For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલ છે વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ

|
Google Oneindia Gujarati News

એપલ વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ્સની યાદીમાં નંબર વન છે. કોર્પોરેટ આઇડેન્ટિટી એન્ડ બ્રાન્ડ કન્સલ્ટિંગ કંપની ઇન્ટરબ્રાંડ દ્વારા જારી કરવામાં આવેલા આ એક રીપોર્ટમાં સ્માર્ટફોન કંપની એપલને સૌથી વેલ્યુએબલ બ્રાન્ડનો દરરોજ આપવામાં આવ્યો છે. આ પહેલા સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ કોકાકોલા હતી, જે આ વખતે રીપોર્ટમાં ત્રીજા નબંર પર છે.

ઇન્ટરબ્રાન્ડના ગ્લોબલ ચીફ એક્ઝિક્યૂટિવ જેજ ફ્રેમ્પ્ટન એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, એપલનું પહેલાં નંબર પર આવવું પહેલાંથી જ નક્કી મનાઇ રહ્યું હતું કારણ કે, ગત વર્ષે કંપનીનું નામ આ યાદીમાં બીજા નંબર પર દાખલ હતું. વેલ્યુએબલ બ્રાન્ડ બનાવનારી માત્ર કંપનીના પ્રોડક્ટની મહત્વની ભૂમિકા નથી નિભાવતી પરંતુ કંપનીનું આચરણ પણ ઘણું મહત્વ ધરાવે છે. આ પહેલાં 13 વર્ષ સુધી કોકાકોલા વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં પહેલાં નંબર પર હતી. 2011માં આ યાદીમાં એપલ 8માં નંબર પર હતી.

રીપોર્ટ અનુસાર એપલની બ્રાન્ડ વેલ્યુ 98.3 અરબ ડોલર છે, જ્યારે કોકાકોલાની વેલ્યુ 79.2 અરબ ડોલર છે. એપલ બાદ બીજા નંબર પર ગુગલ છે, જ્યારે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપની સેમસંગનું નામ 8માં ક્રમાંકે છે. સ્માર્ટફોન કંપનીઓમાં સૌથી ખરાબ હાલત બ્લેકબેરીએ કરી છે, જે ગયા વર્ષે 56માં ક્રમાંકથી ખસકીને 93માં ક્રમાંકે પહોંચી છે. આ ઉપરાંત નોકિયા ગઇ યાદીમાં 19માં નંબર પર હતી જે આ વખતે 57માં ક્રમાંકે છે.

હોન્ડા

હોન્ડા

બ્રાન્ડ વેલ્યુઃ $18.5 Billion
ગયા વર્ષનો રેન્કઃ 21

અમેઝન

અમેઝન

બ્રાન્ડ વેલ્યુઃ $23.6 Billion
ગયા વર્ષનો રેન્કઃ 20

ઓરેકલ

ઓરેકલ

બ્રાન્ડ વેલ્યુઃ $24.1 Billion
ગયા વર્ષનો રેન્કઃ 18

લૂઇસ વ્યૂટન બ્રાન્ડ

લૂઇસ વ્યૂટન બ્રાન્ડ

બ્રાન્ડ વેલ્યુઃ $24.9 Billion
ગયા વર્ષનો રેન્કઃ 17

જિલેટ

જિલેટ

બ્રાન્ડ વેલ્યુઃ $25.1 Billion
ગયા વર્ષનો રેન્કઃ 16

એચપી

એચપી

બ્રાન્ડ વેલ્યુઃ $25.8 Billion
ગયા વર્ષનો રેન્કઃ 15

ડિઝની

ડિઝની

બ્રાન્ડ વેલ્યુઃ $28.1 Billion
ગયા વર્ષનો રેન્કઃ 13

English summary
apple is most valuable brands the world new
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X