જાન્યુઆરીમાં થનારા સૂર્યગ્રહણનો આ રાશિઓ પર પડશે સૌથી વધુ પ્રભાવ

સૂર્ય ગ્રહણ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થવાનું છે અને તેની અસર 12 રાશિ પર જોવા મળશે. આ આંશિક સૂર્ય ગ્રહણ પછી પણ, આ વર્ષે ચાર ગ્રહણ આવશે, જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ હશે.

સૂર્ય ગ્રહણ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થવાનું છે અને તેની અસર 12 રાશિ પર જોવા મળશે. આ આંશિક સૂર્ય ગ્રહણ પછી પણ, આ વર્ષે ચાર ગ્રહણ આવશે, જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ હશે.

વર્ષની પ્રથમ આકાશી ઘટના મકર રાશિમાં થશે અને આ ચાઇના, કોરિયા, જાપાન, ઉત્તર પેસિફિક મહાસાગર અને અલાસ્કામાં જેવા કેટલાક સ્થળો પરથી જોઈ શકાશે. આ ગ્રહણ 6 જાન્યુઆરીએ સાંજે 4 વાગી 8 મિનિટ થી શરુ થઇ સવારના 9 વાગી 18 મિનિટ સુધી રહેશે. આ લેખ દ્વારા જાણો કે 6 જાન્યુઆરીના રોજ થનારા આંશિક સૂર્ય ગ્રહણ થી કઈ રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થશે.

આ પણ વાંચો: Lunar Eclipse 2019: વર્ષ 2019 માં આવશે બે ચંદ્રગ્રહણ

મેષ

મેષ

તમારા નેતૃત્વ કરવાના ગુણને લીધે, તમને ઘણી જવાબદારીઓ મળી જાય છે અને હકીકત એ છે કે તે તમને આવું કરવાનું ગમે છે. આ સૂર્યગ્રહણ તમારા માટે હકારાત્મક બનશે. તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળવાની છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે બધા કામ કરવા માટે પોતાની સહમતી નથી આપવાની. તમારે માત્ર એવા કાર્યોની જવાબદારી લેવી જોઈએ જે તમને ભવિષ્યમાં તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઘણા બધા કામ હાથમાં આવતા હોવાથી તમે યોગ્ય અને મહત્વપૂર્ણ વસ્તુઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો.

કર્ક

કર્ક

ગ્રહણને કારણે લગભગ દરેક રાશિ પર કંઈકને કંઈક અસર થશે. આ રાશિની કોઈ વ્યક્તિ જો કોઈપણ ભાગીદારીના કાર્યમાં સંકળાયેલી હોય તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે આ સમય ખૂબ સંઘર્ષપૂર્ણ રહેશે. જો કે, જો તમે ઠંડા મગજથી કામ કરશો, તો તમે આ મુશ્કેલ સમયનો સામનો કરી શકશો. ઉપરાંત, તમે સમસ્યાના મૂળ સુધી પહોંચીને સમસ્યાને પણ હલ કરી શકો છો. તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં તમારે લોકો સાથે વ્યવહાર કરવો પડે છે, તેથી તમારે નમ્ર અને સમજદાર વ્યક્તિની જેમ વર્તવું જરૂરી છે.

તુલા

તુલા

એવો સમય આવી ગયો છે કે તમારે તમારા મૂલ્યો અને નૈતિકતા વિશે ફરીથી વિચારવું જોઈએ. આ સમય દરમિયાન તમને તમારા અસ્તિત્વ પર શંકા થવા લાગશે. તમે તમારા વ્યક્તિત્વ વિશે શંકામાં રહેશો કે તમારી કઈ ખૂબી તમારી માટે સૌથી મહત્વપૂર્ણ છે. તમારે તમારા માટે અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ધારણાને સ્વીકારવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. તમે તમારા માટે શું અનુભવો છો તેની પર વિશ્વાસ કરો.

મકર

મકર

આ ગ્રહણ મકર રાશિમાં જ થશે. એટલા માટે આ સમય દરમ્યાન તમે તમારામાં ઉચ્ચ ઊર્જાનો પ્રવાહ અનુભવશો. તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો. ફક્ત આ જ નહીં, તમે તમારા યોગ્ય નિર્ણયોના કારણે લોકો પર હકારાત્મક છાપ છોડશો. તમારામાં ગઝબનો આત્મવિશ્વાસ રહેશે. ફક્ત તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે બોલતા હોવ ત્યારે શબ્દોની યોગ્ય પસંદગી કરી હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X