• search

3000 હોર્સપાવરની કાર, પહેલા ઉડી હવામાં ને પછી થયો આ હાલ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ડ્રગ રેસિંગ એ કોઇ નબળા હૃદયના માનવી માટે નથી. ડ્રગ રેસિંગનો શોખ હોય તો તમારામાં મજબૂત મનોબળ હોવું જોઇએ અને તે ઘણી જ પ્રેક્ટિસ માગી લે છે. ચોકસાઈ અને બહુ જ ટૂંકા સમયમાં પ્રતિક્રિયા તમને મદદરૂપ થઇ શકે છે. આ તમામ બાબતોને મુસ્તાંગે ભેગી કરીને તેણે 3000 હોર્સપાવર પ્રોડ્યુસ કર્યા છે,

  2010માં દક્ષિણ જ્યોર્જિયા મોટરસ્પોર્ટ્સ પાર્કમાં યોજાયેલી ડ્રગ રેસ માટે પ્રોફેશનલ ડ્રગ રેસર ડેનિસ બેલી સંપૂર્ણ પણે તૈયાર હતા, પરંતુ તેમની ટ્વીન ટર્બો 3000 હોર્સપાવર મુસ્તાંગ સાથે શું બન્યુ તે જોવા જેવું છે. જેવી તેમણે રેસ શરૂ કરી, પહેલા તેમની કાર લિફ્ટ થઇ, કાર થોડાક સમય માટે ફરી ટ્રેક પર સ્થિર થઇ બધાને લાગ્યું કે કાર હવે તેની રીધમમાં છે, ત્યાં જ તે ફરીથી હવામાં ઉભી થઇ અને એ પણ પહેલા થઇ હતી તેના કરતા વધારે, બાદમાં તે ફ્લિપ્સ થઇ અને ટ્રેકની સાઇડમાં લાગેલા કોંક્રેટના બેરિઅર સાથે અથડાઇ હતી.

  અલ્પ સમયમાં જ એ કાર જ્યાં ક્રેશ થઇ હતી ત્યાં માત્રને માત્ર ધૂમાડાઓ ઉડવા લાગ્યા હતા. આ ક્રેશ બાદ કારનો કૂચડો બોલી ગયો હતો. જોકે કારમાં આપવામાં આવેલા અન્ટી રોલ કેગના કારણે ડેનિસ કોઇપણ પ્રકારની ઇજા વગર બહાર આવી ગયા હતા. બાદમાં કારને એક ટ્રકમાં લઇ જવામાં આવી હતી. તમે વીડિયોમાં જોઇ શકો છો કે કારને કેટલું નુક્સાન પહોંચ્યુ છે પરંતુ રોલ કેગ અખંડિત છે. આ રોલ કેગનો ઉપયોગ દરેક મોટરસ્પોર્ટમાં કરવામાં આવવો જોઇએ.

  આ વીડિયો એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છેકે મોટર સ્પોર્ટ્સ ઘણી જ જોખમી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવવું જોઇએ, પછી પ્રોફેશનલ ડ્રાઇવર પણ કેમ ના હોય. જો નિરીક્ષણ કરવામાં ના આવે તો ગંભીર ઇજાને આમંત્રણ પાઠવી શકાય છે અથવા તો જીવ પણ ગુમાવવો પડી શકે છે. અહીં મુસ્તાંગની ડગ રેસની તસવીરો અને વીડિયો આપવામાં આવ્યો છે.

  રેસિંગ માટે તૈયાર ડેનિસ

  રેસિંગ માટે તૈયાર ડેનિસ

  ડ્રગ રેસિંગ માટે પોતાની કાર સાથે તૈયાર ડેનિસ

  કાર લિફ્ટ થઇ

  કાર લિફ્ટ થઇ

  રેસ શરૂ થયા બાદ તેમની કાર પહેલા થોડીક લિફ્ટ થઇ હતી.

  લિફ્ટ થયા બાદ ફરી સ્થિર થઇ

  લિફ્ટ થયા બાદ ફરી સ્થિર થઇ

  કાર લિફ્ટ થયા બાદ ફરીથી સ્થિર થઇ ગઇ હતી, ત્યારે બધાને લાગ્યું કે કાર તેની રીધમમાં આવી ગઇ છે.

  કાર પહેલા કરતા વધારે હવામાં ઉડી

  કાર પહેલા કરતા વધારે હવામાં ઉડી

  જોકે કાર ફરીથી હવામાં ઉડી હતી અને એ પણ પહેલા જેટલી લિફ્ટ થઇ હતી તેના કરતા વધારે.

  કોંક્રેટના બેરિઅર સાથે અથડાઇ

  કોંક્રેટના બેરિઅર સાથે અથડાઇ

  હવામાં ઉંચી થયા બાદ કાર રેસિંગ ટ્રેકની સાઇડમાં લગાવવામાં આવેલા બેરિઅર સાથે અથડાઇ હતી.

  કાર ક્રેશ થઇ ગઇ

  કાર ક્રેશ થઇ ગઇ

  જોત જોતામાં કાર ક્રેશ થઇ ગઇ હતી અને તેનો સામના હવામાં ઉડ્યો હતો. આ તસવીરમાં હવામાં ઉડતું વ્હીલ તમે જોઇ શકો છો.

  કારને ટ્રકમાં લઇ જવામાં આવી

  કારને ટ્રકમાં લઇ જવામાં આવી

  બાદમાં કારને એક ટ્રકમાં લઇ જવામાં આવી હતી. તમે વીડિયોમાં જોઇ શકો છો કે કારને કેટલું નુક્સાન પહોંચ્યુ છે પરંતુ રોલ કેગ અખંડિત છે. આ રોલ કેગનો ઉપયોગ દરેક મોટરસ્પોર્ટમાં કરવામાં આવવો જોઇએ.

  કારનો વીડિયો

  અહીં ડ્રગ રેસિંગ દરમિયાન કારની શું હાલત થઇ તે આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે.

  English summary
  Drag racing is not something for the faint hearted. It requires nerves of steel and loads of practice. Precision and split second reactions will help. All these put together in a Mustang which produces 3,000 horsepower, one must be ready for anything.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more