For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કોડા ઓક્ટિવા થઇ લોન્ચ, કિંમત 1,395,000 રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં પ્રીમિયમ સિડાન કાર સેગ્મેન્ટમાં ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કંપની સ્કોડાએ વધુ એક શાનદાર નામ જોડી દીધુ છે. સ્કોડાએ પોતાની બહુપ્રતિક્ષિત સિડાન કાર ઓક્ટિવાના નવા સંસ્કરણને બજારમાં ઉતાર્યું છે. જી હાં, ભારતીય બજારમાં આ નવી 2013 સ્કોડા ઓક્ટિવાની પ્રારંભિક કિંમત 1,395,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી સ્કોડા ઓક્ટિવાને કંપનીએ કુલ 7 વેરિએન્ટમાં રજૂ કરી છે. જેમાં પેટ્રોલ અને ડીઝલ એન્જીન બન્ને સંસ્કરણ સામેલ છે. સ્કોડાએ નવી ઓક્ટિવાને પોતાના જૂના મોડલની સરખામણીએ ઘણી શાનદાર અને આકારમાં લાંબી બનાવી છે, જે કારની અંદર ઘણી સ્પેશ પ્રદાન કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ નવી સ્કોડા ઓક્ટિવા અંગે.

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

આગળ સ્લાઇડ પર ક્લિક કરો અને જૂઓ નવી સ્કોડા ઓક્ટિવામાં શું છે ખાસ.

લાંબા સમયથી સફળતાપૂર્વક પ્રદર્શન

લાંબા સમયથી સફળતાપૂર્વક પ્રદર્શન

સ્કોડા ઓક્ટિવા એક લાંબા સમયથી ભારતીય બજારમાં સફળતાપૂર્વક શાનદાર પ્રદર્શનકરી રહી છે. હવે કંપનીએ તેની નવી જનરેશનને બજારમાં પરત લાવીને પોતાના સેગ્મેન્ટની કાર્સને એક પડકાર ફેંક્યો છે.

સ્કોડા ઓક્ટિવાના આકાર

સ્કોડા ઓક્ટિવાના આકાર

લંબાઇ- 4659 એમએમ
પહોળાઇ- 1814 એમએમ
ઉંચાઇ- 1416 એમએમ
વ્હીલબેસ- 2688 એમએમ
ગ્રાઉન્ડ ક્લીયરેન્સ- 155 એમએમ

આકર્ષક લુક

આકર્ષક લુક

નવી ઓક્ટિવામાં કંપનીએ શાનદાર લુક અને દમદાર એન્જીન આપ્યું છે. નવી ઓક્ટિવાની તુલના સ્કોડા લોરા સાથે કરવામાં આવે તો આ કાર તેના કરતા લગભગ 90 એમએમ લાંબી અને 45 એમએમ પહોળી છે.

શાનદાર સ્પેશ

શાનદાર સ્પેશ

કંપનીએ કારની અંદર શાનદાર સ્પેશ આપી છે. કંપની દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીએ આ કારમાં 590 લીટરની ક્ષમતાની બૂટ સ્પેશ પ્રદાન કરી છે. નોંધનીય છે કે, નવી સ્કોડા ઓક્ટિવાને ફોક્સવેગનની એમક્યૂબીના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

અનેક પરિવર્તન

અનેક પરિવર્તન

જો કે, કંપનીએ આ કારના આકારમાં અનેક પરિવર્તન કર્યા છે, પરંતુ બીજી તરફ કંપનીએ નવી સ્કોડા ઓક્ટિવાના વજનને પણ ઓછું કરવામાં ભરપૂર પ્રયાસો કર્યા છે. નવી સ્કોડા ઓક્ટિવાનો કુલ વજન માત્ર 1350 કેજી છે. જે કારને શાનદાર માઇલેજ અને રાઇડિંગ બન્ને પ્રદાન કરે છે.

ત્રણ પેટ્રોલ વેરિએન્ટ

ત્રણ પેટ્રોલ વેરિએન્ટ

કંપનીએ પોતાની આ નવી સ્કોડા ઓક્ટિવામાં કુલ ત્રણ પેટ્રોલ વેરિએન્ટ અને ચાર ડીઝલ વેરિએન્ટ બજારમાં રજૂ કર્યાછે. પેટ્રોલ બેસ વેરિએન્ટમાં કંપની 1.4 લીટરની ક્ષમતાના ટીએસઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

પેટ્રોલનું બીજુ વેરિએન્ટ

પેટ્રોલનું બીજુ વેરિએન્ટ

આ ઉપરાંત પેટ્રોલના બીજા વેરિએન્ટમાં 1.8 લીટરની ક્ષમતાના દમદાર ટીએસઆઇ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એન્જીનનો પ્રયોગ કંપનીએ નવી લોરામાં પણ કર્યો હતો. જે કારને 177 બીએચપીની શાનદાર શક્તિ પ્રદાન કરે છે.

