For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરબેગ્સઃ કેવી રીતે કરે છે કામ, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

હાલના આધુનિક સમયમાં કારની અંદર આપવામાં આવતા એરબેગ્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. મોટાભાગના જાણે છેકે, વિશ્વભરમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર તરીકે એરબેગ્સ વિકસી રહ્યાં છે.

સપ્લીમેન્ટલ રિસ્ટ્રેઇન્ટ સિસ્ટમ(એસઆરએસ) અથવા સપ્લીમેન્ટર ઇન્ફ્લાટેબલ રીસ્ટ્રેઇન્ટ્સ અકસ્માત દરમિયાન લોકોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. પરંતુ ઘણા બધાને એ વાતને લઇને આશ્ચર્ય છેકે તે કેવી રીતે કામ કરે છે.

ત્યારે આજે અમે અહીં ઓટોમોબાઇલમાં વપરાતા એરબેગ્સ કેવી રીતે કામ કરે છે અને તેના કેટલા પ્રકાર છે એ અંગે જાણવાલાયક માહિતી પ્રદાન કરી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ માહિતી પર પ્રકાશ પાડીએ.

એરબેગ્સ અંગે માહિતી

એરબેગ્સ અંગે માહિતી

એરબેગ્સ અંગેની રસપ્રદ માહિતી જાણવા અંગે તસવીરો પર ક્લિક કરો.

એરબેગ્સનો ઇતિહાસ

એરબેગ્સનો ઇતિહાસ

એરબેગ્સના ઇતિહાસ અંગે વાત કરવામાં આવે તો સૌપ્રથમવાર એરબેગ્સ 1941માં જોવા મળ્યું હતું. એક જર્મન એન્જીનીયર વોલ્ટર લિન્ડેરર અને અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયર જ્હોન ડબલ્યુ હેટ્રિક, દ્વારા પહેલા એરબેગ્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. 6 ઓક્ટોબર 1951માં વોલ્ટરે પેટન્ટ માટે અરજી કરી હતી, જેને 12 નવેમ્બર 1953માં મંજૂરી મળી હતી અને ત્રણ મહિના બાદ હેટ્રિકે 18 ઓગસ્ટ 1953માં પેટન્ટ જારી કર્યું હતું.

વોલ્ટરની સિસ્ટમ અસરકારક નહોતી કારણ કે તે અકસ્માત દરમિયાન જેટલી ઝડપથી કામ કરવી જોઇએ તેટલી ઝડપથી કામ નહોતી કરતી, જ્યારે હેટ્રિકની ડિઝાઇન એટલા માટે ફ્લોપ રહી કારણ કે ઓટોમોબાઇલ રોકાણકારો તેમાં રોકાણ કરવા તૈયાર નહોતી. હેટ્રિકની પેટન્ટ એક્સપાયર્ડ થઇ ગયા બાદ ફોર્ડ દ્વારા પોતાના કેટલાક વાહનોમાં પ્રયોગ અર્થે એરબેગ્સનો સમાવેશ કર્યો હતો.

એરબેગ્સનો ઇતિહાસ

એરબેગ્સનો ઇતિહાસ

સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે એલન કે બ્રીડ દ્વારા મેકેનિકલ સેન્સર રજૂ કરવામાં આવ્યું, જે એરબેગ્સને 30 માઇલસેકન્ડમાં ફુલાવી દેતું હતું. તેમાં કોમ્પ્રેસ્ડ એરના બદલે સોડિયમ એઝિએડનો ઉપયોગ કરવામાં આવતો હતો. બ્રીડે ક્રેયસ્લેર સાથે મળીને તેનું માર્કેટિંગ કર્યું. 1990ના દશકાની શરૂઆતમાં માત્ર અમેરિકામાં જ એરબેગ્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

એરબેગ્સનો ઇતિહાસ

એરબેગ્સનો ઇતિહાસ

1970માં જ્યારે ડ્રાઇવર્સ દ્વારા સીટ બેલ્ટ્સનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો નહોતો ત્યારે પેસેન્ડર વાહનોમાં એરબેગ્સ આપવામાં આવતા હતા. ફોર્ડને જનરલ મોટર્સની જેમ પોતાના નાના મોટા વાહનોમાં એરબેગ્સ આપવાની શરૂઆતકરી હતી. શરૂઆતમાં જીએમ વાહનોમાં 7 એરબેગ્સ ફેટલિટીઝ નોંધાઇ હતી. જેના કારણે એરબેગ્સને કિલર તરીકે શંકાની નજરે જોવામાં આવતા હતા.


