For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની ટોપ 10 સૌથી સસ્તી બાઇક્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં હાલના સમયે કમ્યુટર બાઇક્સના સેગ્મેન્ટમાં અનેક શાનદાર બાઇક ઉપસ્થિત છે. જે તેમને શાનદાર લુક, શાનદાર એવરેજ અને આકર્ષક કિંમતના જોરે ઘણી જ લોકપ્રિય છે. પરંતુ અનેકવાર બાઇક બજારમાં તમે તમારી ડ્રીમ બાઇકને પસંદ કરવામાં મુંઝાઇ જાઓ છો કે, આખરે કઇ બાઇક લેવી જે તમારા બજેટ પ્રમાણે હોય.

નોંધનીય છે કે, હાલના સમયે દેશમાં સૌથી વધુ 100ની કમ્યુટર બાઇક્સની માગ છે, કારણ કે, આ બાઇક ઓછા કિંમત અને શાનદાર એવરેજ આપનારી હોય છે. તાજેતરમાં દેશમાં ઇધણની કિંમતમા આવેલા વધારાના કારણે આવી બાઇકની પસંદગી વધી છે. તેને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે 10 બજેટ બાઇકની યાદી લઇને આવ્યા છીએ. જેમાંથી તમે તમારી પસંદગી પ્રમાણેની બાઇકને તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશની ટોપ 10 સૌથી સસ્તી બાઇક્સ.

સૌથી સસ્તી બાઇક્સ

સૌથી સસ્તી બાઇક્સ

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ દેશની શાનદાર અને સસ્તી બાઇક્સ. જેમણે કમ્યુટર સેંગ્મેન્ટમાં બધાને દિવાના બનાવી દીધા છે.

બજાજ પ્લેટિના 100 સીસી

બજાજ પ્લેટિના 100 સીસી

દેશની બીજી સૌથી મોટી ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટોની આ શાનદાર કમ્યુટર બાઇખ પ્લેટિના ભારતીય બજારમાં પોતાની શાનદાર એવરેજ માટે જાણીતી છે. ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 40,346 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 13 લીટરની પેટ્રોલ ટાંકી આપેલી છે.

હીરે પૈશન

હીરે પૈશન

દેશની સૌથી મોટી ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટો કોર્પની આ શાનદાર બાઇક કમ્યુટર સેગ્મેન્ટમાં પોતાના આકર્ષક લુક માટે સૌથી વધુ લોકપ્રિય છે. દેશમાં આ બાઇકની કિંમત 49,123 રૂપિયા છે.

બજાજ ડિસ્કવર 100 ટી

બજાજ ડિસ્કવર 100 ટી

બજાજ તરફથી ડિસ્કવર સૌથી વધુ વેચાતી બાઇક છે. કંપની પ્રતિવર્ષ અંદાજે 18 લાખ ડિસ્કવર બાઇકનું વેચાણ કરે છે. પોતાની આકર્ષક કિંમત અને શાનદાર એવરેજના કારણે આ બાઇક યુવાનોમાં ખાસી લોકપ્રિય છે. આ બાઇક 100 સીસી ઉપરાંત 125 અને 150 સીસીમાં પણ ઉપલબ્ધ છે. આ બાઇકની દેશમાં કિંમત 49 હજાર રૂપિયા છે.

હીરો એચએફ ડિલક્સ

હીરો એચએફ ડિલક્સ

હીરો મોટોની આ એક શાનદાર બાઇક છે. સામાન્ય લુક અને શાનદાર એવરેજ ઉપરાંત હીરોનો વર્ષોનો વિશ્વાસ આ બાઇકને ઘણી જ ખાસ બનાવે છે. ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 39 હજાર રૂપિયા છે.

હીરો સ્પેલન્ડર પ્લસ

હીરો સ્પેલન્ડર પ્લસ

કમ્યુટર બાઇક સેગ્મેન્ટમાં હીરો સ્પેલન્ડરે જે કિર્તિમાન રચ્યા છે, તે કદાચ જ કોઇ અન્ય બાઇક કરી શકે. આ બાઇકના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે, કારણ કે દેશ ભરમાં સૌથી વધુ સંખ્યા આ બાઇકની છે. આ બાઇકની કિંમત 45,865 રૂપિયા છે. એક સમયે બાઇકને આંખ બંધ કરીને ખરીદવામાં આવતી બાઇક પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અનેકવાર આ બાઇકને બાઇક ઓફ ધ યરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ટીવીએસ સ્પોર્ટ

ટીવીએસ સ્પોર્ટ

ટીવીએસની આ શાનદાર કમ્યુટર બાઇક સ્પોટ પોતાના ખાસ સ્પોર્ટી લુક અને ઓછી કિંમતના કારણે લોકપ્રિય છે. આ ઉપરાંત આ બાઇકની એવરેજ પણ સારી છે. ભારતીય બજારમા આ બાઇકની કિંમત 44,155 રૂપિયા છે.

સૂઝુકી હયાતે

સૂઝુકી હયાતે

જાપાની વાહન નિર્માતા કંપની સૂઝુકીએ તાજેતરમાં જ દેશના રસ્તાઓ પર પોતાની શાનદાર બાઇક હયાતેને રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાવાળી આ બાઇકની કિંમત માત્ર 45,903 રૂપિયા છે. બોલિવુડના દંબગ અભિનેતા સલમાન ખાન આ બાઇકનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તમે તેમને આજકાલ પોતાના ખાસ અંદાજમાં સૂઝુકી હયાતે યુ નહીં ચલાતેનો પ્રચાર કરતા ટીવી પર સહેલાયથી જોઇ શકો છો.

હોન્ડા ડ્રીમ યુગા

હોન્ડા ડ્રીમ યુગા

હીરો સાથેથી ભાગીદારી તોડ્યા બાદ હોન્ડા દેશ દેશના કમ્યુટર સેગ્મેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે તાજેતરમાં જ પોતાની શાનદાર બાઇક ડ્રીમ યુગાને રજુ કરી છે. દેશમાં આ બાઇકની કિંમત 46,670 રૂપિયા છે.

યામહા ક્રક્સ

યામહા ક્રક્સ

એક લાંબા સમયથી આ બાઇક ક્રક્સ દેશના રસ્તાઓ પર સફળતાપૂર્વક વિહરી રહી છે. ભારતીય બજારમાં આ બાઇક પોતાની આકર્ષક કિંમત અને શાનદાર પિક અપ માટે લોકપ્રિય છે. આ બાઇકની કિંમત માત્ર 38, 455 રૂપિયા છે.

સૂઝુકી સ્લિંગ શોટ

સૂઝુકી સ્લિંગ શોટ

સૂઝુકીની આ કમ્યુટર બાઇક સ્લિંગ શોટ દેશમાં પોતાના આકર્ષક લુક માટે લોકપ્રિય છે. પોતાના સેગ્મેન્ટમાં શાનદાર બાઇકમાં સૂઝુકી સ્લિંગ શોટનું નામ છે. આ બાઇકની કિંમત 55,911 રૂપિયા છે.

English summary
Cheapest bikes in India: Here we are giving a complete list of cheapest bikes in India below Rs 60000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X