તુલાઃ અનેક સફળતાઓ લઇને આવશે 2014

Posted By:
Subscribe to Oneindia News

તુલા(રા,રી,રુ,રે,રા,તા,તી,તૂ,તે): લખનઉના જ્યોતિષ પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે તુલા રાશિ માટે વર્ષ 2014ની શરૂઆત તો સામાન્ય રહેશે, પરંતુ વર્ષના મધ્યમાં મોટી સફળતાંઓ હાસલ થશે. જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે મીડિયાના ક્ષેત્રમાં લોકોનો જનસંપર્ક વધશે. કોઇ સ્ત્રી પ્રત્યે લગાવ ઉત્પન્ન થશે. જે લોકોનું ધન ફસાયેલું છે તે ધીરે-ધીરે પ્રાપ્ત થશે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે.

વર્ષના મધ્યમાં સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલામાં જ ગોચર કરશે. જેના આધારે જૂન-જુલાઇમાં તુલા રાશિના જાતકોની સામે સારા પરિણામ આવવાની શરૂઆત થશે. સમાજમાં ઉપહાર અને સન્માનનો લાભ મળી શકે છે. આ દરમિયાન જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાતે જ આવશે. શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. ડિસેમ્બર મહિનો તુલા રાશિના જાતકો માટે સારો સાબિત થશે. રાજકીય પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન પ્રત્યે આશાવાદી વિચાર ઉત્પન્ન થશે. રોજ બરોજની વસ્તુઓની પૂર્તિ થશે. ઘરમાં અનેક ખુશીઓ આવશે. હવે જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર સુધી વિસ્તારથી વાર્ષિક રાશિફળ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો. 

