• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઑડીની ક્યૂ 3 ડાયનેમિક એસયુવીની જાણવા જેવી બાબતો

|

જાણીતી કાર નિર્માતા કંપની ઑડી હંમેશા એક ક્લાસ અને સ્ટાઇલિશ કાર બનાવવા માટે જાણીતી છે અને તે પોતાની આ રેપ્યુટેશનને હંમેશા જાળવી રાખે છે અને તેથી જ તો આજ સુધી તેના પ્રત્યેની વિશ્વસનિયતા કાર ધારકોમાં અડગ છે. ઑડી દ્વારા તેની નવી કાર ક્યૂ 3ને રજૂ કરી છે. ભારતમાં આ કારને ઑડી ડ્રાઇવ સિલેક્ટ(એડીએસ) સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી છે અને તેને મર્સીડિઝ બેન્ઝની જીએલએ ક્લાસની સામે પડકાર સ્વરૂપે મુકવામાં આવી છે.

ઓન પેપર, ક્યૂ 3ને ડાયનેમિક અને મોસ્ટ સ્ટાઇલિસ કોમ્પેક્ટ પ્રીમિયમ એસયુવી બતાવવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ખરા અર્થમાં આ કોમ્પેક્ટ એસયુવી વિશ્વ પર પોતાની છાપ છોડી શકશે ખરા? આ કારનું બુકિંગ ઓપન થઇ ગયું છે, ત્યારે તમે બધા એ વાત જાણવા માટે ઉત્સુક હશો કે કારમાં એવી કઇ ખાસિયત છેકે જેને તમે પસંદ કરશો અને કઇ બાબતો છે જે તમને પસંદ નહીં આવે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કેવી છે ઑડી ક્યૂ 3 35 ટીડીઆઇ ક્વાટ્રો ડાયનેમિક. અહીં અમે તેની ડિઝાઇન, પરફોર્મન્સ, કિંમત, સ્પેસિફિકેશન અંગે માહિતી આપી છે.

ઑડી ક્યૂ 3 ક્વાટ્રો ડાયનેમિક

ઑડી ક્યૂ 3 ક્વાટ્રો ડાયનેમિક

મોડલ ટેસ્ટેડઃ ઑડી ક્યૂ 3 35 ટીડીઆઇ ક્વાટ્રો ડાયનેમિક
ફ્યુઅલ ટાઇપઃ ડીઝલ
ડ્રાઇવટ્રેઇનઃ પરમેનન્ટ ઓલ વ્હીલ ડ્રાઇવ
રોડ ટેસ્ટ લોકેશનઃ કારી મોટર સ્પીડવે(કોઇંબતુર)
કિંમતઃ- 38 લાખ રૂપિયા

ઓવરવ્યૂ

ઓવરવ્યૂ

હાલ ભારતમાં આ કોમ્પેક્ટ પ્રીમીયમ એસયુવીના બે મોડલ પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે.

ડીઝલ મોડલઃ એન્જીન, ટ્રાન્સમિશન અને ડ્રાઇવટ્રેઇન
2.0-લિટર, 138 બીએચપી, 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન [ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ]
2.0-લિટર, 175 બીએચપી, ડાયનેમિક 7-સ્પીડ ટ્રોનિક ટ્રાન્સમિશન [પરમેનન્ટ ઓલ વ્હીલ ડ્રાઇવ]

પેટ્રોલ મોડલઃ એન્જીન, ટ્રાન્સમિશન અને ડ્રાઇવટ્રેઇન
2.0-લિટર, 211 બીએચપી, ડાયનેમિક 7-સ્પીડ ટ્રોનિક ટ્રાન્સમિશન [પરમેનન્ટ ઓલ વ્હીલ ડ્રાઇવ]

સ્ટાઇલિંગઃ- ભાગ 1

સ્ટાઇલિંગઃ- ભાગ 1

ઑડી ક્યૂ 3 પોતાના વિઝ્યુઅલ પ્રેઝન્સ માટે જાણીતી છે. તેનો આગળનો લૂક પ્યોર ક્લીયર કટ ડિઝાઇન છે. તેના હૂડની શટ લાઇન એ પિલરના એજ સુધી ફ્લો થાય છે અને ફ્રન્ટ ગ્રીલમાં વધુ ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ અને ક્રોમ રિંગ્ડ ફોગ લેમ્પ આ એસયુવીને સારો લુક આપી રહી છે. તેને સાઇડમાંથી જોવામાં આવે તો તમને એ મોસ્ટ સ્ટાઇલિસ કોમ્પેક્ટ પ્રીમીયમ એસયુવી લાગશે.

