મીનઃ નોકરી વ્યાપાર માટે સારું છે 2014નું વર્ષ

Posted By:
Subscribe to Oneindia News

મીન(દી,દુ,થ,ઝ,ત્ર,દે, દો,ચા,ચી): લખનઉના પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે વર્ષ 2014 મીન રાશિના જાતકોની અધુરી યોજનાઓ અને ઘરના અધુરા કાર્યો પૂર્ણ થશે. સાથે જ નોકરી અને વ્યાપારમાં પ્રગતિની પ્રબળ સંભાવનાઓ બની રહેશે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવી જશે. આ ગ્રહોની સ્થિતિના આધારે વર્ષની શરૂઆત ઘણી જ ધમાકેદાર રહેશે. અનેક કાર્યોમાં એક સાથે સફળતા મળશે. પરિવારમાં સુખદ વાતાવરણનો માહોલ રહેશે. અધુરી યોજનાઓ શીઘ્ર પૂર્ણ થઇ જશે. પત્નીને માથા સંબંધિત પીડા થવાની આશંકા છે.

વર્ષના મધ્યમાં સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. જેના લીધે કાર્યોના ભારણથી મન થોડુક અસ્થિર રહેશે. સાસરી પક્ષમાં તણાવ રહી શકે છે. ઓફિસના કાર્યોમાં અત્યાધિક વ્યસ્તતા બની રહેવાના કારણે પરિવારમાં તણાવ થઇ શકે છે.

વર્ષના અંતે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવી જશે. જે તમારા માટે વર્ષમાં સૌથી ઉત્તમ સમય હશે. શાનદાર પરિણામ લઇને આવશે. બૌદ્ધિક વિકાસ થશે. અભિષ્ટ કાર્યોમાં સિદ્ધિ થશે. કોઇ મહત્વપૂર્ણ પદની પ્રાપ્તિ થઇ શકે છે. ધર્મનું જ્ઞાન થશે. ધનનું આગમન થશે. તમારામાં એનર્જીની વૃદ્ધિ થશે, જેનાથી તમે સ્ફૂર્તિવાન અનુભવ કરશો. નોકરી અને વ્યાપારમાં શાનદાર પ્રગતિનો માહોલ બની રહેશે. કેટલાક લોકોને જોબમાં પ્રમોશન થઇ શકે છે. હવે જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર દરમિયાન 2014નું વાર્ષિક રાશિફળ તસવીરો થકી જોઇએ.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. જાન્યુઆરીનો મહિનો મીન રાશિના જાતકો માટે સફળતાપુર્વક સિદ્ધ થશે. પરિવારમાં સુખદ વાતાવરણનો માહોલ રહેશે. અધૂરી યોજનાઓ શીધ્ર પૂર્ણ થશે. મિત્રોથી થોડોક સહયોગ મળવાની સંભાવના જોવા મળી રહી છે. તમારું વ્યક્તિત્વમાં પહેલાની અપેક્ષા વધારે નિખાર આવશે. આ દરમિયાન તમે કંઇક એવુ કરવાનો પ્રયત્ન કરશો જેનાથી વિશ્વમાં તમારી મિશાલ કાયમ થાય. ભાગ્ય પક્ષ મજબૂત થશે, જેનાથી ફલસ્વરૂપ કોઇ કાર્યથી લાભ થઇ શકે છે. આયાત નિકાસના વ્યવસાય કરનારાઓને લાભ થશે. સંતાન પક્ષ તરફની ચિંતા ઓછી થશે. મકાન સંબંધિત કાર્યોમાં ચિંતા દૂર થશે. લેખન વિગેરેની સામગ્રીમાં ધન ખર્ચ થઇ શકે છે. જીવીકના કાર્યોમાં તમારા જ લોકો અડચણો ઉભી કરી શકે છે. મહિલાઓ અત્યાધિક ભાવુકતાથી બચો.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