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. મીડિયાના ક્ષેત્રમાં લોકો સાથે જનસંપર્ક કરશે. કોઇ સ્ત્રી પ્રત્યે લગાવ ઉત્પન્ન થશે. જે લોકોના ધન ફસાયેલા છે, તે ધીરે-ધીરે પ્રાપ્ત થશે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે. ધર્મ કર્મમાં અડચણો પેદા થઇ શકે છે. કર્મચારીઓના સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. વ્યક્તિગત સંબંધોનો વધારે ઉપયોગ કરવાથી તમારી સાખ પર દાગ લગાવી શકે છે. કાર્ય કરવાની દિશામા કેટલાક પરિવર્તન થવાની સંભાવના છે. ઓફિસમાં કેટલાક લોકોની અસ્થાઇ રીતે સંબંધો ઘટી શકે છે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરી એ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ અને તુલા રાશિમાં ભ્રમણ કરશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. હાલના સમયે તમારે ભાગીદારીથી કાર્ય કરવુ પડશે અન્યથા કોઇ વિવાદમાં પડી શકો છો. મહેનતથી કરવામાં આવેલા કર્મ સુખદાયી રહેશે. જમીનથી લાભ મળી શકે છે. તમને કંઇકને કંઇક કરતા રહેવાની મજા આવશે. આજે તમારા પ્રત્યે લોકો આકર્ષિત રહેશે. તમે તમારી જાતને સ્ફૂર્તિદાયક મહેસૂસ કરશો. વ્યર્થ વાતોના બદલે કામની વાતો પર દિલ લગાવો. પોતાની સમકક્ષ લોકોથી મિત્રવત વ્યવહાર થશે. શારીરિક સુંદરતા પર સમય નષ્ટ ના કરો.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. મીનનો સૂર્ય તુલા રાશિના જાતકો માટે સારો ફળદાયક સાબિત થશે, પરંતુ 16 માર્ચ બાદ જ મીનનો સૂર્ય શુભ ફળ આપશે. બહારથી તમે ગંભીર જણાશો પરંતુ અંદરથી તમે પ્રેમ ભાવનાથી ભરપૂર હશો. રહસ્યમયી લોકોથી દૂર રહો. તમારી મિત્રતા બુદ્ધિમાન અને સંવેદનશીલ લોકો સાથે થઇ શકે છે. તમારી સંવદેનશીલ વાતોને ગુપ્ત રાખો. કોઇ નજીકની વ્યક્તિથી પ્રેરણા મળશે. નવયુવકો માટે આ મહિનો સારો રહેશે. અત્યાધિક વ્યસ્તતા રહેવાથી મન પ્રફુલ્લિત રહેશે. કાર્ય યોજનાઓ પ્રત્યે સતર્કતા રાખવી જરૂરી છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવશે. શુક્ર કુંભ રાશિમાં અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને બાકી બધા ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ મહિને તમે અંગત અને ગંભીર મામલાઓમાં સાવધાની રાખો. સંગીત, રોમાન્સ અને હળવો પ્રકાશ તમને જગાવવા માટે પુરતા છે. તમારી ભાવનાઓને સતત પ્રેરણાની જરૂર પડશે. આવા સંબંધોમાં વિશ્વાસ ના કરો, જેને તમે સ્વપ્નમાં જુઓ છો. સ્વપ્નની દુનિયા ઘણી રહસ્યમયી હોય છે. અતઃ તેમાથી નિકળવાનો પ્રયાસ કરો. તમારા શાનદાર નેતૃત્વથી લોકો તમારા દિવાના થઇ જશે. કોઇ વિષય પર ગંભીર ચિંતનની જરૂર છે. પરિવારનું વાતવરણ થોડુક દૂષિત થશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15એ વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. ચંદ્રને છોડીને બાકી બધા ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ તમારી વાતોથી નારાજ થઇ શકે છે. મિષ્ઠાન વ્યજનોની પ્રાપ્તિ થશે. રાજકીય લોકો સાથે ઉઠવા બેસવાની તક મળશે. સામાજિક ગતિરોધ બનેલો રહેશે. ધાર્મિક કાર્યોમાં વ્યવધાન આવી શકે છે. તમારી ચંચળતા અને ખુલાપનથી બચવાનો પ્રયાસ કરો. પત્રકારો માટે આ સમય સારો સાબિત થઇ શકે છે, જો તમે ઓફીસમાં રાજકારણથી બચશો તો. નકારાત્મક પહેલું પર વધારે વિચાર કરવાથી મન ચિંતિત થશે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વુષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલામાં ગોચર કરતો રહેશે. જૂનના બીજા સપ્તાહ બાદ તુલા રાશિના જાતકોની સામે સારા પરિણામ આવવાની શરૂઆત થઇ જશે, કારણ કે 16 જૂન બાદ સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. સમાજમાં ઉપહાર અને સન્માન મળી શકે છે. સકારાત્મક વિચાર પ્રગતિનું સૂત્ર છે. કોઇ નવું કાર્ય કરવા માટે મન ચિંતશીલ રહેશે. ભાષામાં શુદ્ધતા આવશે, જેના કારણે પ્રતિષ્ઠિત લોકો સાથે મિત્રતા થશે. સરકારી કર્મચારીઓને વધુ લાભ થઇ શકે છે. વાહન, મકાન ખરીદવાની ઇચ્છા પૂર્ણ થશે. તમારી સામાજિક સંવેદનશીલતાના દૂરગામી પરિણામ હિતકર સાબિત થશે.