સ્ટાઇલિંગઃ- ભાગ 2

સ્ટાઇલિંગઃ- ભાગ 2

જ્યારે તમે તેને સાઇડમાંથી જોશો તો તમને તેની સ્ટાઇલિંગ પાવરફૂલ અને નજરને ખેંચી રાખે તેવી લાગશે. તેના એલીગેન્ટ આઇ કેચિંગ છે, શોર્ટ રિયર ઓવરહેંગ, ડી પીલર અને વાઇન્ડસ્ક્રીન તેની ડિઝાઇનને ખાસ બનાવે છે. અમને તેની રૂફ લાઇન વધારે પસંદ પડી. તમે તેને નજીકથી જોશો તો તેની રૂફલાઇન તેને સ્પોર્ટી કૂપ જેવી લાગે છે.

સ્ટાઇલિંગઃ- ભાગ 3

સ્ટાઇલિંગઃ- ભાગ 3

તેનો પાછળનો લૂક ચોક્કસપણે તેમને સ્પોર્ટી લાગશે ખાસ કરીને તેની એલઇડી ટેઇલ લાઇટના કારણે. આ નવી એડિશનમાં તેને સારી રીતે ક્યૂ ગ્રાફિક્સમાં ફિટ કરવામાં આવી છે. તેમજ સિલ્વર સ્કિડ પ્લેટ, જેને અન્ડબોડી ક્લેડ્ડિંગમાં સેટ કરવામાં આવી છે. વૈભવી કાર ખરીદનારાઓ મોટાભાગે કારની ડિઝાઇન પર વધારે ફોકસ કરતા હોય છે અને ક્યૂ 3 ચોક્કસપણે તમારું હૃદય જીતવામાં સફળ થઇ શકે છે.

ઇન્ટિરીયર્સ

ઇન્ટિરીયર્સ

નવી ક્યૂ 3માં પણ જે ઇન્ટિરીયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છેતે ક્યૂ3 પ્રીમીયમ પ્લસ મોડલને મળતો આવે છે. તેમાં હાઇ ક્વોલિટીના મટેરિયલ, સોબર ટોન ઇન્ટિરીયર્સ, ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ, રીયર એસી વેન્ટ્સ, પેનારોમિક સનરૂફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી વધુ બદલાવ ડ્રાઇવ કન્ટ્રોલરને લઇને કરવામાં આવ્યા છે. તેમાં સેન્ટર કોન્સલનો ઉપયોગ કરવામાં આવ્યું છે. જે ડ્રાઇવિંગમાં મદદરૂપ થઇ શકે છે.

ડ્રાઇવેબિલિટી અને એવરેજ

ડ્રાઇવેબિલિટી અને એવરેજ

2.0 લિટર ડીઝલ એન્જીન સારું ટાર્ક જનરેટ કરે છે. ક્વાટ્રો ડ્રાઇવ ટેક્નોલોજીના કારણે ક્યૂ 3 0થી 100 કિ.મી પ્રતિ કલાકમાં દરેક એક્સલે ટાર્ક જનરેટ કરવામાં એબલ છે. તમે તેને ઓફ રોડ, હિલ પ્રદેશમાં અને શહેરના રોજિંદા વપરાશમાં ચકાસી શકો છો.

એન્જીન: 2.0-લિટર ટીડીઆઇ
પાવર: 175 બીએચપી
ફ્યુઅલ ટાઇપ: ડીઝલ
એવરેજ: 15.73 કેએમપીએલ [એઆરએઆઇ]
ટ્રાન્સમિશન: 7-સ્પીડ ટ્રોનિક ટ્રાન્સમિશન ડ્રાઇવ સિલેક્ટ મોડ સાથે [કમ્ફર્ટ, ઓટો અને ડાયનેમિક]

