For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભવિષ્યની આ કાર્સને જોઇને તમે રહી જશો દંગ

|
Google Oneindia Gujarati News

ભવિષ્ય અંગે કલ્પના કરવી ઘણી જ રોચક હોય છે. આપણે બધા એક એવા ભવિષ્ય અંગે કલ્પના કરીએ છીએ, જેમાં આપણે આપણી બધી જ વસ્તુઓને ઘણી સહેલી કરી દઇશું. જો વર્તમાન સમયમાં વિજ્ઞાનની ઝડપને ધ્યાનમાં લઇએ તો આપણું ભવિષ્ય ટેક્નોલોજીના એ તંત્ર જાળાથી ચારોતરફ ઘેરાયેલું જોવા મળશે કે જેની કલ્પના પણ આપણે કરી શકતા નથી.

વિજ્ઞાન અને પ્રોધ્યોગિકીના આ મિશ્રણની અસર માત્ર આપણા ભવિષ્ય પર જ નહીં પડે પરંતુ આપણા વ્યક્તિગત જીવન પર પણ તેની અસર જોવા મળશે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ ભવિષ્યની આ શાનદાર કાર્સ છે. જી હાં, વાહન નિર્માતા કંપનીઓ સમયાંતરે નવા વાહનો લોન્ચ કરતી વખતે પોતાના કેટલાક શાનદાર કોન્સેપ્ટને રજૂ કરે છે, જેને જોઇને આપણે નિશ્ચયી આશ્ચર્યમાં મુકાઇ જઇએ છીએ. તો ચાલો તસવીરો થકી જોઇએ વિશ્વની કેટલીક ભવિષ્યની કાર જેમાં તમે ભવિષ્યમાં વિહરશો.

ભવિષ્યમાં આવી હશે કાર્સ

ભવિષ્યમાં આવી હશે કાર્સ

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમતી જૂઓ વિશ્વની કેટલીક શાનદાર ભવિષ્ય કાર્સ અંગે.

બીએમડબલ્યુ જીના

બીએમડબલ્યુ જીના

વિશ્વ ભરમાં એકથી એક શાનદાર કાર્સને રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ તાજેતરમાં જ પોતાની શાનદાર કોન્સેપ્ટ કાર જીનાને રજૂ કરી હતી. જોવામાં આ કાર એક શાર્ક માછલી જેવી લાગે છે, પરંતુ તેની ટેક્નોલોજી ઘણી જ રોચક છે. આ કારની સ્કીનનું નિર્માણ મેટલના બદલે ફેબરિકથી કરવામાં આવ્યું છે. તમે તસવીરમાં જોઇ શકો છો કે, આ કાર કોઇપણ આકારમાં બદલાઇ શકે છે.

ફોક્સવેગન હોવર કાર

ફોક્સવેગન હોવર કાર

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગને અનેક શાનદાર કાર્સ રજૂ કરી છે. ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રે કેટલાક શ્રેષ્ઠ આવિષ્કાર કર્યા છે, જે અવિસ્મરણીય છે, પરંતુ ફોક્સવેગનની ચાઇનીઝ વિંગે એક એી કારનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો, જેને જોઇને બધાના હોંશ ઉડી ગયા હતા. જી હાં, આ કાર રસ્તા પર ચાલવાને બદલે તમારી ઇચ્છા અનુસાર હવામાં પણ ઉડી શકે છે. આ કારમાં કુલ બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા આપવામાં આવી છે.

લેમ્બોર્ગિની કોન્સેપ્ટ એસ

લેમ્બોર્ગિની કોન્સેપ્ટ એસ

ઇટલીની પ્રમુખ સ્પોર્ટ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીની શાનદાર સ્પોર્ટ ગલાર્ડો નિશ્ચયી ઘણી જ શાનદાર કાર છે. કંપનીએ પોતાની આ કારના તર્જ પર નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ કારની સૌથી મોટી વિશેષતા એ છે કે આ કારમાં વિન્ડશિલ્ડનો પ્રયોગ કરવામા આવ્યો નથી એટલે કે આ કારને ચલાવતી વખતે તમે બાઇક રાઇડિંગનો અનુભવ કરી શકો છો અને તમે તેને હેલમેટ વગર ચલાવી નહીં શકો. કંપનીએ આ કારમાં દમદાર વી0 એન્જીનનો પ્રયોગ કર્યો છે.

પ્યૂઝો ઓનિક્સ

પ્યૂઝો ઓનિક્સ

પ્યૂઝોએ પણ એક શાનદાર કોન્સેપ્ટ કાર ઓનિક્સનું નિર્માણ કર્યું છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કારને કેટલાક લોક પેડેસ્ટ્રીયન હેચબેકની સંજ્ઞા પર આપે છે. કંપનીએ આ કારને ગયા વર્ષે વિશ્વ સામે રજૂ કરવામાં આવી હતી. તાજેતરના દિવસોમાં રજૂ કરવામાં આવેલી કોન્સેપ્ટ કારમાં આ સૌથી શાનદાર કાર છે.

