For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઇક રાઇડર્સ માટે જરૂરી અને મહત્વપૂર્ણ પાંચ બાબતો

|
Google Oneindia Gujarati News

ભારતની વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી અન્ય દેશોની જેમ ભારતમાં ટૂ વ્હીલર એક પેશનાત્મક વિષય નહીં પરંતુ રોજમર્રાના આવન-જાવનનું મહત્વનું પાસું સમાન છે. જોકે હાલના સમયમાં ટૂ વ્હીલર્સ હવે એક પેશનનું રૂપ ધારણ કરી રહ્યું છે અને ધીરે ધીરે તેમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં ટૂ સ્ટ્રોક બાઇક ખરીદનારાઓની સંખ્યા પણ અનેકગણી છે અને તેની સરખામણીએ સ્પોર્ટ્સ બાઇક ખરીદનારાઓની સંખ્યામા પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે.

એક સામાન્ય સમજ અને જવાબદારીપૂર્વક મોટરસાઇકલને ચલાવવામાં ન આવે તો તે કોઇપણ સંજોગોમાં જીવન માટે જોખમી સાબિત થઇ શકે છે. ટૂ વ્હીલર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ અથવા તો ગંભીર ઇજા પામનારાઓના સમાચાર તમને છાશવારે વાંચવા મળતા હશે. ત્યારે એવી કેટલીક બાબતો છે, જેને અપનાવવામાં આવે અથવા તો તેને ટૂ વ્હીલર રાઇડિંગ વખતે અમલમાં મુકવામાં આવે તો આપણે આવી ગંભીર અને પ્રાણઘાતક બાબતોથી બચી શકીએ છીએ.

આજે અમે અહીં એ જ વાતને ધ્યાનમાં લઇને એવી પાંચ બાબતો અંગે જણાવી રહ્યાં છીએ જે ટૂ વ્હીલર રાઇડર માટે ઘણી જ જરૂરી છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

બાઇક રાઇડર્સ માટે જરૂરી બાબતો

બાઇક રાઇડર્સ માટે જરૂરી બાબતો

બાઇક રાઇડર્સ માટે જરૂરી અને મહત્વપૂર્ણ પાંચ બાબતો વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

હેલમેટ

હેલમેટ

જ્યારે તમે ટૂ વ્હીલર ચલાવતા હોય ત્યારે જો કોઇ બાબત સૌથી વધુ જરૂરી હોય તો એ હેલમેટ છે. જોકે હેલમેટ તમારી યોગ્ય સાઇઝ પ્રમાણે ખરીદવામાં આવે અને તમને સુરક્ષિત રાખી શકે તેવું હોય તે ઘણું જ જરૂરી છે. ફુલફેસ હેલમેટ ક્યારેય ખોટી પસંદગી સાબિત થતું નથી. જ્યારે ટૂ વ્હીલર્સનો અકસ્માત થાય છે, ત્યારે સૌ પહેલા માથું જમીન સાથે અથડાય છે અને તેવામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી તમારા માથાને સુરક્ષિત રાખી શકે, એકદમ ફીટ બેસી શકે અને અકસ્માતમાં સુરક્ષા પૂરી પાડી શકે તેવું હોવું ઘણું જ જરૂરી છે.

સનગ્લાસેસ

સનગ્લાસેસ

આ એક ફેન્સી આઇટમ અથવા તો સ્ટાઇલ સ્ટેટમેન્ટ લાગે છે, પરંતુ તેવું નથી. સનગ્લાસેસ તમારી આંખને કચરાથી અને સૂર્યના સીધા પ્રકાશથી બચાવે છે. સનગ્લાસેસ પણ હેલમેટની પસંદગી અનુરુપ હોય છે, કારણ કે જો હેલમેટમાંથી સીધો પ્રકાશ અંદર આવી શકતો હોય ત્યારે તમે અંજાઇ ન જાઓ એ માટે સનગ્લાસેસ એક મહત્વપૂર્ણ ઉપકરણ સાબિત થઇ શકે છે. તેથી જો તમે સનગ્લાસેસ ખરીદવા માગતા હોવ તો હેલમેટની ખરીદી કર્યા બાદ જ ખરીદવા, તેમજ હેલમેટ પહેરો ત્યારે તે હેલમેટમાં વ્યવસ્થિત રીતે સેટ થઇ જાય છેકે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.