સ્ટેન્ડઆઉટ ફીચર્સઃ ભાગ 1

સ્ટેન્ડઆઉટ ફીચર્સઃ ભાગ 1

ઑડી ડ્રાઇવ સિલેક્ટ તમને તમારી રીતે કોઇપણ સમયે તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ અનુસાર ડ્રાઇવિંગ કોન્ફિગરેશન એડજેસ્ટ કરવાની મંજૂરી આપે છે. જ્યારે કારને શરૂ કરવામાં આવે ત્યારે બાયડિફોલ્ટ તે ઓટો મોડમાં જતી રહે છે.
કમ્ફર્ટઃ આ મોડમાં લો અને હાઇ સ્પીડમાં સ્ટીયરિંગને વધુ એસિસ્ટ કરી શકો છો. સસ્પેન્શન ડમ્પિંગ સોફ્ટ રહે છે. ટ્રાફિકમાં સ્મૂથ ડ્રાઇવિંગની અનુભૂતિ કરાવે છે.
ઓટોઃ આ મોડ તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલનું મોનિટરિંગ કરે છે અને જે પ્રકારની ડ્રાઇવિંગ પરિસ્થિતિ હોય તે પ્રમાણે એસયુવીને પરફોર્મન્સને એડજેસ્ટ કરે છે.
ડાયનેમિક મોડઃ આ મોડને ત્યારે પસંદ કરવામાં આવે છે, જ્યારે તમે મેક્સિમમ પરફોરમન્સ ઇચ્છતા હોવ. આ મોડ એસયુવીને મેક્સિમમ પરફોરમન્સ હેન્ડલિંગ અને પાવરમાં આપે છે.
વધુ આગળ...

સ્ટેન્ડઆઉટ ફીચર્સઃ ભાગ 2

સ્ટેન્ડઆઉટ ફીચર્સઃ ભાગ 2

દરેક મોડમાં યુનિક કોન્ફિગરેશન અને ચાર ડ્રાઇવિંગ કેરેક્ટરિસ્ટ્રિક છે.

ડાયનેમિક સ્ટીયરિંગઃ લોવર અને હાયર સ્પીડમાં સ્ટીયરિંગ રેશિયો અને સ્ટીયરિંગ એસિસ્ટના લેવલને એડપ્ટ કરે છે.
સસ્પેન્શન ડમ્પિંગઃ આ સિસ્ટમ કોઇપણ મોડ સેટિંગમાં બોડી કન્ટ્રોલને મેક્સિમાઇઝ કરવા માટે દરેક વ્હીલમાં અમુક સેકન્ડે ડમ્પર સેટિંગને એડજેસ્ટ કરે છે.
ટ્રાન્સમિશનઃ ગીયર શિફ્ટિંગ તમે કેવા પ્રકારના મોડનો ઉપયોગ કર્યો છે, તેના આધારે રહે છે. કમ્ફર્ટ મોડમાં તેને તમે સહેલાયથી શિફ્ટ કરી શકો છો. ડાયનેમિક મોડમાં એન્જીનના રેવ હાયર હોય છે અને ગીયરને ક્વિક શિફ્ટ કરવા પડે છે અને તે તમારા એન્જીનના પાવરબેન્ડને કમ્પલેટ થવાની મંજૂરી આપે છે.
થ્રોટલ મેપિંગઃ થ્રોટલ પણ મોડ્સના આધારે એડજેસ્ટ થાય છે. કમ્ફર્ટ મોડમાં થ્રોટલ ડમ્પેનેડને ટ્રાફિક લાઇટ્સ અથવા સ્ટોપ એન્ડ ગો ટ્રાફિકમાં સ્મૂથ સ્ટાર્ટની પરવાનગી આપે છે. ડાયનેમિક મોડમાં થ્રોટલ વધુ જવબાદારીભર્યુ વલણ અપનાવે છે અને એન્જીન એક્સિલરેટ્સ પેડલ ઇનપૂટ્સના આધારે રહે છે.

એલઇડી ટેઇલ લેમ્પ્સ

એલઇડી ટેઇલ લેમ્પ્સ

ક્યૂ 3 ડાયનેમિકના ક્લિયર લેન્સ એલઇડી ટેઇલ લેમ્પ્સ તીવ્ર તેજસ્વિતા છોડે છે. આ ટેઇલ લેમ્પ સૌંદર્યને દ્રષ્ટિએ પણ સારી છે અને માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ એટલી જ સુંદર લાગે છે. ટેઇલ લેમ્પ હંમેશા સ્ટાઇલિંગમાં વધારો કરે છે અને ક્યૂ 3 ડાયનેમિકમાં પણ તેવું જ છે.

