For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુ અંગે 10 અજાણી વાતો, જે તમારે જાણવી જ જોઇએ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટર અંગે વાત કરવામાં આવે તો અનેક એવી કાર બ્રાન્ડ છેકે જેની શરૂઆત એ રીતે થઇ હતી કે જે માન્યામાં આવે તેમ ના હોય અને ત્યારબાદ આ બ્રાન્ડે કાર જગતમાં પોતાની એક એવી પકડ જમાવી લીધી કે આખું વિશ્વ તેનું દિવાનું થઇ ગયું. લેમ્બોર્ગિની શરૂઆતમાં એરોપ્લેન ક્ષેત્રે કાર્યરત હતી અને બાદમાં તેણે આકર્ષક અને ઝડપી વૈભવી કાર્સનું નિર્માણ કરવાનું શરૂ કર્યું અને આજે તે વિશ્વ વિખ્યાત બ્રાન્ડ છે.

આવી જ રીતે બીએમડબલ્યુ પણ એક એવી જ બ્રાન્ડ છે, જેણે કાર ક્ષેત્રમાં ઝંપલાવીને કાર જગતને એક નવી દિશા આપી. બીએમડબલ્યુ એક એવી બ્રાન્ડ છેકે જેના વિશે જાણવાની બધાની ઉત્સુકતા હોય. એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એ બ્રાન્ડ સાથે જોડાયેલી 10 એવી બાબતો લઇને આવી રહ્યાં છીએ, જેમાંથી કેટલીક તમે જાણતા હશો તો કેટલીક માહિતી તમારા માટે નવી હશે, તો ચાલો તસવીરો થકી એ અજાણી વાતો પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- હીરોની બાઇક્સ અને સ્કૂટર્સને મળશે ‘BMW' ટચ
આ પણ વાંચોઃ- જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ હાઇ પરફોર્મન્સ કાર, કિંમત 15 લાખની અંદર

બીએમડબલ્યુનો લોગો

બીએમડબલ્યુનો લોગો

બીએમડબલ્યુના લોગો અંગે વાત કરવામાં આવે તો આ લોગો હવાઇ જહાજના પંખા જેવો લાગે છે, પરંતુ ખરા અર્થમાં બીએમડબલ્યુના લોગોમાં બાવારિયાના ધ્વજનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લુ અને વ્હાઇટ કલર્સ કે જેનો ઉપયોગ બીએમડબલ્યુના લોગોમાં છે તે બાવારિયનના રાષ્ટ્રિય ધ્વજમાં પણ જોવા મળે છે.

કિડની ગ્રિલ્સ

કિડની ગ્રિલ્સ

બીએમડબલ્યુની તમામ કારમાં આપણને ગ્રિલ્સ જોવા મળે છે, જેને કિડની ગ્રિલ્સ કહેવામાં આવે છે, સૌપ્રથમ 1933માં બીએમડબલ્યુની કાર્સમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કાર નહીં પ્લેન એન્જીન બનાવતી હતી બીએમડબલ્યુ

કાર નહીં પ્લેન એન્જીન બનાવતી હતી બીએમડબલ્યુ

જે પ્રકારે લેમ્બોર્ગિની શરૂઆતમાં કારનું નિર્માણ નહોતી કરતી, તેવી જ રીતે બીએમડબલ્યુ પણ શરૂઆતમાં કારનું નિર્માણ નહોતી કરતી, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એરોપ્લેનમાં એન્જીનની અછત સર્જાતા બીએમડબલ્યુ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને તેના જ કારણે બીએમડબલ્યુ દ્વારા પોતાના લોગોમાં એરોપ્લેનની પાંખનો ઉપયોગ કરવામાં આવે છે.

બીએમડબલ્યુના હેડક્વાર્ટરની ડિઝાઇન

બીએમડબલ્યુના હેડક્વાર્ટરની ડિઝાઇન

બીએમડબલ્યુનું વિશ્વ હેડક્વાર્ટ્સ ઘણું જ લોકપ્રિય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ બિલ્ડિંગની જે ડિઝાઇન છે તે ચાર સિલિન્ડર એન્જીનની ડિઝાઇન જેવી છે. આ ડિઝાઇન ટીપીકલ ઉદાહરણ છે, બીએમડબલ્યુના ફોર સિલિન્ડર એન્જીન હેરિટેજનું.

મર્સીડિઝ કરી લેત બીએમડબલ્યુને ટેકઓવર

મર્સીડિઝ કરી લેત બીએમડબલ્યુને ટેકઓવર

1959માં બીએમડબલ્યુને મર્સીડિઝ દ્વારા ટેકઓવર કરવામાં આવી જ રહી હતી, પરંતુ બીએમડબલ્યુએ પીછેહઠ કરી હતી, કારણ કે તેણે જોયું કે ખાનગી રોકાણકારોનો પરિવાર આજે પણ બીએમડબલ્યુના શેરનો માલિક છે.

બીએમડબલ્યુની એમ કાર

બીએમડબલ્યુની એમ કાર

બીએમડબલ્યુની પહેલી એમ કાર એ લેજન્ડરી એમ1 છે. આ કારને લેમ્બોર્ગિની દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ તેને આર્થિક તંગીના કારણે પાછી ખેંચી લેવામાં આવી હતી.

બીએમડબલ્યુની પહેલી ઇલેક્ટ્રિક કાર

બીએમડબલ્યુની પહેલી ઇલેક્ટ્રિક કાર

આ જાણીને બધાને આશ્ચર્ય થશે કે, બીએમડબલ્યુ છેલ્લા 40 વર્ષથી ઇલેક્ટ્રિક કાર બનાવતી આવે છે. તેણે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર બીએમડબલ્યુ 1602ને 1972માં બનાવી હતી.

પ્લેન અને ટ્રેન ઇન્ટિરીયર્સની ડિઝાઇન

પ્લેન અને ટ્રેન ઇન્ટિરીયર્સની ડિઝાઇન

બીએમડબલ્યુ દ્વારા એરોપ્લેન અને ટ્રેનના ઇન્ટિરીયર્સની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવે છે.

વિશ્વનું ફાસ્ટેસ્ટ બાઇક

વિશ્વનું ફાસ્ટેસ્ટ બાઇક

બીએમડબલ્યુ મોટર્રડએ 1937માં વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બાઇકનું નિર્માણ કર્યું હતું. આ બાઇક એકદમ એરોડાઇનેમિક હતી. આ બાઇકની સ્પીડ 278 કિ.મી પ્રતિ કલાક હતી.

બીએમડબલ્યુની શોધ

બીએમડબલ્યુની શોધ

બીએમડબલ્યુની શોધ 1916માં ફ્રાન્ઝ જોસેફ પોપ દ્વારા કરવામાં આવી હતી હતી આજે આ કારના ઓનર ક્વાન્ડટ પરિવાર છે.

English summary
10 Things About BMW You Must Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X