Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રાશિઓ સંબંધમાં ના સહન કરી શકતી નથી

સંબંધોમાં દુઃખ મળવું સામાન્ય છે. પરંતુ આ દુઃખ ક્યાં સુધી રહેશે એ વ્યક્તિ પર આધાર રાખે છે. કેટલાક લોકો એવા હોય છે કે જે સંબંધના લીધે થતી તકલીફને સહન કરી શકતા નથી અને તેની અસર લાંબા સમય સુધી રહે છે.

સંબંધોમાં દુઃખ મળવું સામાન્ય છે. પરંતુ આ દુઃખ ક્યાં સુધી રહેશે એ વ્યક્તિ પર આધાર રાખે છે. કેટલાક લોકો એવા હોય છે કે જે સંબંધના લીધે થતી તકલીફને સહન કરી શકતા નથી અને તેની અસર લાંબા સમય સુધી રહે છે. કેટલાક લોકોમાં તેમના પાર્ટનર દ્વારા ઇગ્નોર અને રિજેક્ટ કરી દેવાનો ડર બની રહે છે.

જ્યોતિષવિદ્યાની મદદથી તમે જાણી શકો છો કે એવી કઈ રાશિઓ છે જે પ્રેમમાં ના સાંભળવાથી ડરે છે. ચેક કરો આ લિસ્ટ.

આ પણ વાંચો: મોબાઈલ નંબર પણ ખોલી શકે છે તમારી પર્સનાલિટીનું રહસ્ય

મેષ

મેષ

દરેક વ્યક્તિને લાગે છે કે આ રાશિના લોકો ખૂબ જ મજબૂત હોય છે અને જલ્દી ભાવુક થતા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ તેમનો મજબૂત પક્ષ જ લોકોની સામે રાખે છે. દુઃખ મળવાનો ડર જ તેમને આ બધું કરાવે છે. તેઓ તેમના દિલને એટલું બધું શામેલ કરી લે છે કે સહેજ દુઃખ પણ તેમને ભારે લાગે છે અને તેનો ડર જ તેમને નર્વસ બનાવી દે છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો ઘણી વખત રહસ્યમયી લાગે છે કારણ કે તેઓ ખૂબ જ ઓછી વાત કરે છે. પરંતુ કદાચ તમને આ વાત ખબર નહિ હોય કે તેમની અંદર લાગણીઓ, વિચારોની દુનિયા અને મગજમાં ઘણા પ્રકારના વિચારો ફરતા હોય છે. મિથુન રાશિના લોકો પીડા અને ઇન્કારથી ઉબરવા માટે સંબંધ જ સમાપ્ત કરી દે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકો ખૂબ આત્મવિશ્વાસી લાગે છે, અને સિંહ રાશિના લોકો એવા હોય પણ છે. જ્યારે લોકો તેમને સ્વીકારે છે ત્યારે તેમનો વિશ્વાસ વધતો રહે છે. પરંતુ જ્યારે તેમને નિષ્ફળતા મળે છે, ત્યારે તેઓ ખૂબ દુઃખી થાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોનું વર્તન બધું નિયંત્રિત કરીને રાખનારુ હોય છે. તેઓ શરૂઆતથી દરેક વસ્તુ ઉપર નિયંત્રણ કરવાનું શરૂ કરે છે. તેઓ સંબંધમાં આવે ત્યારે પણ, તેઓનું આ વલણ હોય છે. તેઓ પ્રયાસ કરે છે કે તેમનો પાર્ટનર તેમને દુઃખ ન પહોંચાડે. પરંતુ તેઓ હંમેશાં રિજેક્શનના ભયથી ઘેરાયેલા રહે છે.

ધનુ

ધનુ

ધનુ રાશિ લોકો બીજા પર વિશ્વાસ કરે છે અને રિજેક્શન મળ્યા પછી સબક લે છે. હવે તેઓએ જાણી લીધું છે કે લોકો દુ: ખી કરે છે, અને આ કારણોસર તેઓ ફરીથી રિજેક્શન મળવાથી ડરે છે. એવું નથી કે તેઓ ફરીથી વિશ્વાસ કરતા નથી, ફરીથી એકવાર તે દુઃખ સહન કરવાની પરિસ્થિતિમાંથી પોતાને બચાવી લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X