શેવરોલે ઇએન-વી

શેવરોલે ઇએન-વી

શેવરોલેની આ ઇએન-વીને તાજેતરમાં ટોક્યો મોટર શોમાં પણ રજૂ કરવામાં આવી હતી, જ્યાં આ કારના ઘણા જ વખાણ કરવામાં આવ્યા હતા. શેવરોલેની આ નાની કારમાં કુલ બે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા આપવામાં આવી છે, કંપનીએ આ કારને ખાસ કરીને શહેરી ક્ષેત્રના ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. ભારે ટ્રાફિક વચ્ચે ઇંધણની ખપતને ધ્યાનમાં રાખીને આ ઇલેક્ટ્રિક કાર એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરશે. નવી શેવરોલે ઇએન-વીમાં ઇંઘણનો પ્રયોગ નહીં હોવાના કારણે એ પ્રદુષણ પણ ઓછું કરશે. ઇએન-વીના આખા નામ પર ધ્યાન આપવામાં આવે તો, તેનું નામ ઇલેક્ટ્રિક નેટવર્ક વ્હીકલ રાખવામાં આવ્યું છે.

એસ્ટન માર્ટિન એએમવી 10

એસ્ટન માર્ટિન એએમવી 10

જેમ્સ બોન્ડ શ્રેણીમાં બોન્ડ એજન્ટ માટે એકથી એક શાનદાર ફીચર્સથી ભરપૂર કાર્સનું નિર્માણ કરનારી પ્રમુખ બ્રિટિશ કાર નિર્માતા કંપની એસ્ટન માર્ટિને તાજેતરમાં પોતાની નવી કોન્સેપ્ટ એસ્ટન માર્ટિન એએમવી 10ને રજૂ કરી હતી. દેખાવે આ કાર શાનદાર સુપરકારનો અનુભવ કરાવે છે. બે દરવાજા ધરાવતી આ કારમાં કંપનીએ લગભગ તમામ આધુનિક ફીચર્સનો ઉપયોગ કર્યો છે.

મઝદા ફુરઇ

મઝદા ફુરઇ

શાનદાર કાર લોન્ચ કરનારી કંપની મઝદાએ તાજેતરમાં પોતાની નવી કોન્સેપ્ટ કાર મઝદા ફુરઇને રજૂ કરી હતી. દેખાવે આ કાર એક ફોર્મુલા વન રેસર કાર જેવી છે. આ કારને કંપનીએ ખાસ કરીને રેસિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરી હતી, જો કે, દુઃખની વાત એ છે કે, ટોપ ગિયર દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી, પરંતુ આશા છે કે, ભવિષ્યમાં કંપની આ કારને ફરી એકવાર રજૂ કરશે.

શેવરોલે એસ્ટ્રો III

શેવરોલે એસ્ટ્રો III

વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સની સવ બ્રાન્ડ શેવરોલેએ વિશ્વની સામે પોતાની સૌથી શાનદાર કોન્સેપ્ટ કાર શેવરોલે એસ્ટ્રો IIIને રજૂ કરી હતી. સૌથી રોચક વાત એ છે કે કંપનીએ આ કારની ડિઝાઇન વર્ષ 1969માં કરી હતી. ત્યારથી કંપની આ કાર પર કામ કરી રહી હતી. દેખાવે આ કાર એક રોકેટ અથવા તો અંતરિક્ષ વિમાનનો પણ આભાસ કરાવે છે. જો કે, જોવાની વાત એ છે કે આ કાર રસ્તા પર દોડશે ત્યારે તેને ચલાવવી કેટલી સરળ રહેશે.

લિંકન કોન્ટિનેન્ટલ

લિંકન કોન્ટિનેન્ટલ

પ્રમુખ વાહન નિર્માતા કંપની લિંકને તાજેતરમાં જ પોતાનો નવો કોન્સેપ્ટ લિંકન કોન્ટીનેન્ટલને વિશ્વની સામે રજૂ કર્યો હતો. કંપનીનું લક્ષ્ય છે કે, આ કારને આગામી ભવિષ્ય વર્ષ 2025 સુધીમાં બજારમાં રજૂ કરી દેવામાં આવશે. આ કારને લોરેન્સ ટેક યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, અને તેનું નિર્માણ ફોર્ડ મોટર કંપનીના ડેવલોપમેન્ટ સેન્ટરમાં કરવામાં આવ્યું. આ કારના વ્હીલગાર્ડને સંપૂરણ પણે કવર કરવામાં આવ્યા છે.

