For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલ્વોની નવી એસયુવી, જેમાં હશે સૌથી હાઇટેક સેફ્ટી ટેક્નોલોજી

|
Google Oneindia Gujarati News

વોલ્વોની નવી એક્સસી 90 ઑગસ્ટમાં લોન્ચ થવાની છે. જેમાં કેટલીક સૌથી વધુ વ્યાપાક અને ટેક્નોલોજીકલી જટીલ સ્ટાન્ડર્ડ સુરક્ષા પેકેજ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવશે. આ તમામ નવી ટેક્નોલોજી મેળવવામાં કંપની પોતાના ગોલની ઘણી નજીક છે. તેમનો ગોલ છેકે, 2020 પછી નવી વોલ્વોમાં કોઇને ગંભીર ઇજા નહીં થાય અને કોઇનું મૃત્યુ નહીં થાય.

આ સ્ટાન્ડર્ડ પેકેજ સેવન સીટર, એસયુવી માટે છે, જેમાં વિશ્વની પહેલી બે ટેક્નોલોજી હશે. ઓફ રોડ પ્રોટેક્શન પેકેજ અને ઓટો બ્રેક જે વોલ્વો એક્સસી90ને સૌથી સુરક્ષિત વાહનમાની એક બનાવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વોલ્વોના સુરક્ષા પેકેજ અંગે.

વોલ્વોની નવી એસયુવી

વોલ્વોની નવી એસયુવી

વોલ્વોના નવા સુરક્ષા પેકેજ અંગે વધારે વાંચવા માટે તસવીરો થકી જાણીએ.

ટાઇટ સીટ બેલ્ટ

ટાઇટ સીટ બેલ્ટ

જ્યારે ઓફ રોડ વાહન હોય ત્યારે સામાન્ય અકસ્માતો થતાં હોવાનું જોવા મળે છે. વોલ્વોએ એક એવી સુરક્ષા વ્યવસ્થા બનાવી છે, જ્યારે કાર ચાલક પોતાના વાહન પરથી કાબુ ગુમાવશે તો તે કાર ડિટેક્ટ કરી શકશે. તેથી આગળના સેફ્ટી બેલ્ટ ટાઇટ થઇ જશે તેથી યાત્રા સુરક્ષિત રહે અને બેલ્ટ ત્યાં સુધી ટાઇટ રહેશે જ્યાં સુધા કાર ઉભી ના રહે.

ઇન્ટરસેક્શનમાં ઓટો બ્રેક આપનારી પહેલી કંપની

ઇન્ટરસેક્શનમાં ઓટો બ્રેક આપનારી પહેલી કંપની

આ ઉપરાંત વોલ્વો એવી પહેલી કાર નિર્માતા કંપની છેકે જે વિશ્વમાં ઇન્ટરસેક્શન્સમાં ઓટો બ્રેક પ્રોવાઇડ કરી રહી છે. તેથી જો ડ્રાઇવર વ્યસ્ત ઇન્ટરસેક્શનમાં હોય ત્યારે એક્સસી90 ક્રેસ થવાની સંભાવનાને ડિટેક્ટ કરી લેશે અને બ્રેક્સ ઓટોમેટિક વાગી જશે જેથી કાર અન્ય વાહન સાથે ક્રેશ ન થાય.

અન્ય સેફ્ટી ફીચર્સ

અન્ય સેફ્ટી ફીચર્સ

એક્સસી90માં અન્ય કેટલાક સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રીયર ઇમ્પેક્ટ્સમાં પ્રીક્રેશ પ્રોટેક્શન. તેથી જો એસયુવી રીયરમાંથી ઇમ્પેક્ટ ડિટેક્ટ કરે તો પાછળની સીટ પર બેસેલા ડ્રાઇવરની સીટ બેલ્ટ ઓટોમેટિક તણાવપૂર્ણ અવસ્થામાં આવી જશે અને મુસાફરને સુરક્ષિત રાખશે તથા એક લાઇટ ફ્લેશ થઇને ડ્રાઇવરને સુચિત કરે છે. તેમજ બ્રેક ઓટોમેટિકલી ટક્કર મારતી અટકાવે છે.