સૂર્ય 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશમાં રહેશે. શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. તમે ક્રોધ પર નિયંત્રણ રાખો. સંતાનને જોબ મળવાના અણસાર છે. છાત્રોનું મન ઉદાસ રહેશે. ભૌતિક વસ્તુઓનો તમને આનંદ મળશે. વ્યયની અપેક્ષા આવક વધારે થશે. પરિવારમાં સુકૂન મળશે. સંતાનનું સુખ અને સહયોગ મળશે. સમ્માનમાં વૃદ્ધિ થશે. વાહનથી સાવધાની રાખો અન્યથા કોઇ દુર્ઘટના ઘટવાની આશંકા છે. શોધકર્તા છાત્રોની માનસિક સમસ્યાઓ વધી શકે છે. વ્યવસાયમાં અધિક રોકાણ કરવું પડશે. સરકારી કાર્યોમાં અડચણો આવશે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. વ્યાપારિક યોજનાઓ સફળ થશે. ભાગ્ય પક્ષ મજબૂત રહેશે. સામાજિક કાર્યોમાં માન સન્માન મળશે. નવી વ્યક્તિઓ સાથે ઓળખ થશે. હરવા ફરવાનો યોગ બની રહે છે. અજાણતા લોકો પાસેથી કોઇ વસ્તુ ના લો. નાના બાળકોનું અત્યાધિક ધ્યાન રાખો નહીંતર પગમાં ઇજા પહોંચી શકે છે. અત્યાધિક ક્રોધમાં આવીને નિર્ણય ના લો અન્યથા બાદમાં પસ્તાવું પડશે. નવયુવક વિવાદોથી દૂર રહે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ભગવાન પ્રત્યે વિશેષ આસ્થા બની રહેશે. તમે કોઇ મીટિંગમાં વ્યસ્ત રહેશો. તથા કેટલીક જવાબદારી વધશે. કોઇ પણ કાર્ય અધૂરુ ના છોડો. ઠંડી વસ્તુઓનું અત્યાધિક સેવન ના કરો નહીંતર માથાનો દુખાવો થશે. કોઇપણ નિર્ણય ઉતાવળમાં ના કરો. પરિવારની જરૂરિયાતોની પૂર્તિ થશે અને તમામ લોકો એકબીજામાં સહભાગિતાનો અનુભવ કરશે. વિરોધીઓ સાવધાન રહે અન્યથા કોઇ ષડયંત્રમાં તમે ફસાઇ શકો છો. કોઇ આધ્યાત્મિક વ્યક્તિથી વિચાર વિમર્શ થશે. છાત્રોને હરવા ફરવાની તક મળશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરશે. બુધ પણ 5 મેમાં સૂર્ય સાથે આવશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવશે. ઘરેલુ કાર્યોમાં બેજવાબદારી ના રાખો. કોઇ સંગોષ્ઠીમાં ભાગ લેવાની તક મળશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં રણનીતિ અવશ્ય બનાવી લો. વિપરિત લિંગ પ્રતિ આકર્ષણ બની રહેશે. સંતાનના કાર્યોમાં પ્રગતિશીલતા થવાથી મન પ્રસન્ન રહેશે. અંગત સંબંધોમાં મધુરતા આવશે. સાસરી અથવા મામા પક્ષથી સહયોગ મળી શકે છે. ધૈર્ય અને સાહસ તમારી સફળતાંની ચાવી છે. કોઇ એવા કાર્ય થશે, જેનાથી માનસિક શાંતિ મળશે. કોઇ કાર્યને લઇને વ્યર્થ ભાગદોડ કરવી પડશે. વાણીમાં સંતુલન બનાવી રાખવાથી આત્મવિશ્વાસ વધશે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. શનિ તુલામાં જ ગોચર કરતો રહેશે. તમારી સમક્ષ કેટલાક મોટા પડકારો આવી શકે છે. સંઘર્ષ બાદ સફળતા મળશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. સ્વભાવમાં શાલીનતા બનાવી રાખો. ઇશ્વર પ્રત્યે વિશેષ આસ્થા રહેશે. છાત્ર અધ્યયનમાં સક્રિયતા બનાવી રાખો. ઘરના મુખિયાને થોડીક ચિંતા રહેશે. યાત્રાનો માર્ગ અત્યંત સરળ અને રોમાંચપૂર્ણ રહેશે. રાહદારીઓ સાથે માથાકૂટ ના કરો નહીંતર માનસિક તણાવ રહી શકે છે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. તમારા હિત માટે બીજાનું અહિત ના કરો. સામાજિક માન સન્માનમાં વૃદ્ધિ થશે. મન આધ્યાત્મિક ચિંતન તરફ આગળ વધશે. કેટલાક લોકોને અચાનક યાત્રા કરવી પડશે. સંબંધીઓનું આવવા જવાનું ચાલુ રહેશે. મિત્રો સાથે પરસ્પર પ્રેમ વધશે. સંતાનની આવશ્યક્તાઓ પર અત્યાધિક વ્યય થશે. તમને એક સોનેરી તક મળી શકે છે, પરંતુ અતીતમાં જે થયું છે, તેને ભુલવાનો પ્રયાસ કરો. કાર્ય કરતી વખતે દિલ અને દિમાગનું સંતુલન જાળવી રાખો. શિક્ષાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસ સાર્થક સિદ્ધ થશે. માતૃ ભૂમિની યાદ આવશે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટથી સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનું પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. કાર્યોના ભારણથી મન થોડુક અસ્થિર રહેશે. જરૂરી આવશ્યક્તાઓમાં ધન વ્યય થશે. પરિવારનું સુખ અને સહયોગ મળશે. માતા અને પિતાનું સ્વાસ્થ્ય સારુ રહેશે. સાસરી પક્ષથી તણાવ રહી શકે છે. ઓફીસના કાર્યોમાં અત્યાધિક વ્યસ્તતા બની રહેવાના કારણે પરિવારમાં તણાવ રહી શકે છે. વાહન સવારીનો ભરપૂર આનંદ મળશે. સંતાનનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. જીવિકાના ક્ષેત્રમાં આશાતીત સફળતા મળશે. ભૌતિક સંસાધનોમાં વૃદ્ધિ થશે. કાર્ય યોજનાઓમાં અડચણો આવી શકે છે. શાસન સત્તાનો સહયોગ મળશે. છાત્રોને અભ્યાસમાં મન લાગશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવો નહીંતર સંબંધો બગડશે. કોઇ મુલ્યવાન વસ્તુ મળી શકે છે. ભાઇઓથી અલગ થવાની સંભાવના છે. ઘર ગૃહસ્થીના કાર્યોમાં નિષ્કાળજી ના કરો. છાત્રોને ઇન્ટર્વ્યુમાં સફળતાં મળશે. કેટલાક લોકોને ભૌતિક સુખોની પ્રાપ્તી થશે. ગેરકાયદે કાર્યોથી દૂર રહો. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. કેટલાક લોકોને સ્થાન પરિવર્તન કરવું પડશે. ઓફિસના કાર્યોથી યાત્રા કરવી પડી શકે છે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. પિતૃ કારક સૂર્ય શનિ અને રાહુ સાથે સંગ્રસ્ત થવાથી પિતા સાથે તણાવ થવાની આશંકા જોવા મળી રહી છે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરેલુ સુખ અને શાંતિમાં કેટલાક ગતિરોધ બની રહેશે. છાત્રોને વાદ વિવાદમાં સફળતા મળશે. કોઇપણ નિર્ણય લો તેમાં દ્રઢતા અનિવાર્ય છે. મનમાં ધાર્મિક કાર્ય કરવાની ઇચ્છા થશે. સંપત્તિ વિગેરેમાં ભાગ પડવાની સ્થિતિ આવી શકે છે. નવા સંસાધનોમાં વૃદ્ધિ થશે. કોઇ કાર્યને લઇને અસમંજસની સ્થિતિ બની રહેશે. મિત્રોને કરવામાં આવેલી અપેક્ષા પૂર્ણ ના હોવાથી મન ખિન્ન રહેશે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. 17 નવેમ્બર બાદ સૂર્ય પોતાના ભાગ્ય ભાવમાં ગોચર કરવાનું શરૂ કરશે. આ સમયે ભાગ્ય તમારો ભરપૂર સાથ આપશે. તમે તમારી કમાણી કોઇ વ્યક્તિને ઉધાર ના આપો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. પ્રશાસનિક લોકોને કોઇ મહત્વપૂર્ણ પદ મળી શકે છે. વિભિન્ન પ્રકારના સંકટ તમારી સમક્ષ આવશે, પરંતુ તેનો હલ તમારી પાસે પહેલાથી જ હશે. ભ્રષ્ટાચાર સામે તમે વિરોધ કરી શકો છો.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય 17 ડિસેમ્બરે તમારા દશમ ભાવમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. કોઇ મહત્વપૂર્ણ પદની પ્રાપ્તિ થઇ શકે છે. બૌદ્ધિક કૌશલથી બાધાઓમાં થોડીક કમી આવશે. ભોજન અને શયનમાં થોડીક અડચણો આવી શકે છે. ધર્મમાં જ્ઞાન થશે. સામાજિક કાર્યોમાં તમે ભાગ લેશો. અનુરાગ અને યશમાં સફળતા મળી શકે છે. પ્રિયજનોથી મધુર સંબંધો બનશે. આર્થિક પક્ષ ધનનું આગમન થશે. કેટલાક લોકોને પોલીસના મામલામાં ધનનો વ્યય થઇ શકે છે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of aquarius. Varshphal 2013 of your zodiac sign will help you.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.