બાદમાં જ્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ કાયદાઓનું કડક પાલન કરવાનો આદેશ આવ્યો ત્યારે સીટબેલ્ટ્સનો ઉપયોગ મહત્વનો બની ગયો અને તેના કારણે એરબેગ્સનો ઉપયોગ લાંબા સમય સુધી ઘટી ગયો હતો.

એરબેગ્સના પ્રકાર

એરબેગ્સના પ્રકાર

એરબેગ્સ વિવિધ સાઇઝ અને શેપ્સમાં આવે છે જે કાર અકસ્માત દરમિયાન દરેક ભાગે માનવ શરીરને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત કેટલાક એવા એરબેગ્સ પણ આવે છે જે રાહદારીઓને પણ સુરક્ષિત રાખે છે.

ફ્રન્ટલ એરબેગ

ફ્રન્ટલ એરબેગ

1987 પોર્શે 944 ટર્બો વિશ્વની એવી પહેલી કાર હતી કે જેમાં ડ્યુઅલ એરબેગ્સ આપવામાં આવ્યા હતા. તેમાં ડ્રાઇવર અને કો પેસેન્જર માટે એરબેગ્સ આપવામાં આવ્યા હતા. જેમાં સ્ટીયરિંગ વ્હીલમાં આપવામાં આવેલું એરબેગ ડ્રાઇવરને જ્યારે ડેશબોર્ડમાં આપવામાં આવેલું એરબેગ કો પેસેન્જરને સુરક્ષિત રાખતું હતું.

સાઇડ એરબેગ ભાગ-1

સાઇડ એરબેગ ભાગ-1

જો કારને સાઇડમાંથી અકસ્માત નડે તો તેવા સમયમાં કારમાં બેસેલા લોકોને સુરક્ષા પૂરી પાડવાનું કામ સાઇડ એરબેગ્સ કરે છે. સાઇડ ટોર્સો(ધડ) એરબેગ સીટની અંદર આવે છે, જે ડ્રાઇવર અને દરવાજાની વચ્ચે ફુલાય છે, જે ધડને સુરક્ષા પૂરી પાડે છે.

સાઇડ એરબેગ ભાગ-2

સાઇડ એરબેગ ભાગ-2

બીજો પ્રકાર સર્ટેઇન એરબેગ છે, જે બ્રાઇન ઇન્જરી તથા 45 ટકા સાઇડ ઇમ્પેક્ટને અકસ્માત દરમિયાન ઘટાડી દે છે. કેટલાક વાહનોમાં ત્રણેય સીટની રોની સુરક્ષા માટે આ એરબેગ પ્રોવાઇડ કરે છે.

ઢીંચણના એરબેગ

ઢીંચણના એરબેગ

ઢીંચણના એરબેગ્સને પગના ભાગનો સુરક્ષિત રાખવા હેતુસર ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેનો પહેલીવાર ઉપયોગ 1996ના કિઆ સ્પોર્ટેઝ વાહનમાં કરવામાં આવ્યો હતો. ત્યારથી તે સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ બની ગયા છે. આ એરબેગ સ્ટીયરિંગ વ્હીલની નીચે આવે છે. 2000 બાદ તે દરેક વાહનમાં સામાન્ય બની ગયા છે.

રીયર સર્ટેઇન એબેગ

રીયર સર્ટેઇન એબેગ

કારના પાછળના ભાગે અકસ્માત થાય તો કારમાં સવાર લોકોને સુરક્ષા મળી રહે તે હેતુસર આ એરબેગને ડિઝાઇન કરવામા આવ્યા હતા. 2008માં ટોયોટા આઇક્યૂમાં તેને ઉમેરવામાં આવ્યા હતા.

રાહદારી એરબેગ

રાહદારી એરબેગ

આ એરબેગને પહેલીવાર વોલ્વો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, વોલ્વોએ પોતાની વી40માં આ એરબેગ આપ્યા હતા. જ્યારે અકસ્માત થાય ત્યારે રાહદારીને બચાવવા માટે આ એરબેગનો ઉપયોગ થાય છે. આ એરબેગનો ટેસ્ટ યુરો એનસીએપી દ્વારા કરવામાં આવ્યો હતો,જેમાં વોલ્વોને સૌથી વધુ સ્કોર મળ્યો હતો.

મોટરસાઇકલિંગ એરબેગ

મોટરસાઇકલિંગ એરબેગ

અકસ્માત દરમિયાન રાહદારીની જેમ મોટરસાઇકલ રાઇડરને સુરક્ષિત રાખવા માટે આ એરબેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક વર્ષો સુધી તેની ચકાસણી કરવામાં આવી હતી, 2006માં હોન્ડા દ્વારા પોતાની મોટરસાઇકલ ગોલ્ડવિંગમાં તે આપવામાં આવ્યા હતા.