એક સાથે વધુ વ્હીલ પર બ્રેક કન્ટ્રોલ

એક સાથે વધુ વ્હીલ પર બ્રેક કન્ટ્રોલ

એક્સસી90માં રોલ ઓવર પ્રિવેન્શન પણ છે, જે તમામ બાજુના જોખમની ગણતરી કરશે. બ્રેક્સ એક અથવા તેથી વધુ વ્હીલ્સ પર અસર કરે છે, જેથી વાહન પોતાનું બેલેન્સ જાળવી શકે. તેમ છતાં એરબેગ્સને પણ ડેવલોપ કરવામાં આવી છે,જે ત્રણેય રોને કવર કરે છે અને સીટ બેલ્ટ સાતેય સીટને લઇને ચિંતિત રહે છે.

અન્ય રસપ્રદ ફીચર

અન્ય રસપ્રદ ફીચર

આ કારમાં અન્ય રસપ્રદ ફીચરમાં સિટી સેફ્ટી ઓટો બ્રેકિંગ છે. જેના કારણે ડ્રાઇવર પગપાળા ચાલતા લોકો, સાયકલ ચાલકો અને અન્ય વાહનો સાથેના અકસ્માતને નિવારી શકે છે. તે પહેલા ડ્રાઇવરને ચેતવે છે અને પછી ઓટોમેટિકલી બ્રેક લાગી જાય છે. તેમ છતાં જો ડ્રાઇવર તરફથી કોઇપણ પ્રકારનો રિસપોન્સ આપવામાં ના આવે તો વાહન પોતાની મેળે ઉભુ રહી જાય છે. આ ફીચર મોર્ડન કારમાં સૌથી આધુનિક અને એડવાન્સ ટેક્નોલોજીવાળું છે જે ડાર્કમાં પણ કામ કરી શકે છે.

બ્રેક, સ્ટીયરિંગ અને એક્સિલરેશન કન્ટ્રોલ

બ્રેક, સ્ટીયરિંગ અને એક્સિલરેશન કન્ટ્રોલ

આ ઉપરાંત વોલ્વોએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ તેની એસયુવીમાં કર્યો છે, જેમાં નાના અકસ્માતોને નિવારી શકાય છે આ માટે એસયુવી પોતાની રીતે જ એક્સિલરેશન, બ્રેકિંગ અને સ્ટીયરિંગ પર ઓટોમેટિકલી કન્ટ્રોલ કરી લે છે.

હોટ ફોર્મ્ડ બોરોન સ્ટીલ

હોટ ફોર્મ્ડ બોરોન સ્ટીલ

આટલી સુવિધા પછી પણ જો અકસ્માત થાય તો એસયુવીની સેફટી માટે તેમાં હોટ ફોર્મ્ડ બોરોન સ્ટિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં વાહનોમાં વપરાતા સ્ટીલના ફોર્મ કરતા તે વધારે મજબૂત છે. તે તમામ પ્રકારના અકસ્માતમાં સુરક્ષા પૂરી પાડે છે.

પોતાના ધ્યેયની ઘણી નજીક

પોતાના ધ્યેયની ઘણી નજીક

વોલ્વોએ પોતાની નવી એક્સસી90માં જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપી છે, તેને જોઇને એવું લાગી રહ્યું છેકે તે પોતાના ધ્યેય અનુસાર એવી કાર બનાવવા તરફ આગળ વધી રહી છે કે 2020 પછી ના તો કોઇને ઇજા પહોંચશે અને ના તો કોઇનું મૃત્યુ થશે.

English summary
Volvo's new XC90 which will be released this August, will offer some of the most comprehensive and technologically sophisticated standard safety packages available in the automotive industry. All this new technology will take the company closer to achieve their goal - for no one to be killed or seriously inju
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X