• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Car Review: નિશાનની સન્નીની વધી ગઇ સાઇઝ

By Super
|

બપોરનો સમય હતો, પોર્ટબ્લેર એરપોર્ટ અમે ઉતર્યા. એરપોર્ટથી હોટલ સુધીનો સફર ચમકતી 2014 નિશાન સન્નીમાં કરવામાં આવ્યો. હોટેલે આરામ કર્યા બાદ અમે અજવાળાના સમયમાં આસપાસના વિસ્તારોનું શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો. આંદમાનની સરખામણીએ અહીં અંધારું વહેલું થઇ જાય છે.

પોર્ટ બ્લેરના આડા અવળા રસ્તાઓ કોઇપણ ડ્રાઇવર માટે શાનદાર અનુભવ સમાન સાબિત થઇ શકે છે, પરંતુ આખરે આ ભારતનો જ ભાગ હતો અને સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા હતી. નિશાન સન્ની એક્સએલ સીવીટી(જે અમે પહેલા ચલાવી હતી)એ અમને આ મામલે જરા પણ પરેશાન કર્યાં નહીં. આ કારનું એન્જી જૂના મોડલ જેવું જ છે અને આ કારની રફ્તાર કરતા વધારે આરામને મહત્વ આપે છે. અમે ટૂંક સમયમાં જ શાંત મંજીરી જેટી વિસ્તારમાં પહોંચી ગયા. આ નયનરમ્ય વિસ્તાર છે, જ્યાં નાવડીઓમાં ઇંધણ ભરવાનું કામ કરવામાં આવે છે. અહીંથી આગળ રુટલેન્ડ દ્વીપ પર જવાનો માર્ગ છે. તો ચાલો નિશાનની સન્ની સાથેના સફરને તસવીરો થકી જાણીએ.

નિશાનની નવી સન્ની

નિશાનની નવી સન્ની

સન્ની સાથેના સફરને વાંચવા માટે આગળની તસવીરો પર ક્લિક કરો.

પહેલીવાર નજીકથી આ કારને જોઇ

પહેલીવાર નજીકથી આ કારને જોઇ

અમે આ કારને પહેલીવાર નજીકથી જોઇ. આગળનો ભાગ પહેલા કરતા વધારે ભવ્ય બનાવવામાં આવ્યો છે. કાર આગળથી કોની, ક્રોમથી સજેલા એયર ડ્રેમ બંપરની આગળ વધવાથી પાર્શ્વમાં જતા રહ્યાં છે. હવે કારની ટ્રેડમાર્ક ક્રોમથી સજેલી ગ્રીલ પણ પહેલા કરતા મોટી છે અને નવા હેડલેમ્પ ટીયાનાની યાદ અપાવે છે. ફોગ લેમ્પની હાઉસિંગને પણ ક્રોમથી સજાવવામાં આવ્યો છે. જેથી આ સેગ્મેન્ટમાં તમામ કારોમાં સૌથી વધારે ક્રોમ આ કારમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. નિશાનને આશા છેકે આ કાર ગ્રાહકોને આકર્ષિત કરી શકશે. કારના ટોપ એક્સવી મોડલમાં ઇલેક્ટ્રિક મિરર લાગેલા છે, જેમાં ટર્ન ઇંડિકેટર આપવામાં આવ્યા છે.

કાર પાછળથી પણ ઘણી જ આકર્ષક

કાર પાછળથી પણ ઘણી જ આકર્ષક

કારને પાછળથી પણ પહેલા કરતા વધારે આકર્ષિત બનાવવામાં આવી છે. ક્રોમથી સજેલી લાઇસેંસ પ્લેટ અને નવી ડિઝાઇનના બમ્પરથી એક્સીટિયર મૉસ ઓછો થઇ ગયો છે. સાઇડ બૉડી પેનલમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી. એલોય વ્હીલ્સને નવી ડિઝાઇન આપવામાં આવી છે. કારના વ્હીલમાં એક ઉણપ છે, આ કારમાં 16 ઇંચના વ્હીલ લાગી શકતા હતા, પરંતુ તેમાં 15 ઇંચના નાના વ્હીલ નાના અને અનુપાતિક દૃષ્ટિથી સાંકડા લાગી રહ્યાં છે. કારનો લુક વિકસિત થયો છે અને કાર ત્રણ વર્ષ જૂના પોતાના અવતાર કરતા સારી લાગે છે. તેની ડિઝાઇન સારી છે, પરંતુ આ મામલે તે હોન્ડા સિટી જેવી પોતાની પ્રતિસ્પર્ધી કાર્સની સરખામણીએ નબળી લાગી રહી છે.