ડીઝલ વેરિએન્ટ

ડીઝલ વેરિએન્ટ

આ ઉપરાંત કંપનીએ નવી સ્કોડા ઓક્ટિવાના ડીઝલ વેરિએન્ટમાં 2.0 લીટરની ક્ષમતાના ટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 141 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે. એક રસપ્રદ વાત એ છે કે, કંપનીએ બન્ને વેરિએન્ટમાં 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પ્રયોગ કર્યો છે.

સ્લીક અને શાર્પ ડિઝાઇન

સ્લીક અને શાર્પ ડિઝાઇન

કંપનીએ સ્કોડા ઓક્ટિવાને ઘણી જ સ્લીક અને શાર્પ ડિઝાઇન આપી છે. જો એક ઝાટકે તમે આ કાર જોશો તો તમે ઓડી અને ઓક્ટિવામાં ધોકો ખાઇ શકો છો.

શાનદાર હેડલાઇટ

શાનદાર હેડલાઇટ

સ્કોડાએ આ કારમાં શાનદાર હેડલાઇટ પણ આપી છે. નવી સ્કોડા ઓક્ટિવાના એલેગેંશ વેરિએન્ટમાં ડે ટાઇમ રનિંગ હેડલાઇટનો પ્રયોગ કર્યો છે, ઉપરાંત એમ્બીશન વેરિએન્ટમાં કંપનીએ માત્ર ડીઆરએલ હાઇલોજન હેડલાઇટનો પ્રયોગ કર્યો છે.

રિયર લાઇટ

રિયર લાઇટ

જ્યાં સુધી વાત રિયર લાઇટ એટલે કે બેકલાઇટની છે તો કંપનીએ તેમાં સી ડિઝાઇનની ટેલલાઇટનો ઉપયોગ કર્યો છે. જેને તમે પહેલાં સ્કોડા રેપિડમાં જોઇ ચૂક્યા છો.

એગ્જાસ્ટ સિસ્ટમ

એગ્જાસ્ટ સિસ્ટમ

કંપનીએ આ કારની એગ્જાસ્ટ સિસ્ટમને ઘણી જ શાનદાર રીતે તૈયાર કરી છે. એક લક્ઝરી કાર માટે આ ઘણી શાનદાર વાત છે કે, એગ્જાસ્ટને તમે સહેલાયથી જોઇ શકતા નથી અને તે તેનું કામ કરી લે છે.

સાઇડ વ્યૂ મિરર

સાઇડ વ્યૂ મિરર

કંપનીએ આ કારમાં શાનદાર સાઇડ વ્યૂ મિરરનો ઉપયોગ કરયો છે. આકર્ષક ઓવરસાઇડ રિયર વ્યૂ મિરર જેમાં કંપનીએ સાઇડ ઇન્ડિકેટર લાઇટનો પણ પ્રયોગ કર્યો છે, અને જેનાથી શાનદાર લુક મળી રહે છે.

એલોય વ્હીલ

એલોય વ્હીલ

સ્કોડાએ નવી ઓક્ટિવાના તમામ વેરિએન્ટમાં 16 ઇન્ચના શાનદાર એલોય વ્હીલને સામેલ કર્યા છે.

ઇન્ટિરિયર

ઇન્ટિરિયર

ઇન્ટિરિયર પર કંપનીએ ખાસ ધ્યાન આપ્યું છે. તમને જણાવી દઇએ કે કંપનીએ નવી ઓક્ટિવાથી પોતાના સેગ્મેન્ટને એક નવી પરિભાષા આપવાનો પ્રયાસ કર્યો છે. જે આ પ્રાઇઝ સેગ્મેન્ટમાં જોવા મળવું મુશ્કેલ છે.

વૈભવી ઇન્ટિરિયર

વૈભવી ઇન્ટિરિયર

કંપનીએ આ કારના ઇન્ટિરિયરને ઘણું જ આકર્ષક અને વૈભવી બનાવ્યું છે. ડ્યુઅલ ટોન કલરથી સજેલું ઇન્ટિરિયર જેમાં બ્લેકની સાથે બીઝ કલર સામેલ કરવામાં આવ્યો છે.

સ્ટીયરિંગ વ્હીલ

સ્ટીયરિંગ વ્હીલ

કંપનીએ આ કારમાં 4 સ્પોકના શાનદાર સ્ટીયરિંગ વ્હીલનો ઉપયોગ કર્યો છે. જે માઉન્ટેડ કન્ટ્રોલ સિસ્ટમ યુક્ત છે. ચાલક કોઇપણ પ્રકારની પરેશાની વગર પોતાની મરજી પ્રમાણે સ્ટીરિયો વિગેરેને કન્ટ્રોલ કરી શકે છે.

