• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની ટોપ 10 સૌથી મોંઘી કાર્સ

|

વૈભવી કાર એ આપણી પ્રતિષ્ઠા અને રૂતબાને વધુ પ્રબળ બનાવી દે છે. ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક કંપનીઓ દ્વારા આવી વૈભવી કારનું નિર્માણ કરવામાં આવે છે. તો કેટલીક વૈભવી કાર એવી પણ છેકે જેને ખાસ એક્સપોર્ટ કરીને ભારતમાં લાવવામાં આવે છે. જે આપણે ઉદ્ધોગપતિઓ, બૉલીવુડ સેલિબ્રિટીઝ કે પછી ક્રિકેટ અથવા અન્ય ખેલ સાથે સંકળાયેલ સેલિબ્રિટીઝ પાસે જોઇએ છે.

જ્યારે પણ આ સ્પોર્ટી લુક, ક્લાસિક લુકની કાર્સને વૈભવી સુવિધાઓ સાથે જોઇએ છીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન તુરંત ઉદ્ભવતો હશે કે આ કારની કિંમત કેટલી હશે. જોકે આ કારની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે. મર્સીડિઝ અને ફેરારી દ્વારા બનાવવામાં આવતી વૈભવી કાર્સ કરતા આ કારની કિંમત વધારે હોય છે. બુગાટી, રોલ્સ રોય્સ જેવી કંપનીઓ તો અમુક ગણ્યાં ગાઠ્યાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જ પોતાની આ રોયલ અને વૈભવી કારનું વેચાણ કરતી હોય છે, આજે અમે અહીં એવી જ ટોપ ટેન વૈભવી કાર અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ. જેની કિંમત વાંચીને તમે પણ કહેશો કે ઓહોહો આટલી બધી કિંમત.

એસ્ટોન માર્ટિન વન 77

એસ્ટોન માર્ટિન વન 77

કિંમત: 20 કરોડ રૂપિયા

એસ્ટોન માર્ટિન વન 77એ અનેક પોતાની ડિઝાઇનને લઇને અનેક એવોર્ડ જીત્યા છે. તેમાં 7.3 લિટર વી12 એન્જીન આપવામાં આવ્યું છે, જે 750 બીએચપી અને 750 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. તેમજ આ કારની ટોપ સ્પીડ 354.067 કિ.મી પ્રતિ કલાક છે. ઓક્ટોબર 2010થી લઇને અત્યારસુધીમાં 77 જેટલા યુનિટનું વેચાણ થયા બાદ આ કારનું નામ વન 77 રાખવામાં આવ્યું છે.

બુગાટી વેયરોન ગ્રાન્ડ સ્પોર્ટ

બુગાટી વેયરોન ગ્રાન્ડ સ્પોર્ટ

કિંમત: 16 કરોડ રૂપિયા

આ એક યુનિક કાર છે. આ કાર 1920ની એટ્ટોર બુગાટીની ગ્રાન્ડ સ્પોર્ટ્સનું ટેક્નોલોજીકલ અને એસ્થેટિક ઉદાહરણ છે.

Koenigsegg Agera R

Koenigsegg Agera R

કિંમત: 12.5 કરોડ રૂપિયા

કોએનીગ્સેગ્ગએ એક સ્વિડીશ કાર નિર્માતા કંપની છે, અને આર વેરિએન્ટએ આગેરાની સ્પેશિયલ એડિશન છે. જેમાં 5.0 એલ વી8 ટ્વિન ટર્બોચાર્જ્ડ એન્જીન છે, જે 1100 બીએચબી પ્રોડ્યુસ કરે છે, જેમાં સેવન સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન છે. આ કાર 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ 2.9 સેકન્ડમાં પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 420 કિ.મી પ્રતિ કલાક છે.

એસ્ટોન માર્ટિન વી12 ઝગાટો

એસ્ટોન માર્ટિન વી12 ઝગાટો

કિંમત: 6.5 કરોડ રૂપિયા

એસ્ટોન માર્ટિન દ્વારા બનાવવામાં આવેલી આ એક રેસિંગ કોન્સેપ્ટ કારનું હોમોલોગેટેડ વર્ઝન છે. એસ્ટોન માર્ટિન ડીબી4 જીટી ઝગાટોની 50 વર્ષની ભાગીદારીની ઉજવણીના ભાગરૂપે આ મોડલ બનાવવામાં આવ્યું હતું. આ કારમાં 6.0એલ વી12 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 510 બીએચપી અને 570 એનનો ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

મેબેક 62 એસ

મેબેક 62 એસ

કિંમતઃ 5.10 કરોડ રૂપિયા

આ એક સ્પેશિયલ એડિશન કાર છે. તેના નામ પાછળનું રહસ્ય તેની 6.2 મિટરની લેન્થ છે અને આ કારને ભારતની સૌથી વૈભવી અને મોંઘી કાર્સમાની એક માનવામાં આવે છે.