સન્નીના કેબિનમાં થોડોક બદલાવ

સન્નીના કેબિનમાં થોડોક બદલાવ

2014ની સન્નીના કેબિનમાં થોડોક બદલાવ કરવામાં આવ્યો છે.આ કારમાં નવા સ્ટીયરિંગ વ્હીલ, મ્યુઝિક સિસ્ટમ અને બ્લૂટૂથ કંટ્રોલ આપવામાં આવ્યા છે. માઇક્રો ડિરાઇવ્ડ કંસોલ હવે પિયાનો બ્લેકમાં છે. તેની સાથે ટોપ વેરિએન્ટમાં રિવર્સ કેમેરા પણ છે. ટોપ મોડલમાં માત્ર ડીઝલમાં ઉપલબ્ધ છે, એન્જીનને સ્ટાર્ટ અને બંધ કરવા માટે બટન, પાછળની સીટમાં એસી વેંટ્સ, રિયર રીડિંગ લેમ્પ, સ્ટીયરિંગ વ્હીલ પર ચામડાનું પ્રીમિયમ પેક વન આપવામાં આવ્યું છે, સાઇડ એરબેગ્સની સુવિધા પ્રીમિયમ પેકમાં બે આપવામાં આવી છે, કારની સૌથી મોટી ખુબી તેનો મોટો આકાર છે. પોતાની શ્રેણીની બધી કાર્સની સરખામણીએ તેમાં સૌતી વધારે છ ફૂટનો લેગરૂમ છે અને તેનો હેડરૂમ પર ઘણો વધારે છે. આ ખુબીઓ લોકોને આકર્ષિત કરી શકે છે. તો હોંડા સિટી અને હુન્ડાઇ વરનાએ આ કારથી સાવચેત રહેવાની જરૂર છે.

કારની એવરેજ

કારની એવરેજ

સાંજ પડી રહી હતી અમે હોટલ તરફ પરત ફરી રહ્યાં હતા. 1.5 લીટર પેટ્રોલ એન્જીને આ ટાપૂના માર્ગોમાં અમને કોઇપણ પ્રકારની પરેશાની આપી નહીં. કંપનીનો દાવો છેકે નવી સન્ની સાથે એનવીએચ સ્તરમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. કારની એવરેજમાં કોઇ બદલાવ આવ્યો નથી. કારની એવરેજ 17.97 કિ.મી પ્રતિ લીટર છે. કારની સવારી આરામદાયક છે. કારની પાવરટ્રેન ખુબીઓથી પણ તેને આરામથી ચલાવવા માટે પ્રેરિત કરે છે.

ડીઝળ એક્સએલમાં ફેરફાર

ડીઝળ એક્સએલમાં ફેરફાર

રાત્રે અમે 1.5 લીટર ડીઝલ એક્સએલની સવારી કરવા નિકળ્યા. તેના ઇસીયૂમાં બદલાવ કરવામાં આવ્યો છે અને કાર 22.71 કિ.મી પ્રતિ લીટર એવરેજ આપે છે. સુંદર ચિડિયા ટાપૂ આંદામન દ્વીપના દક્ષિણમાં સ્થિત છે. અહીં પાણી અને મેગ્રોવ્સના મેળાપનો નજારો ઘણો જ સુંદર છે. પરંતુ અમારી પાસે સમય નહોતો તેથી અમારે ઝડપથી સન્નીના 490 લીટરના બૂટમાં અમારો સામાન મુકીને તેને ચકાસવા માટે રસ્તા પર ઉતરવાનું હતું.

આ કાર લોકોને આકર્ષિત કરશે

આ કાર લોકોને આકર્ષિત કરશે

સન્નીના નવા અવતારમાં બેસતાની સાથે જ અમને એ વાતની જાણ થઇ ગઇ કે આ કાર એ લોકોને વધારે પસંદ આવશે, જેમને આરામદાયક, ચલાવવામાં સહેલી હશે. કારમાં નવા બદલાવોની સાથે તે બિલકુલ નવા જમાનાની થઇ ગઇ છે અને ચલાવવાના મામલે તે પહેલા કરતા વધારે સારી થઇ ગઇ છે. આ બદલાવોને જોતા લાગી રહ્યું છેકે જ્યારે આ કાર લોન્ચ થશે તો તેની કિંમતમાં ગત કાર કરતા 50 હજાર સુધીનો વધારો હશે.

બેઝિક સ્પેશિફિકેશન ગાઇડ

બેઝિક સ્પેશિફિકેશન ગાઇડ

આ કારની બેઝિક સ્પેશિફિકેશન ગાઇડ પર એક નજર ફેરવીએ.

English summary
Nissan will soon launch the facelifted Nissan Sunny. The facelifted Sunny remains mechanically unchanged but features an upgraded exterior and interior.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more