શાનદાર કેબિન રૂમ

શાનદાર કેબિન રૂમ

શાનદાર કેબિન રૂમની સાથે જ ડેશબોર્ડ પર તમામ ટેક્નિકલ ડિવાઇસને શ્રેષ્ઠ બનાવવામાં આવી છે. તમને કોઇપણ ભાગેથી એવુ નહીં લાગે કે આ વસ્તુ અહીં નહોતી હોવી જોઇતી. કંપનીએ આ કારમાં 5.8 ઇન્ચના શાનદાર એલસીડીનો પ્રયોગ કર્યો છે.

સીટિંગ વ્યવસ્થા

સીટિંગ વ્યવસ્થા

કંપનીએ અન્ય ફીચર્સની સાથે નવી સ્કોડા ઓક્ટિવામાં શાનદાર સીટિંગની પણ વ્યવસ્થા કરી છે. ઇલેક્ટ્રોનિકકલી ફીચર્ડ સીટને તમે તમારી મરજી અનુસાર એડજેસ્ટ કરી શકો છો.

ગ્લવ બોક્સ

ગ્લવ બોક્સ

નવી સ્કોડા ઓક્ટિવામાં શાનદાર ગ્લવ બોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં તમે તમારી જરૂરિયાત અનુસાર કાગળિયા સહિતનો સામન રાખી શકો છો. તેમાં કંપનીએ લાઇટની સુવિધા પણ પ્રદાન કરી છે.

સનરૂફ

સનરૂફ

નવી સ્કોડા ઓક્ટિવાના એલેગેંશ વેરિએન્ટમાં કંપનીએ સનરૂફને પણ સામેલ કર્યું છે, જો કે આ ફીચર અન્ય બીજા વેરિએન્ટમાં જોવા મળશે નહીં.

આરામદાયક સફર

આરામદાયક સફર

જેવું કે અમે તમને પહેલાં જણાવ્યું તેમ કંપનીએ કારની લંબાઇ અને પહોળાઇમાં પરિવર્તન કર્યું છે. જેના કારણે, કારની અંદર વધુમાં વધુ સ્પેશ મળે છે. જે યાત્રીઓને આરામદાયક સફર અને શાનદાર સીટિંગ બન્ને પ્રદાન કરે છે.

એસી વેન્ટનો પ્રયોગ

એસી વેન્ટનો પ્રયોગ

પાછળની તરફ શાનદાર એસી વેન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે, કારની અંદર સંપૂર્ણપણે ઠંડા વાતાવરણનો અનુભવ કરાવે છે. આકારમાં આ એસી વેન્ટ બોક્સ ઘણું મોટું હોય તેવું પ્રતીત થાય છે.

બૂટ સ્પેશ

બૂટ સ્પેશ

સ્કોડા ઓક્ટિવામા 590 લીટરની ક્ષમતાની શાનદાર બૂટ સ્પેશ આપવામાં આવી છે. જો તમે કારની પાછળની સીટને ફોલ્ડ કરી લો તો આ સ્પેશ વધીને લગભગ 1000 લીટરની થઇ જાય છે.

સુરક્ષાની દ્રષ્ટિએ

સુરક્ષાની દ્રષ્ટિએ

સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ કારને ઘણી જ શ્રેષ્ઠ બનાવવામાં આવી છે. કંપનીએ આ કારમાં એબીએસ અને ઇબીડી બન્નેને સામેલ કર્યા છે. જે તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

એરબેગ

એરબેગ

કંપનીએ સ્કોડા ઓક્ટિવાના એક્ટિવ અને એમ્બીશન વેરિએન્ટમાં સામેની તરફ બે એરબેગ સામેલ કરી છે. તો એલેગેંશ વેરિએન્ટમાં સાઇડ એરબેગનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કોઇપણ આપાત સ્થિતિમાં કારમાં બેસેલા લોકોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.

સ્કોડા ઓક્ટિવાના વેરિએન્ટ અને તેની કિંમત

સ્કોડા ઓક્ટિવાના વેરિએન્ટ અને તેની કિંમત

(એક્સશોરૂમ દિલ્હી) મોડલની કિંમત

Active 1.4 TSI (Petrol) 1,395,000
Ambition 1.4 TSI (Petrol) 1,495,000
Elegance 1.8 TSI AT (Petrol) 1,825,000
Active 2.0 TDI CR (Diesel) 1,555,000
Ambition 2.0 TDI CR (Diesel) 1,655,000
Ambition 2.0 TDI CR AT (Diesel) 1,755,000
Elegance 2.0 TDI CR AT (Diesel) 1,945,000

English summary
New 2013 Skoda Octavia India launch. Starting price of new Skoda Octavia is Rs 13.95l. A diesel & two petrol variants of Skoda Octavia engine specs are here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X