હાથના મોજાં

હાથના મોજાં

ઘણા બધા એવું કહેતા હોય છેકે હું તો માત્ર અમુક કિ.મી જ બાઇક ચલાવું છે, હું ક્યાં હિમાલય જઇ રહ્યો છું કે હાથમાં મોજાં પહેરવાની જરૂર રહે. આ એક મુર્ખતાભરી વાત છે. પરંતુ વિચારો કે તમે 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવીને જઇ રહ્યા હોવ અને અચનાક તમારી બાઇક લપસે અથવા તો અકસ્માતનો ભોગ બને અને તમારો હાથ જમીનના સંપર્કમાં આવી જાય તો! આવા સમયમાં હાથની સુરક્ષા માટે સારી ગુણવત્તાના હાથમોજાં પહેરવા જોઇએ. તેમજ તમે તેને સહેલાયથી સાથે લઇ જઇ પણ શકો છો.

જેકેટ

જેકેટ

જે પ્રકારે હેલમેટ અને હાથમોજાં ટૂ વ્હીલર ચલાવતી વખતે જરૂરી છે, તેવી જ રીતે જેકેટ પણ એક ઉપયોગી અને મહત્વપૂર્ણ ગેજેટ છે, જે દરેક રાઇડરે પહેરવું જોઇએ. જોકે એ ઘણું જ મહત્વ ધરાવે છેકે તમે કેવા પ્રકારનું જેકેટ પહેરો છો. જો તમે આર્મર્ડ રાઇડિંગ જેકેટ પહેરો છો તો એ સારી પસંદગી સાબિત થશે. જેકેટ માત્ર તમારા શરીરને સૂર્યના સીધા પ્રકાશથી જ નથી બચાવતું પરંતુ જો અકસ્માત થાય તો તે તમારા શરીરને રોડના સીધા સંપર્કમાં આવતી વેળાએ પણ રક્ષણ આપતું સાબિત થઇ શકે છે. તેથી જેકેટ હંમેશા સાથે રાખવું જોઇએ.

શૂ

શૂ

સામાન્ય રીતે આપણે બધા ટૂ વ્હીલર્સ ચલાવતી વખતે શૂ પહેરતા હોઇએ છીએ. આજના સમયમાં ભાગ્યેજ આપણે એવો રાઇડર્સ મળશે જેણે શૂ પહેર્યા ન હોય. જોકે તેમ છતાં જ્યારે તમે રાઇડ કરો ત્યારે શૂ પહેરવા જરૂરી છે. કારણ કે જો એકસ્માત થાય તો પગના ભાગે ઘણી ઇજા પહોંચે છે અને તેવામાં શૂ ઇજાથી બચવામાં મહદઅંશે મદદરૂપ થઇ શકે છે. તેમજ બાઇકની કિક મારતી વખતે પણ જો શૂ પહેરેલા હોય તો કિક પાછી આવે ત્યારે ઇજા થવાની શક્યતાઓ રહેતી નથી. બજારમાં અનેકવિધ પ્રકારના શૂ મળે છે, જેને તમે કેઝ્યુઅલ ઉપરાંત જીન્સ સાથે પણ પહેરી શકો છો, જોકે બ્રાન્ડેડ શૂ તમારી પહોંચની બહાર હોય તો તમે તમારા બજેટ અનુસાર એફોર્ડેબલ શૂ પણ પહેરી શકો છો.

English summary
Two-wheelers in India have for a long time been just a mode of transport and not a subject of passion unlike other countries. In recent times though, passion for motorcycling is slowly on the rise, from a person who can afford the latest Japanese sportbike to a person who is happy with his good old two stroke.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X