હોરવેટ

હોરવેટ

હોરવેટ, આધુનિક ટેક્નોલોજીનો શાનદાર નમૂનો છે. આ કારને વોટર બોટ કહેવું વધારે સારું રહેશે. જી હાં, તેનું નિર્માણ બે એન્જીનિયર્સ મિશેલ મર્સિયર અને ક્રીશ જોન્સે કર્યું હતું. તેના નિર્માણમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર રસ્તાની સાથો સાથ પાણીમાં પણ દોડી શકવા સક્ષમ છે. તેમાં એક એવી મોટરનો પ્રયોગ કર્યો છે, જે કમ્પ્રેસ્ડ એરને વાહનની નીચે લાગેલા બલૂનમાં હવા ભરે છે અને આ પાણી પર પણ તેવી જ રીતે વિહરે છે.

ઓડી શાર્ક કોન્સેપ્ટ

ઓડી શાર્ક કોન્સેપ્ટ

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ઓડીએ તાજેતરમાં એક એવો કોન્સેપ્ટ શાર્ક રજૂ કર્યો હતો, જેને જોઇને આખું ઓટોમોબાઇલ વિશ્વ ચોંકી ગયું હતું. જી હાં, આ કારે ઓટોમોબાઇલ વિશ્વની પરિભાષા બદલીને રાખી દીધી. વ્હીલ વગર ઓટો વિસ્વની કલ્પના પણ કરી શકાતી નથી, પરંતુ ઓડીએ પોતાની આ કોન્સેપ્ટ કારને રજૂ કરીને જણાવી દીધું કે વ્હીલ વગર પણ ઓટો વિશ્વનું ભવિષ્ય છે.

લેમ્બોર્ગિની બેટમોબાઇલ

લેમ્બોર્ગિની બેટમોબાઇલ

તમને બેટમેન શ્રેણીની કાર્સ તો યાદ જ હશે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી કાળા રંગની કારને જોઇને બધાનું મન તેના પર મોહી જાય છે. લેમ્બોર્ગિનીએ તાજેતરમાં જ પોતાની આ નવી કોન્સેપ્ટ બેટમોબાઇલને રજૂ કરી હતી. આ કારનું નિર્માણ કંપનીએ બેટમેન કારથી પ્રેરિત થઇનું કર્યું હતું.

પ્યૂઝો ઓરેન કોન્સેપ્ટ

પ્યૂઝો ઓરેન કોન્સેપ્ટ

પ્યૂઝો ઓરેન કોન્સેપ્ટ એક થ્રીવ્હીકલ વાહનની રોચક કહાણી છે. કંપનીએ આ કારને પેટ્રોલ અને ડીઝલથી ચાલવાના બદલે ઇલેક્ટ્રિકથી ચલાવી છે. આ કારમાં કુલ બે લોકો બેસી શકે છે. આ કારમાં શાનદાર સેન્સરયુક્ત થ્રીવ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં શહેરી રસ્તા પર આ કાર ઉતારવાની યોજના પર કંપની કામ કરી રહી છે.

રેનો ડિઝાયર કોન્સેપ્ટ

રેનો ડિઝાયર કોન્સેપ્ટ

ફ્રાન્સની પ્રમુખ કાર નિર્માતા કંપની રેનોએ પોતાના ભવિષ્યની કારની ઇચ્છા ડિઝાયર કોન્સેપ્ટનું નિર્માણ કરીને પૂરું કરવાના પ્રયત્નો કરી રહી છે. કંપનીએ આ કાર ગત પેરિસ મોટર શો દરમિયાન વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. જો કે, કંપની આ કારને રજૂ કરી હતી. જોકે, કંપની આ કારને રજૂ કર્યા બાદ તેને ઉત્પાદન મોડલને રજૂ કરવા અંગે વધુ રસ દાખવી રહી હોય તેમ જણાતું નથી. અને આ કાર ક્યારે રસ્તા પર દેખાશે તે કહીં શકાય તેમ નથી.

ફોર્ટ જીટી 90

ફોર્ટ જીટી 90

અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્ડે તાજેતરમાં પોતાની શાનદાર કોન્સેપ્ટ જીટી 90ને રજૂ કરી હતી. દેખાવે આ કાર એક સામાન્ય કોન્સેપ્ટ જેવી જ છે, તો આશા છે કે કંપની આ કારને ટૂંક સમયમાં બજારમાં તેને વેચાણ અર્થે રજૂ કરશે.

English summary
Automakers develop several futuristic concept models & prototypes to showcase their development path. Most of these advanced looking futuristic concept cars do not enter production. Some futuristic cars are listed here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X