For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો ભારતીય માર્ગો પર ફરતી જોવા મળશે એન્ડ્રોઇડ કાર્સ

|
Google Oneindia Gujarati News

વૈભવતાભર્યા જીવનમાં ટેક્નોલોજીનો ઘણો જ મહત્વ છે અને દિવસેને દિવસે તેમાં વિકાસ થઇ રહ્યો છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તેના જ કારણે ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ ટેક્નોલોજીનો સતત વિકાસ થઇ રહ્યો છે અને દરરોજ એક નવી ટેક્નોલોજીનો જન્મ ઓટોમોબાઇલ સેક્ટરમાં થઇ રહ્યો છે. ભારતીય ઓટો બજારની વાત કરવામાં આવે તો ભારતમાં ઓટોમોબાઇલ ટેક્નોલોજી નવી ઉંચાઇએ પહોંચી ગઇ છે, તેમાં પણ ખાસ કરીને હોન્ડાની કાર્સમાં દરરોજ એન્ડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મળતી માહિતી અનુસાર હોન્ડા આગામી સમયમાં ભારતમાં વેચવામાં આવતી પોતાની કાર્સમાં એન્ડ્રોઇડ ઓટો ટેક્નોલોજીને સમાવવાની યોજના બનાવી રહી છે.

જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે ઘણી કાર્સની અંદર આ એન્ડ્રોઇડ ઓટો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે, પરંતુ એ દિશામાં આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી. એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ટેલીકોમ્યુનિકેશન્સમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં એ જ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કાર્સમાં પણ કરવામાં આવી શકે છે. આ ટેક્નોલોજીનો કાર્સમાં ઉપયોગ કરવાનો એકમાત્ર હેતુ પોતાના કાર ગ્રાહકોને ઉત્તમ સુવિધા આપવાનો છે. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

ઓટોમોબાઇલ ટેક્નોલોજીનું આધુનિકરણ

ઓટોમોબાઇલ ટેક્નોલોજીનું આધુનિકરણ

છેલ્લા કેટલાક સમયથી ઓટોમોબાઇલ માર્કેટમાં આ શ્રેષ્ઠ ડીલે વિકાસ કર્યો છે અને ભારતમાં હોન્ડા કાર્સની સફળતા એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. થોડાક વર્ષો પહેલા કિંમત અને ફ્યુઅલ ઇકોનોમી પર જ ધ્યાન આપવામાં આવતું હતું પરંતુ હવે લોકો ભારતમાં ઓટોમોબાઇલ ટેક્નોલોજી તરફ પણ દ્રષ્ટિ કરી રહ્યાં છે, જે તેના વિકાસ માટે ઘણું જ સારું છે. જોકે એન્ડ્રોઇડ ઓટો હજુ એટલું બધુ પ્રકાશમાં આવ્યું નથી અને વિશ્વની ઘણી કાર્સ છેકે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.

એન્ડ્રોઇડ સોફ્ટવેર ટૂંક સમયમાં થશે લોન્ચ

એન્ડ્રોઇડ સોફ્ટવેર ટૂંક સમયમાં થશે લોન્ચ

માહિતી અનુસાર એન્ડ્રોઇડ સોફ્ટવેરને 2014ના અંતભાગ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે, જે ગ્લોબલ ઓટોમોબાઇલ ઇન્ટસ્ટ્રીઝમાં એક મોટું પગલું ભરવા જઇ રહ્યું છે અને ગ્રાહકો અને તજજ્ઞો હવે ભવિષ્ય તરફ નજર ફેરવી રહ્યાં છે. કાર્સની અંદર એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી એ તમને એક નવા મુકામે લઇ જશે. આ અંગે મળતી માહિતી અનુસાર અનેક કાર નિર્માતા કંપનીઓ દ્વારા આ સંદર્ભે ગુગલ સાથે વાત કરવામાં આવી છે અને તેઓ પોતાની કાર્સમાં આ એન્ડ્રોઇડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છે.

આ બ્રાન્ડમાં જોવા મળી શકે છે એન્ડ્રોઇડ ટેક્નોલોજી

આ બ્રાન્ડમાં જોવા મળી શકે છે એન્ડ્રોઇડ ટેક્નોલોજી

વિશ્વની જાણીતી બ્રાન્ડ અંગે વાત કરીએ તો એબાર્થ, ઑડી, શેવરોલે, ડોજ, ફિયાટ, હોન્ડા, હુન્ડાઇ, ટોયોટા, સ્કોડા, નિસાન, મિત્સુબિશી, જીપ, કિઆ, ઇન્ફિનિટી, સુઝુકી, વોલ્વો અને ક્રાય્સ્લેર જેવી બ્રાન્ડ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. જોકે તજજ્ઞોની વાત માનીએ તો હોન્ડા અને હુન્ડાઇ ભારતમાં આ ટેક્નોલોજીનો સૌપહેલા ઉપયોગ કરી શકે છે. ફોક્સવેગન, ઑડી, ફિયાટ પોતાની કાર્સમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જોકે ભારતમાં હોન્ડાની કાર્સ આ ટેક્નોલોજીને લોકપ્રીય બનાવી શકે છે.

ગ્રાહકોને અનેકવિધ સુવિધા

ગ્રાહકોને અનેકવિધ સુવિધા

આ એપ્લિકેશન થકી કાર નિર્માતા કંપનીઓ પોતાના ગ્રાહકોને અનેકવિધ સુવિધા આપવા માગે છે, જેમાં મોબાઇલ ડિવાઇસને પોતાના વાહન સાથે ઇન્ટ્રિગેટ કરવામાં તે મદદરૂપ થશે. તેમજ ગુગલ મેપ, ગુગલ પ્લે મ્યુઝીક સહિતની એપ્લિકેશનનો કાર્સમાં ઉપયોગ કરી શકાશે. આ ટેક્નોલોજી અજાણ્યા વિસ્તારોમાં ટ્રાવેલ કરી રહેલા કાર ચાલકોને ઘણી જ મદદરૂપ થઇ શકે છે.

English summary
Android Auto technology soon in indian cars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X