10 કોમ્પેક્ટ એસયુવી જેને છે જરૂર ભારતમાં લોન્ચ કરવાની
છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હોય કે વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટર બન્નેમાં કોમ્પેક્ટ એસયુવીએ પોતાની એક ખાસ જગા બનાવી છે. લોકોને તેનો દેખાવ, પરફોર્મન્સ ઘણા જ પસંદ આવ્યા છે અને તેના જ કારણે ભારતમાં આ કોમ્પેક્ટ એસયુવી અન્ય એસયુવીએ સારી એવી ટક્કર આપી રહી છે.
તેમ છતાં કેટલીક એવી એસયુવી પણ છેકે જેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી અને તેને ભારતીય ઓટો બજારમાં લોન્ચ કરવાની જરૂર છે, જો આ એસયુવીને ભારતીય બજારમાં લોન્ચ કરી દેવામાં આવે તો ભારતમાં જે પ્રકારે કોમ્પેક્ટ એસયુવીનું વેચાણ અને લોકપ્રિયતા વધી રહી છે, તેને ચોક્કસપણે વેગ મળશે, તેમજ કોમ્પેક્ટ એસયુવી ખરીદનારાઓને એક લાંબી યાદી અને પસંદગી માટે અવકાશો મળી રહેશે. આજે અમે અહીં એવી જ કેટલીક કોમ્પેક્ટ એસયુવી અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી પરંતુ તેને ભારતમાં લોન્ચ કરવામાં આવે તે જરૂર છે, તો ચાલો એ કોમ્પેક્ટ એસયુવીને તસવીરો થકી નિહાળીએ.
આ પણ વાંચોઃ- હીરોની બાઇક્સ અને સ્કૂટર્સને મળશે ‘BMW' ટચ
આ પણ વાંચોઃ- જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ હાઇ પરફોર્મન્સ કાર, કિંમત 15 લાખની અંદર

શેવરોલે ટ્રેક્સ
જનરલ મોટર્સ ભારતમાં પોતાની કિસ્તમ હેચબેક, સેડાન અને એમયુવી થકી અજમાવી રહી છે, પરંતુ તે ભારતમાં પોતાની કોમ્પેક્ટ એસયુવી ઉતારી રહી નથી, પરંતુ શેવરોલેની ટ્રેક્સ કોમ્પેક્ટ એસયુવી 4.24 મીટર લાંબી છે અને તે ભારતીય ટેસ્ટ અનુસાર આઇડીયલ માનવામાં આવી રહી છે. જોકે આ કંપની તેને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં જણાતી નથી, તેના સ્થાને કંપની અદ્રા નામની કારને લોન્ચ કરવાનું વિચારી રહી છે, જેની લંબાઇ 4 મીટર છે.

હોન્ડા વેઝલ
આ કોમ્પેક્ટ એસયુવીને ગયા વર્ષે ટોકિયો મોટર શોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કારને ભારતમાં લોન્ચ કરવામાં કંપનીને થોડીક મુશ્કેલીઓ નડી રહી છે, તેને ભારતમાં બનાવી શકાય તેમ નથી અને જો બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે તો તેની કિંમત વધી શકે છે. તેમ છતાં બ્રાયો પ્લેટફોર્મ પર આ ક્રોસઓવરને ડેવલોપ કરવામાં આવી રહી છે.

હુન્ડાઇ આઇએક્સ 25
એવી આશા રાખવામાં આવી રહી છેકે હુન્ડાઇ કાર નિર્માતા કંપની પોતાની આ કોમ્પેક્ટ એસયુવીને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે અને બધુ જ યોજનાબદ્ધ રીતે થયું તો આગામી વર્ષે આ એસયુવીને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. તેમ છતાં કંપની આ વાતને લઇને સુનિશ્ચિત નથી કે તેને લોન્ચ કરવી કે નહીં.

