બજાજ પલ્સર RS200 ઇન્ટરનેશનલ પર્ફોમન્સનો અનુભવ કરાવશે

Written By:
Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલાં જ ભારતની ટુ-વ્હીવર મેન્યુફ્રેક્ચરર કંપની બજાજ ઓટો એ પોતના પલ્સર મોડેલ આરએસ200નું અપડેટેડ મોડેલ લોન્ચ કર્યું છે. પલ્સરની આ પુનરાવૃત્તિ કમ્પ્લાયન્ટ એન્જિન સાથે લોન્ચ થઇ છે અને તેમાં બે નવા કલરના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

નવી પલ્સર આરએસ200 માં કલરના બે વિકલ્પો ઉપલબ્ધ છે, રેસિંગ બ્લૂ અને ગ્રેફાઇટ બ્લેક. જૂના મોડલના કલર હવે બંધ કરવામાં આવ્યા છે. નવી પ્લસર આરએસ200માં ફ્રન્ટ ફેન્ડર પાસે, લોઅર અને ફાયરિંગ પેનલ પાસે તથા ટેઇલ સેક્શનમાં સિલ્વર અને બ્લૂ એક્સેન્ટ જોવા મળે છે. આગળનું વ્હીલ બ્લૂ કલરનું તથા પાછલનું બ્લેક કલરનું જોવા મળે છે.

new bajal pulsar rs200

2017ની આ પલ્સર આરએસ200માં 199.5સીસી સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ, ટ્રિપલ સ્પાર્ક એન્જિન છે, જે 18.6Nm ટોર્ક પર 24bhp ની શક્તિ ઉત્પન્ન કરી શકે છે. આ બાઇકનું કોમ્પ્લાયન્ટ એન્જિન BS-IVના એમિશન ધોરણોથી સજ્જ છે.

આ નવી પલ્સર આરએસ200ના બે મોડેલ બજારમાં ઉપલબ્ધ છે, એબીએસ અને નોન-એબીએસ. નોન-એબીએસ મોડેલની કિંમત રૂ.1,21,881 એક્સ-શોરૂમ(દિલ્હી) છે, જ્યારે કે એબીએસ મોડેલની કિંમત રૂ.1,33,883 એક્સ-શોરૂમ(દિલ્હી) છે.

bajaj pulsar rs200

બજાજે તેનું અન્ય મોડેલ 200એનએસ પણ ભારતમાં BS-IV એન્જિન અને નવા કલર સાથે લોન્ચ કર્યું છે. આ લોન્ચ સાથે જ બજાજે પોતાની આખી પલ્સર રેન્જ BS-IV એમિનેશન ધોરણોથી સજ્જ કરી છે.

બજાજ ઓટો લિમિટેડના મોટરસાયકલ બિઝનેસના પ્રેસિડન્ટ એરિક વાસનું કહેવું છે કે, પલ્સર આરએસ200ની વર્ષ 2017ની રેન્જ ભારતીય મોટરસાયકલિસ્ટને પર્ફોમન્સમાં ઇન્ટરનેશનલ ટેક્નોલોજીનો અનુભવ કરાવશે. ભારતીય બજારમાં સૌથી એડવાન્સ મોટરસયાકલ ટેક્નોલોજીવાળી બાઇક લોન્ચ કરનાર કંપની તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ.

English summary
2017 Bajaj Pulsar RS200 Launched With BS-IV Engine; Priced At Rs 1,21,881.
Please Wait while comments are loading...