For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોન્ચ થઇ મારુતિની સેલેરિયો, જાણો કિંમત અને ફીચર્સ

|
Google Oneindia Gujarati News

5 ફેબ્રુઆરીએ ગ્રેટર નોએડાના ઇન્ડિયા એક્સપો મોર્ટમાં ઓટો એક્સપોના પહેલા દિવસે 40 જેટલા મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા. 6 ફેબ્રુઆરીએ પણ અનેક મોડલ્સ લોન્ચ કરવામાં આવશે. જો કે બધાની નજર મારુતિની નવી હેચબેક પર હતી. ઓટો એક્સપો 2014માં મારુતિ સુઝુકી સેલેરિયો હેચબેકને લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત પણ જણાવવામાં આવી છે. સેલેરિયો ભારતની સૌથી વધુ એફોર્ડેબલ ઓટોમેટિક કાર છે, જેની કિંમત 4.29 લાખથી શરૂ થાય છે અને તે ઇઝેડ ડ્રાઇવ બેઝ્ડ વેરિએન્ટ છે. આ રેન્જની શરૂઆત 3.90 લાખ રૂપિયાથી થાય છે.

મારુતિ સેલેરિયોએ ભારતમાં એ સ્ટારનું રિપ્લેસમેન્ટ મોડલ છે, ઇઝેડ ડ્રાઇવ ઉપરાંત ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, સેલેરિયોની યુએસપી તેની સ્પેસિયસ ડિઝાઇન છે. તો ચાલો તસવીરો થકી કાર અંગે વધુ જાણીએ.

મારુતિ સેલેરિયો ડિમેન્શન

મારુતિ સેલેરિયો ડિમેન્શન

સેલેરિયો 3600એમએમ લાંબી, 1600 એમએમ પહોળી અને 2425 એમએમ વ્હીલબેસ(આગળ અને પાછળના વ્હીલનું અંતર) છે. આ કારમાં જે વ્હીલબેસ છે તે સ્વિફ્ટને મળતા આવે છે. તેમજ સારી એવી કેબિન સ્પેસ કારમાં આપવામાં આવી છે. સેલેરિયોમાં 235 લિટર બૂટ સ્પેસ છે જે સ્વિફ્ટ કરતા લાંબી છે.

મારુતિ સેલેરિયો એન્જીન

મારુતિ સેલેરિયો એન્જીન

સેલેરિયોમાં 1.0 લિટર કે સીરીઝ, થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જીન છે. જે 6000 આરપીએમ પર 68પીએસ પાવર અને 3500 આરપીએમ પર 90 એનએમ ડિલીવર કરે છે.

મારુતિ સેલેરિયો કલર્સ

મારુતિ સેલેરિયો કલર્સ

સેલેરિયો ત્રણ નવા કલર્સમાં રજૂ કરાઇ છે, સનશાઇન રે, સેરુલીયન બ્લૂ, કેવ બ્લેક. આ ઉપરાંત મારુતિના હાલના જે કલર છે, બ્લેઝિંગ રેડ, પર્લ આર્સટિક વ્હાઇટ, ગ્લિસ્ટેનિંગ ગ્રે અને સિલ્કી સિલ્વરનો સમાવેશ પણ છે.

મારુતિ સેલેરિયો ફીચર્સ

મારુતિ સેલેરિયો ફીચર્સ

ડ્યુએલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, સ્ટીયરિંગ વ્હીલમાં ઓડિયો કન્ટ્રોલ, ઇલેક્ટ્રિસિટી એડ્જેસ્ટબલ ઓવીઆરએમ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે.

મારુતિ સેલેરિયો વેરિએન્ટ્સ

મારુતિ સેલેરિયો વેરિએન્ટ્સ

મારુતિ સેલેરિયોના છ વેરિએન્ટ્સ છે. એલએક્સઆઇમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઇઝેડ ડ્રાઇવ ઓટોમેટિક મેન્યુઅલ, વિએક્સઆઇમાં એમ અને એટી, ઝેડએક્સઆઇ 5 સ્પીડ મેન્યુઅલ અને ઝેડએક્સઆઇ ઓપ્શનલ.

મારુતિ સેલેરિયોની કિંમત

મારુતિ સેલેરિયોની કિંમત

Celerio LXi (M): રૂ. 3.9 લાખ
Celerio VXi (M): રૂ. 4.20 લાખ
Celerio LXi (AT): રૂ. 4.29 લાખ
Celerio VXi (AT): રૂ. 4.59 લાખ
Celerio ZXi (M): રૂ. 4.50 લાખ
Celerio ZXiOptional (M): રૂ. 4.96 લાખ

English summary
The new Maruti Suzuki Celerio hatchback has been launched at the 2014 Auto Show with the announcements of the prices. The Celerio becomes India's most affordable ‘automatic' car with a starting price of INR 4.29 lakhs for the EZ Drive base variant. The range itself starts at INR 3.90 lakhs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X