1 જુલાઇ અને 31 જુલાઇ

1 જુલાઇ અને 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુનમાં ગોચર કરશે અને ગુરુ કર્કમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. વ્યર્થની ભાગદોડમાં તમે વ્યસ્ત રહેશો. પરિવારમાં સુખદ વાતાવરણનો મહોલ રહેશે. અણધારી યાત્રા કરવી પડશે. કોઇ નવી વસ્તુ પ્રાપ્ત થઇ શકે છે. વિવાદિત કાર્યોમાં સફળતા મળવાન અણસાર છે. અંગત સંબંધોમાં મધુરતા અને સ્થાયિત્વ આવશે. ગૃહ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર સિવાય અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. ઑગસ્ટ મહિનો તુલા રાશિના જાતકો માટે અનેક પ્રકારના સુખ લઇને આવશે. તમારા મનમાં આશાવાદી વિચાર ઉત્પન્ન થશે. પરિવાર સાથે વિચાર-વિમર્શ કરવાની રણનીતિ તમારા માટે અને અન્ય સભ્યો માટે લાભકારી સાબિત થશે. મનોરંજનના નવા સાધન ઉપલ્બધ થશે. સામાજિક કાર્યોમાં તમારી ભાગીદારી રહેશે. તમારું વ્યક્તિત્વ નિખરશે, જેનાથી તમારી પ્રતિષ્ઠા અને કારકિર્દીને ચાર ચાંદ લાગી જશે. કોઇ ધાર્મિક ગુરુનું આગમન થશે. દુવિધા પૂર્ણ કાર્યોથી બચવાનો પ્રયાસ કરો. સકારાત્મક બિંદુઓ પર વિશેષ બલ આપવાની જરૂર છે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલામાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. દૈનિક કાર્યોમાં ભાર વધશે. કોઇ વિચારેલુ કાર્ય પૂર્ણ નહીં હોવાના કારણે મન થોડુક વિચલીત થશે. અનાવશ્યક ખર્ચનું ભારણ વધી શકે છે. વિરોધી માનસિક સમસ્યાઓ ઉભી કરી શકે છે. મામા પક્ષનો સહયોગ પ્રાપ્ત થશે. કેટલાક ઉદ્દેશ્યોની પૂર્તિ થશે જેનાથી મન પ્રસન્ન થશે. ઓફીસમાં સકારાત્મક વિચારથી જ સમસ્યાનું સમાધાન થઇ શકે છે. શૈયા સુખમાં થોડુક ઘટી શકે છે. કોઇ વિવાદને આગળ ના વધારો નહીંતર સંકટમાં મુકાઇ શકો છો.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુદ 17 ઓક્ટોબરે કન્યામા આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. પરિવારના સભ્યો સાથે માથાકૂટ થઇ શકે છે. મિત્રોનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. ગૃહોપયોગી વસ્તુઓની પ્રાપ્તિ થશે. સમાંતર લોકો સાથે મેલજોલ રહેશે. રાજકીય સક્રિયતા વધશે. તમારા જ લોકો સાથે વૈમનસ્ય થવાની આશંકા છે. ઘરના લોકોની આવન જાવન રહેશે. કોઇ વ્યક્તિ વિશેષથી લાભ થશે. મહિલાઓ સાથે રહેવામાં સતર્કતા રાખવી જરૂરી. વ્યયના લેખા બનાવા જરૂરી છે, નહીંતર ધનને લઇને હાય હાય થશે. યોજનાઓ પર શીઘ્ર જ કાર્ય પ્રારંભ કરવો પડશે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. તમા સામાજિક કાર્યોમાં ઘણા વ્યસ્ત રહેશો. કોઇ જૂના મિત્ર સાથે ભેટ થશે. પરોપકારના કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. તમને કેટલીક માનસિક સમસ્યાઓ પરેશાન કરશે. નવા કાર્યો પ્રત્યે ઉંડા વિચારની જરૂર પડશે. રાજકીય સંબંધોમાં મજબૂતી આવશે. જૂના કાર્યો પ્રત્યે રૂઝાન વધશે. શાસન વ્યવસ્થા પ્રત્યે મન ચિંતિત રહેશે. ઓફીસ કાર્યથી પરેશાન થઇ જશો. ધનિક લોકોના ઘરે આવવા જવાનું થશે. વાહનનો પ્રયોગ કરતી સમયે સાવધાની રાખો.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. ડિસેમ્બરનો મહિનો તુલા રાશિના જાતકો માટે સારો સાબિત થશે. રાજકીય પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન પ્રત્યે આશાવાદી વિચાર ઉત્પન્ન થશે. રોજમર્રાની વસ્તુઓની પૂર્તિ થશે. તમને તમારા જ લોકો સહયોગ કરશે. પ્રશાસનમાં ઉંડી પૈઠ બનશે. જીવિકાના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસ સાર્થક સાબિત થશે. જમીન સંબંધિત કોઇ લેણદેણ થઇ શકે છે. લાભેશ સૂર્ય ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, તેથી તમે તમારા પરિશ્રમના દમ પર કાર્યોમાં સફળતા મેળવશો. સૌંદર્યતા પ્રત્યે મન આકર્ષિત રહેશે. ભાગ્ય પક્ષમાં મજબૂતી આવશે અને જેનાથી તમારી નવી યોજનાઓ પ્રગતિશીલ તરફ અગ્રેસર થશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of libra. Varshphal 2013 of your zodiac sign will help you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.