For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હીરોની બાઇક્સ અને સ્કૂટર્સને મળશે ‘BMW’ ટચ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાની વૈભવતા અને સારી ડિઝાઇન માટે જાણીતી જર્મન કાર નિર્માતા કંપની બીએમડબલ્યુનો ટચ હવે ભારતીય ટૂ વ્હીલર્સ નિર્માતા કંપની હીરોને મળવાનો છે. બીએમડબલ્યુમાં આરએન્ડડી, પ્રોડક્શન અને સ્ટ્રેટેજી ડિવિઝનમાં વરિષ્ઠ પદે રહેલા માર્કસ બ્રૉન્સ્પેર્જરને હીરોએ પોતાના આરએન્ડડી ડિવિઝનના હેડ તરીકે નિયુક્ત કર્યા છે.

હોન્ડા સાથેની લાંબી ભાગીદારી બાદ અલગ પડેલી હીરો મોટોકોર્પને મુંજલ પરિવાર સંભાળી રહ્યો છે. તેમણે બીએમડબલ્યુના ટોપ ઓટોમોબાઇલ ડિઝાઇનરને પોતાના આરએન્ડડી ડિવિઝનના હેડ તરીકે નિયુક્ત કર્યા છે.

હીરો કંપનીને એવી આશા છેકે, જે પ્રકારે માર્કસે બીએમડબલ્યુમાં અનેક શ્રેષ્ઠ મોડલ્સની ડિઝાઇન બનાવીને તેને લોકપ્રીય બનાવ્યા છે, તેવી જ રીતે તેઓ હીરોના મોડલ્સની લોકપ્રિયતાના વધારો કરશે. તો ચાલો માર્કસ બ્રૉન્સ્પેર્જર અને હીરોની આગામી યોજના અંગે તસવીરો થકી વધુ જાણીએ.

આ પણ વાંચોઃ- વિરોધીઓને પછાડવા ટોયોટા લાવી રહી છે નવી ઇનોવા
આ પણ વાંચોઃ- સેલિંગના ટ્રેક પર સ્પેલન્ડર થયુ સ્લિપ, એક્ટિવાએ પકડી રફતાર
આ પણ વાંચોઃ- જુલાઇમાં આ ટોપ 20 કાર પર લોકોએ ઉતારી પસંદગી

બીએમડબલ્યુમાં 25 વર્ષ સુધી કર્યું કામ

બીએમડબલ્યુમાં 25 વર્ષ સુધી કર્યું કામ

51 વર્ષીય માર્કસે બીએમડબલ્યુમાં 25 વર્ષ સુધી સફળતાપૂર્વક કામ કર્યું છે, તેમના દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન કંપનીની ફ્લેગશિપ સેડાન 5/6/7 સીરિઝ, એસયુવી એક્સ 3, એક્સ 5 અને એક્સ 7માં જોવા મળે છે, તેમજ તેઓ બીએમડબલ્યુના ટૂ વ્હીલર ડિવિઝન મોટર્ડના આરએન્ડડી વિભાગના ઇન્ચાર્જ હતા.

હીરોના 600 એન્જીનીયર્સ સાથે કરશે કામ

હીરોના 600 એન્જીનીયર્સ સાથે કરશે કામ

હીરો મોટોકર્પમાં હેડ તરીકે નિયુક્ત થયા બાદ તેઓ કુકસ ખાતે તૈયાર 500 કરોડના આરએન્ડડી સેન્ટર ખાતે 600 જેટલા એન્જીનીયર્સ સાથે હીરોની આગામી પ્રોડક્ટ્સ પર કામ કરશે.

ઓક્ટોબરમાં હીરો સાથે જોડાશે

ઓક્ટોબરમાં હીરો સાથે જોડાશે

માર્કસ આગામી ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં હીરો કંપનીમાં પોતાનો ચાર્જ સંભાળી લેશે. તેઓ હીરોના તમામ ટેક્નોલોજી પાર્ટનર્સને દિશા આપશે, જેમાં યુએસની ઇબીઆ, ઇટલીના એન્જીનીયર્સ અને ઓસ્ટ્રિયાની એવીએલ છે.

હીરો મોટોકોર્પના પ્રોજેક્ટ્સ

હીરો મોટોકોર્પના પ્રોજેક્ટ્સ

હીરો દ્વારા ત્રણ એન્જીન બનાવવામાં આવે છે, જે તેની નવી પ્રોડક્ટ્સ 100 સીસી, 110 સીસી અને 250 સીસી એન્જીનમાં ફીટ કરવામાં આવશે. 250 સીસી એન્જીન નવી હીરો એચએક્સ 250આરમાં જોવા મળશે, જે આ નાણાકીય વર્ષમાં ભારતમાં રજૂ કરી દેવામાં આવશે. 100 સીસી અને 110 સીસી એન્જીનને નવી કમ્યુટર બાઇકમાં ફીટ કરવામાં આવશે જે ફ્યુઅલ એફિસિન્સી ધરાવતી હશે.

English summary
Hero MotoCorp appoints BMW’s senior designer as R&D head
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X