્રબળ ઇચ્છા શક્તિમાં વૃદ્ધિ થશે. તમારા લોકો દ્વારા સહયોગ અને સાનિધ્ય મળશે. કોઇ અન્ય વ્યક્તિને વાહન ન આપો નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે.

1 જૂન 30 જૂન

1 જૂન 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અને બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. શનિ તુલા રાશિમાં ગોચર કરતો રહેશે. કેટલાક લોકોને મકાન અથવા વાહનનો લાભ થઇ શકે છે. શેર માર્કેટમાં લાગેલા ધનમાં વૃદ્ધિ થશે. ભાગીદારીના કાર્યોમાં લાભ થઇ શકે છે. વ્યયની અધિકતા રહેશે. ઘરેલુ વાદ વિવાદથી તમે રાહત મેળવશો, મન શાંત અને પ્રસન્નચિત્ત રહેશે. ભાગ્ય પક્ષ તમારો સાથ આપશે. કેટલાક લોકોનું પ્રમોશન થઇ શકે છે. ધન સંપત્તિ, સન્માન, પ્રતિષ્ઠા વિગેરમાં વુદ્ધિ થશે. સામાજિક કાર્યોમાં તમે ભાગ લઇ શકશો. જે લોકો યાત્રા સંબંધિત કાર્યો સાથે જોડાયેલા છે, તેમને ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. ભાગીદારીના કાર્યોમાં લાભ મળી શકે છે. કોઇ વ્યક્તિ વિશેષથી તણાવ મળવાની આશંકા છે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાએ સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. તમને અત્યાધિક પરિશ્રમથી જ લાભ થશે. જમીનના કાર્યોમાં સફળતાં મળશે. કોઇ એવા કાર્યો થશે જેનાથી આખો પરિવાર ખુશ ખુશાલ થઇ જશે. અત્યાધિક વ્યસ્તાના કારણે માનસિક થાક અનુભવશો. ધાર્મિક કાર્યોમાં દાન આપશો. પારિવારિક જવાબદારીઓ નિભાવવી પડી શકે છે. કોઇ અપશબ્દ ના કહો નહીંતર તમારે દુઃખી થવું પડશે. મીઠી વસ્તુઓનું અધિક સેવનના કરો.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટથી સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્યની સાથે ભ્રમણ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. બગડેલા સંબંધોમાં મધુરતા આવશે. કેટલાક અરાજક તત્વોથી તમે હેરાન થઇ શકો છો, કોઇ જરૂરી કાર્યથી દૂરની યાત્રા કરવી પડશે. શાસન સત્તાનો સહયોગ મળશે. કોઇ કાર્ય પૂર્ણ નહીં થવાથી તમારો સ્વભાવ ચીડિયો થશે. નોકર ચાકર અથવા જૂનિયર્સને હાની થઇ શકે છે, કોઇ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. અંગત સંબંધોમાં મધુરતા આવશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. કોઇ કારણસર દૂરની યાત્રા કરવી પડશે. બોલવામાં નિયંત્રણ રાખો નહીંતર કોઇની હાય લાગી શકે છે. શુત્રોથી સાવધાની રાખવાની જરૂર છે. કર્મ યોગ પ્રતિ મન આકર્ષિત રહેશે. જરૂરથી વધુ કોઇને માથા પર ના ચઢાવો. મિત્રોનું સુખ અને સહયોગ મળશે. ચિંતનશીલ વિચારધાર ઉત્પન્ન થશે. સમયની રૂપરેખા બનાવીને કામ કરશો તો દરેક કાર્યમાં સમય પૂરો થશે અને સમયનો યોગ્ય રીતે ઉપયોગ થશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યા રાશિમાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ઓક્ટોબર મહિનો સિંહ રાશિવાલાઓ માટે સારા પરિણામ લઇને આવશે. અર્ધ સરકારી વેતન ભોગીઓને કેટલાક લાભ મળશે. માનસિક સંતુલનથી વૈચારિક શક્તિમાં વધારો થશે. સંતાન તરફથી કોઇ સારા સમાચાર મળી શકે છે. બૌદ્ધિક લોકોની સાથે વિચાર વિમર્શ થશે. મકાન વિગેરેનું સમારકામ થઇ શકે છે. કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિના અણસાર છે. ભૌતિક સુખો તરફથી મન આકર્ષિત થશે. નકારાત્મક વિચારોવાલી વ્યક્તિઓથી અંતર જાળવો.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. તમારા કાર્ય બનતા બનતા અટકશે. મિત્રો અથવા સંબંધીઓના કારણે પરેશાની થશે. કોઇ વિરોદી પર કોઇ કટાક્ષ ના કરો. કામ ધંધામાં અડચણો ઉભી થઇ શકે છે. રાજકીય લોકોથી તમને સ્વાર્થની પૂર્તિ થઇ શકે છે. શિક્ષા સાથે જોડાયેલા લોકોને પોતાના કામ માટે ઘણું દોડવુ પડી શકે છે. ઉતાવળભર્યુ કાર્ય ના કરો અન્યથા હાનિ થઇ શકે છે. કેટલાક લોકોના જીવીકા ક્ષેત્રમાં પરિવર્તન પણ થઇ શકે છે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. આધ્યાત્મિક ચિંતનમાં મન લાગશે. કેટલીક જરૂરી આવશ્યકતાઓની પૂર્તિ થશે. જે લોકો નવા કાર્યા સાથે જોડાયેલા છે, તેમની સારી ઉન્નતિ થવાના સંકેત છે. સંતાન માટે આ સમય મિશ્ર રહેશે. યાત્રા વિગેરેથી લાભ થઇ શકે છે. સામાજિક દાયિત્વની પૂર્તિ થશે. કોઇને કરવામાં આવેલી પ્રાર્થના સાર્થક થશે. ઉન્નતિનો માર્ગ બનશે. કર્મની અપેક્ષા ભાગ્ય પક્ષમાં વધારે મજબૂતી આવશે. અન્ય તમામ સ્થિતિઓ પણ અનુકુળ રહેશે. પરિવારમાં આનંદી માહોલ રહેશે. નવયુવક પોતાના કર્મપક્ષ પર વિશેષ ધ્યાન આપે. માનસિક ઉર્જામાં વૃદ્ધિ થશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of leo. Varshphal 2013 of your zodiac sign will help you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.