મારુતિ સિઆઝઃ આ હોટ સેડાનની પાંચ જાણવા જેવી બાબતો
મારુતિ સુઝુકી દ્વારા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પોતાની નવી વૈભવી સેડાન કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર થકી કંપની ભારતના તમામ વર્ગ સુધી પહોંચવાનો અને પોતાની લોકપ્રિયતા તથા નફાને વધારવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીને આશા છેકે આ કાર તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.
કંપની પોતાની આ કારને એસએક્સ4ના રિપ્લેશમેન્ટ તરીકે રજૂ કરવા જઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છેકે એસએક્સ 4નું વેચાણ ઘટી રહ્યું છે. તેથી સેડાન કાર સેગ્મેન્ટમાં પોતાની પકડને મજબૂત બનાવવામાં માટે કંપની સિઆઝ કારનો સહારો લેવાનું વિચારી રહી છે. સિઆઝ કારને જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે આ કારની સીધી ટક્કર હોન્ડા સિટી, હુન્ડાઇ વેર્ના અને નિસાનની સન્ની સાથે થશે, તો ચાલો તસવીરો થકી મારુતિની સિઆઝ કાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુ અંગે 10 અજાણી વાતો, જે તમારે જાણવી જ જોઇએ
આ પણ વાંચોઃ- કોણ શ્રેષ્ઠઃ પલ્સર 200 NS, કરિઝમા ZMR કે યામાહા R15?
આ પણ વાંચોઃ- 10 કોમ્પેક્ટ એસયુવી જેને છે જરૂર ભારતમાં લોન્ચ કરવાની
આ પણ વાંચોઃ- પાંચ બાબતો મહિલાઓ માટેના ટૂ વ્હીલર્સમાં હોય તે જરૂરી

કાર પ્રત્યે અપેક્ષાઓ વધારે
કાર પ્રત્યે અપેક્ષાઓ વધારે રાખવામાં આવી રહી છે, જેને લઇને સિઆઝના પેટ્રોલ અને ડીઝલ વર્ઝનને એક સાથે જ લોન્ચ કરવામાં આવનારા છે. આ કારને સૌપ્રથમવાર 2014 ભારતીય ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

કારનું ઇન્ટિરીયર અને એક્સ્ટેરીયર
કારના એક્સ્ટેરિયર અંગે વાત કરવામાં આવે તો તેમાં સ્વેપ્ટ હેડલેમ્પ, સ્ટોકી ગ્રીલ ચાર આડિયોસાયન્ક્રિટિક હોરિઝોન્ટલ સ્લોટ્સ, એન્જીન સ્ટાર્ટ-સ્ટોપ બટન, રીયર એસી વેન્ટ્સ, એલોય વ્હીલ, ફ્રન્ટ આર્મરેસ્ટ, લેધર સીટ વિગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારના ફીચર
કારના ફીચર અંગે વાત કરવામાં આવે તો કારમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ આપવામાં આવ્યા છે. મારુતિ સુઝુકી સારી રીતે જાણે છેકે ફીચર્સ થકી કેવી રીતે ભારતીય ગ્રાહકોને પોતાની બ્રાન્ડ તરફ આકર્ષિત કરી શકાય. સિઆઝમાં કંપની એએમટી ગીયરબોક્સનો ઉપયોગ કરી રહી છે આ ઉપરાંત આ કારમાં સીવીટી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ આપવામાં આવશે.

કારનું એન્જીન
આ કારના એન્જીન અંગે વાત કરવામાં આવે તો આ કારમાં 1.3 લિટર મલ્ટીજેટ ડિઝલ મોટર અને 1.4 લિટર કે સીરિઝ પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારની કિંમત
મારુતિ સુઝુકી સિઆઝની કિંમત હજુ સુધી જાણી શકાય નથી પરંતુ એવી આશા રાખવામાં આવી રહી છેકે, મારુતિ સુઝુકી પોતાની આ કારની કિંમત 7થી 11 લાખ રૂપિયાની વચ્ચે રાખશે, જોકે ઓક્ટોબર મહિના સુધીમાં તેની કિંમત પરથી પડદો હટી જશે.












Click it and Unblock the Notifications