મોટરસાઇકલ ગીયરમાં એરબેગ્સ

મોટરસાઇકલ ગીયરમાં એરબેગ્સ

મોટોજીપી રાઇડર્સની સુરક્ષા માટે ગીયર મેન્યુફેક્ચરર્સ દ્વારા આ એરબેગ્સ ઓફર કરવામાં આવ્યા હતા. હાલ આ દરેક લોકો માટે ઉપલબ્ધ છે. આ એરબેગ્સ માટે એક નાનું અમથું સેન્સર હોય છે, તે અકસ્માત સમયે તુરંત કામે લાગી જાય છે અને રાઇડર્સને સુરક્ષા પૂરી પાડે છે.

એરબેગ્સ બનાવનારી કંપની

એરબેગ્સ બનાવનારી કંપની

વિશ્વમાં એરબેગ્સ બનાવનારી મોટી કંપનીઓમાં ઓટોલિવ, ડિએસેલ, ટકાટા અને ટીઆરડબલ્યુ છે. ટકાટા એક જાપાનીઝ કંપની છે અને તેના દ્વારા બનાવવામાં આવેલા અનેક એરબેગ્સ કાર નિર્માતાઓ દ્વારા અમુક ખામીઓને કારણે પરત કરવામાં આવ્યા હતા.

એરબેગનું ઓપરેશન

એરબેગનું ઓપરેશન

સેન્ટ્રલ એરબેગ કન્ટ્રોલ યુનિટ(એસીયુ) વાહનામાં વિવિધ સેન્સર્સને મોનિટરિંગ કરે છે. એરબેગ કે જે સામાન્ય રીતે સ્ટીયરિંગ અને પ્લાસ્ટિક ફ્લેપ્સની અંદર છૂપાયેલા હો છે. તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છેકે એકસ્માત સમયે તેના સેન્સર એક્ટિવેટ થઇ જાય છે અને એરબેગ્સ ફુલાઇ જાય છે. એક ગેસ તેમાં ભરવામાં આવે છે જે અમુક સેકન્ડમાં જ એરબેગ્સને ફુલાવી દે છે. એકવાર એરબેગ્સ ખુલી ગયા બાદ તેને રિપ્લેસ કરાવવા પડે છે, જેની કિંમત 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

એરબેગ્સથી નુક્સાન

એરબેગ્સથી નુક્સાન

ભાગ્યેજ એરબેગ્સ ખરાબ અવસ્થામાં હોય તો લોકોને ઇજા થઇ શકે છે. એક વસ્તુ યાદ રાખવા જેવી છેકે કારની અંદર ગમે તેટલા એરબેગ્સ ફીટ કરવામાં આવ્યા હોય પરંતુ જો તમે સીટબેલ્ટ નહીં પહેરો તો તે તમારા માટે જોખમી સાબિત થશે.

સેફ્ટી માટે એરબેગ લોક

સેફ્ટી માટે એરબેગ લોક

એરબેગને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છેકે નાનામાં નાની અથડામણમાં પણ ખુલી જાય છે. ત્યારે જો રસ્તો ખરાબ હોય અને અમુક એ પ્રકારના ઝાટકા લાગે તો પણ એરબેગ ખુલી જાય છે, ખાસ કરીને જ્યારે તમે ઓફ રોડ પરિસ્થિતિમાં હોવ. ત્યારે આવી સ્થિતિને અવગણવા માગે તેમાં એરબેગ લોક પણ આપવામાં આવી હોય છે, જેને ટર્ન ઓફ કરી શકો છો.

સેફ્ટી માટે એરબેગ લોક

સેફ્ટી માટે એરબેગ લોક

એરબેગ્સના ગાણિતિક નિયમો હોય છે, જેમાં સીટ લોકેશન, સીટબેલ્ટનો ઉપયોગ, મુસાફરનો વજન વિગેરે બાબતોને ગણવામાં આવતી હોય છે.

તારણ

તારણ

અમે આશા રાખીએ છીએ કે અહીં એરબેગ્સ અંગે આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થશે. એરબેગ્સ જીવન બચાવે છે, તેથી કારમાં એરબેગ્સ હોય તે અંગેની કાળજી રાખવી જરૂરી છે.

English summary
Airbags play a very important role in the modern day safety of passengers in a car. Many know that this is increasingly becoming a standardised safety feature in automobiles throughout the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X