જીપ રેનેગડે
આ એસયુવીને આ વર્ષે જીનેવા મોટર શોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ જીપની એન્ટ્રી લેવલની એસયુવી છે, જેને યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. જીપ દ્વારા ભારતમાં પણ પોતાની કેટલીક પ્રોડક્ટ્સને લોન્ચ કરવાની તૈયારીમાં છે, પરંતુ તેમની ગુડ લિસ્ટમાં આ એસયુવીનું નામ જોવા મળ્યું નથી.

ફિયાટ પાંડા ક્રોસ
ફિયાટની પાંડા ક્રોસને પોતાની હેચબેક કાર પાંડા પ્રમાણે જ બનાવવામાં આવી છે, આ એસયુવીમાં એડબલ્યુડી લેઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ કારને ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં તે હજુ જાણી શકાયું નથી કારણ કે કંપની દ્વારા આ કારને લઇને કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં આશા રાખવામાં આવી રહી છેકે કંપની દ્વારા આ એસયુવીને ભારતમાં લોન્ચ કરવામાં આવે.

સેસંગયોંગ કોરાન્ડો
આ કારને સંપૂર્ણપણે નવો લૂક આપવામાં આવ્યો છે, અને મહિન્દ્રા આ કારને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જો કંપની આ બ્રાન્ડની કારને ભારતમાં લોન્ચ કરશે તો તેની સીધી ફાઇટ મહિન્દ્રાની જ સ્કોર્પિયો અથવા તો એક્સયુવી 500 સાથે થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

નિસાન જૂક
નિસાનની આ કોમ્પેક્ટ એસયુવી દેખાવે ઘણી જ આધુનિક અને સારી લાગે છે. તેમજ તેની લંબાઇ રેનોની ડસ્ટર કરતા ઓછી છે, તેથી જે પ્રકારે ડસ્ટરે ભારતમાં ધૂમ મચાવી તેવી જ રીતે આ કાર પણ પોતાના દેખાવ અને પરફોર્મન્સ થકી ભારતમાં ધૂમ મચાવી શકે છે, આ કારને યુરોપમાં લોન્ચ કરવામાં આવે છે, જોકે ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં તે હજુ સુધી બહાર આવ્યું નથી.

પીજોટ 2008
સામાન્ય રીતે પીજોટની એક પણ પ્રોડક્ટ ભારતમાં વેચાતી નથી. આ ફ્રેન્ચ કાર નિર્માતા કંપનીની પીજોટ 2008 ચાલુ વર્ષના પહેલા હાફમાં સારી એવી વેચાઇ હતી, તેના 95 હજારની આસપાસ યુનિટ વેચાયા હતા. આ કાર યુરોપમાં સારી ધૂમ મચાવી રહી છે, પરંતુ ભારતમાં આવે તેવા એકપણ અણસાર જોવા મળતા નથી.

રેનો કેપ્ચર
રેનો દ્વારા ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી આ વધુ એક દમદાર કાર છે, જેણે શાનદાર પ્રદર્શન કર્યું છે, રેનો દ્વારા આ કારને ભારતમાં લોન્ચ કરવાની હાલ કોઇ યોજના નથી, કારણ કે હાલ ભારતમાં કંપનીની ડસ્ટર ધૂમ મચાવી રહી છે. તેમ છતાં શક્યતાઓ છે કંપની દ્વારા આગામી વર્ષોમાં આ કોમ્પેક્ટ એસયુવીને ભારતમાં લોન્ચ કરશે.

ટોયોટા રશ
વિશ્વની નંબર વન કાર નિર્માતા કંપની ભારતમાં પોતાની આ કારને લોન્ચ કરવા માટે ઉત્સુક જણાતી નથી. તેમ છતાં જો કંપની દ્વારા આ કારને ભારતમાં લોન્ચ કરવામાં આવે તો ભારતમાં પણ કંપની રશ કોમ્પેક્ટ એસયુવી થકી ધૂમ મચાવી શકે છે અને અહીંના એક બ્હોળા માર્કેટને કવર કરી શકે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