એલોય વ્હીલ

એલોય વ્હીલ

એલોય વ્હીલ વ્હીલના સ્ટેન્સ અને અપિયરન્સમાં વધારો કરવામાં મદદ કરે છે. તેમાં પણ સારી ડિઝાઇન મહત્વનું પાસું છે. ઑડીએ આ કારમાં 17" 5 સ્પોક એલોય વ્હીલનો ઉપયોગ કર્યો છે અને તેમાં ક્રબ ક્લૂ ડિઝાઇન અપનાવી છે.

એલઇડી હેડલેમ્પ્સ

એલઇડી હેડલેમ્પ્સ

ક્યૂ 3 ડાયનેમિકમાં જે હેડલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને ઓટોમેટિક ડાયનેમિક હેડલાઇટ રેન્જ કન્ટ્રોલ, ડેઝલ્ડમાંથી ટ્રાફિકમાં આવો ત્યારે ઓટોમેટિક સેટ થાય તેવા એક્વીપમેન્ટ ધરાવે છે. તેથી ક્યૂ 3 માત્ર દેખાવે સારી જ નથી પરંતુ તેમાં ઉચ્ચ કક્ષાની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

પેનોરામિક સનરૂફ

પેનોરામિક સનરૂફ

આ કારમાં સનરૂફ મોટું છે. જે કારના રૂફ એરિયાના 70 ટકા ભાગને કવર કરે છે. જે કેબિનમાં એક્સ્ટ્રા લાઇટ અને ફ્રેશ હવાને દાખલ કરે છે અને એ પણ કોઇપણ વિન્ડોને ખોલ્યા વગર.

વાચકો માટે
પેનારોમિક સનરૂફ એ વ્હીકલના આખા રૂફને કવર કરે છે અથવા તો મોટા ભાગને. જે અનેક ટોપ એન્ડ વ્હીકલમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે ટ્રેડિશનલ સનરૂફ કરતા થોડુંક વધારે મોટું હોય છે.
મુખ્ય પ્રતિસ્પર્ધી

મુખ્ય પ્રતિસ્પર્ધી

આ કોમ્પેક્ટ એસયુવીમાં અનેક કાર્સ ઑડીની આ એસયુવીને પડકાર ફેંકશે પરંતુ મુખ્ય રીતે તેની સ્પર્ધા મર્સીડિઝ બેન્ઝ જીએલએ સાથે રહેશે. મર્સીડિઝ જીએલએમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ આપે છે, જ્યારે ક્યૂ 3માં ક્વાટ્રો ડ્રાઇવ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કિંમત અંગે લડાઇ
ઑડી ક્યૂ 3 ડાયનેમિક 35 ટીડીઆઇ ક્વાટ્રો
ઓન રોડ કિંમતઃ 44,94,731 રૂપિયા
મર્સીડિઝ બેન્ઝ જીએલએ 200 સીડીઆઇ
ઓન રોડ કિંમતઃ 42,57,284 રૂપિયા

કાર અંગેનું મંતવ્ય

કાર અંગેનું મંતવ્ય

થમ્બ્સ અપ
પ્રીમીયમ ફીલ ઇન્ટિરીયર
શહેરમાં ચલાવવામાં સરળ
ઓફ રોડ કન્ડિશન માટે સારી
ડ્યુઅલ ક્લચ 7 સ્પીડ ગીયરબોક્સ સ્મૂથ
સેફ્ટી અને ફીચર્સથી ભરપૂર

થમ્બ્સ ડાઉન
લિમિટેડ રીયર સ્પેશ
ફિર્મ રાઇડ
સ્ટીયરિંગ ફિડબેક(ઓછું ફિલિંગ)
સસ્પેન્શન ડમ્પિંગ આવે ત્યારે એડીએસની લિમિટ આવી જાય છે.

એક્સ ફેક્ટર
કોમ્પેક્ટ એસયુવી સેગ્મેન્ટમાં માત્ર આ એક જ એસયુવીમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે.
રેટિંગ
5માંથી 4 રેટિંગ

English summary
Audi has always held a reputation of being a creator of class and style as opposed to a follower. While that belief still holds true, Audi has introduced a top of the line Q3. Sound familiar? An educated guess says that the all-new Q3 Dynamic with Audi Drive Select (ADS) has been launched in India to take on Mercedes's latest offering—the GLA-CLass. Let the sales begin!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X