ગમ્પર્ટ એપોલો

ગમ્પર્ટ એપોલો

કિંમત: 5 કરોડ રૂપિયા

આ કારમાં 4.2 એલ ટ્વિન ટર્બોચાર્જ્ડ વી8 એન્જીન છે, આ કારને એલ્ટનબર્ગ, જર્મની દ્વારા બનાવવામાં આવી છે.

• ટોપ સ્પીડ 360.4 કિ.મી પ્રતિ કલાક

• 0-100 કિ.મી પ્રતિ કલાક 3.1 સેકન્ડ

• 0-200 કિ.મી પ્રતિ કલાક 9.1 સેકન્ડ

• બેઝ વર્ઝન અંદાજે 641 બીએચપી

• સ્પોર્ટ વર્ઝન અંદાજે 690 બીએચી

• રેસ વર્ઝન અંદાજે 789 બીએચપી

1967 મુસ્તાંગ શેલબી કોબ્રા જીટી500 એલીનર

1967 મુસ્તાંગ શેલબી કોબ્રા જીટી500 એલીનર

કિંમતઃ પ્રાઇસલેસ

1967 મુસ્તાંગ શેલબી કોબ્રા જીટી500 એલીનરને ચલાવવી એક પેશન સમાન છે. આ કારમાં 5 સ્પીડ હાઇડ્રોલિક ઓપરેટેડ ક્લચ ટ્રાન્સમિશન છે અને આ કાર 485 હોર્સપાવર અને 498 ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

રોલ્સ રોય્સ ડ્રોપહેડ

રોલ્સ રોય્સ ડ્રોપહેડ

કિંમત: 4.20 કરોડ રૂપિયા

રોલ્સ રોય્સ નામ સાંભળતાની સાથે જ આપણને વૈભવતાનો અહેસાસ થવા લાગે છે. આ કાર જેવા તેવા લોકો પાસે જોવા પણ મળતી નથી. આ બ્રિટિશની આ કંપની દ્વારા માત્ર અમુક ખાસ લોકોને જ પોતાની કાર આપવામાં આવે છે, જેથી તેમનો રોયલ અંદાજ જળવાઈ રહે અને આપણને આ કાર ભાગ્યેજ રસ્તા પર અન્ય વૈભવી કારની જેમ વિહરતી જોવા મળતી હશે.

બેન્ટલી બ્રૂલેન્ડ

બેન્ટલી બ્રૂલેન્ડ

કિંમતઃ 3.80 કરોડ રૂપિયા

આ કારનું નિર્માણ 1992માં કરવામાં આવ્યું હતું જે 1997 સુધી ચાલ્યું હતું. બાદમાં પુનઃ તેને 2008માં ફરીથી નિર્માણ અર્થે લાવવામાં આવી હતી. આ કાર દેખાવે જેટલી શાનદાર છે તેટલી જ તે પરફોર્મન્સના મામલે પણ એટલી જ ઉત્કૃષ્ટ છે.

લેમ્બોર્ગિની એવેન્ટાડોર

લેમ્બોર્ગિની એવેન્ટાડોર

કિંમતઃ 3.69 કરોડ રૂપિયા

નામ તેવું કામ આ લેમ્બોર્ગિની સાંભળતા જ આપણને ફર્રાટા મારતી જતી સ્પોર્ટ્સ કાર યાદ આવી જાય છે. કંપનીએ 4 હજાર જેટલી જ આ કાર બનાવી હતી. આ કારની ટોપ સ્પીડ 349 કિ.મી પ્રતિ કલાક છે અને તે 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 2.9 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.

English summary
Luxury comes at a price! There is a chunk of Indian car buyers who desire this luxury. Have you ever wondered, what are the most expensive cars in India? Luxury cars in India, are soon becoming a fashion rather than a desire. Drivespark breaks down this expensive fashion!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more