For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગઇ સૌથી શક્તિશાળી પલ્સર 400 એસએસ

|
Google Oneindia Gujarati News

શું તમે હજુ સુધી 150 સીસી અથવા 200 સીસીની ક્ષમતાની જ પલ્સરથી ખુશ છો, જો તમે એક સાચા બાઇક લવર હશો તો કદાચ નહીં, તો પછી તમારા આ પેશનને વધુ મજબૂત કરવા માટે દેશીની બીજી સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટોએ ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય સ્પોર્ટ બાઇક પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટને રજૂ કરી છે.

જે અત્યાર સુધીની સૌથી શક્તિશાળી અને દમદાર પલ્સર બાઇક છે. કંપનીએ આ બાઇકમાં 375 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ કંપનીએ ઓસ્ટ્રિયાની બાઇક નિર્માતા કંપની કેટીએમ સાથે હાથ મિલાવ્યો છે. આ બાઇકમાં પણ કંપનીએ કેટીએમના જ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

નોંધનીય છે કે, ભારતીય બજારમાં આટલી હેવી સ્પોર્ટ બાઇકની કિંમત હંમેશા ઉંચી રહી છે, પરંતુ આ બાઇક સાથે બજાજ ઓટોની યોજનાઓ કંઇક અલગ જ છે. જી હાં, કંપની આ બાઇકને માત્ર પૈસાવાળા સુધી જ સિમિત રાખવા માગતા નથી પરંતુ કંપનીનું લક્ષ્ય છે કે બાઇકની કિંમત ઓછી રાખવામાં આવે જેથી મધ્યમવર્ગીય પણ આ બાઇકની મજા લઇ શકે.

બે પ્રોજેક્ટર હેડલાઇટ

બે પ્રોજેક્ટર હેડલાઇટ

કંપનીએ નવી પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટને ઘણી જ મજબૂતી સાથે બનાવવામાં આવી છે. આ બાઇકમાં બે પ્રોજેક્ટર હેડલાઇટને સામેલ કરવામાં આવી છે. જે આ બાઇકના લુકને વધુ દમદાર અને એગ્રેસિવ જેવું છે.

નંબર પ્લેટ હોલ્ડર પર ટેલ લાઇટ

નંબર પ્લેટ હોલ્ડર પર ટેલ લાઇટ

જી હાં એક તરફ આ બાઇક આગળથી શાનદાર છે, તો પાછળથી પણ તેને આકર્ષક લુક પ્રદાન કરવામાં આવ્યો છે. આ માટે કંપનીએ બાઇકની નંબર પ્લેટ હોલ્ડર પર જ ટેલ લાઇટનો પ્રયોગ કર્યો છે. બાઇકમાં કંનપીએ નવી એલઇડીયુક્ત નાના સાઇડ ઇન્ડીકેટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકમાં કંપનીએ મેટજેલરર ટાયરનો ઉપયોગ કર્યો છે.

શોર્ટ એક્જોસ્ટનો ઉપયોગ

શોર્ટ એક્જોસ્ટનો ઉપયોગ

સાઇડમાંથી જોવામાં આવે તો પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટ કોઇપણ બાઇક પ્રેમીને પોતાનો દિવાનો બનાવી શકે છે. જો કે, દેખાવે થોડીક ભારે લાગતી આ બાઇક અમુક બાઇક લવર્સને કદાચ પસંદ નહીં આવે. પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટમાં કંપનીએ શોર્ટ એક્જોસ્ટનો પ્રયોગ કર્યો છે, જે આ તેને વધુ સારી બનાવે છે.

શાનદાર કોમ્બિનેશન

શાનદાર કોમ્બિનેશન

કંપનીએ આ મોટરસાઇકલમાં બ્લેક અને યલો પેઇન્ટનું શાનદાર કોમ્બિનેશન કર્યું છે. આ કલર શરૂઆતથી જ સ્પોર્ટી લુક માટે જાણીતું છે. જો કે, પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટના એલોય વ્હીલ દેખાવે 200 એનએસ જેવા લાગે છે.

શાનદાર બ્રેકિંગ સિસ્ટમ

શાનદાર બ્રેકિંગ સિસ્ટમ

પલ્સર 400 એસએસ સુપર સ્પોર્ટમાં કંપનીએ સિંગલ સિલેન્ડર 375 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ બાઇકમાં સુરક્ષાની દ્રષ્ટિએ શાનદાર એબીએસ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેક સાથે જ આ બાઇકમાં પ્રયુક્ત મેટલેજર ટાયર આ બાઇકને વધુ શાનદાર બનાવે છે.

English summary
Pulsar 400cc - Details on Bajaj Pulsar 400SS Super Sport. The all new Bajaj Pulsar 400cc will be the top offering. For specs, photos step-in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X