કારના એસી પાસેથી બેસ્ટ રિઝલ્ટ મેળવવા શું કરશો?

Written By:
Subscribe to Oneindia News

ઘણીવાર એવું બનતું હોય છે કે, જે દિવસે બહુ ગરમી પડતી હોય તે જ દિવસે કારનું એસી બરાબર કામ ન કરે. ખાસ કરીને ઉનાળમાં જ્યારે એસીની સૌથી વધારે જરૂર હોય ત્યારે જ કારનું એસી જોઇએ એટલી ઠંડક ના આપે. ત્યારે બરાબર ગુસ્સો આવે. કારની મેન્યૂફ્રેક્ચરિંગ કંપનીઓ તો ક્લેમ કરતી હોય છે, તેઓ કારના એસી માટે ઓટોમેટિક એસી અને ક્લાઇમેટ કંટ્રોલ જેવી બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને આ વાત સાચી પણ છે. ઘણીવાર એવું પણ બને છે કે, આપણે જ એ બેસ્ટ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ ન કરતા હોઇએ; તો ઘણીવાર એવું પણ બને કે જ્યારે જરૂર હોય ત્યારે જ એ ફિચર બરાબર કામ ન આપે!

આવા સંજોગોમાં તમારી કારના એસી પાસેથી બેસ્ટ રિઝલ્ટ કઇ રીતે મેળવવું એ માટેની કેટલીક ટિપ્સ અમે અહીં શેર કરીશું. આ સરળ અને ઝડપી ટિપ દ્વારા તમે તમારા કારની એસી સિસ્ટમ પાસેથી વધુમાં વધુ અને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકશો. વધુ ગરમી પડતી હોય એવા દિવસોએ પણ એસી પાસેથી બેસ્ટ રિઝલ્ટ કઇ રીતે મેળવી શકાય અને સાથે એસી પર દબાણ પણ ન પડે એ માટે શું કરવું એ પણ અમે તમને અહીં જણાવીશું.

કારની બારી થોડી ખુલ્લી રાખો

કારની બારી થોડી ખુલ્લી રાખો

બહુ સામાન્ય અને જાણીતી ટિપ છે આ. વધારે પડતી ગરમી હોય ત્યારે તમારી કાર તપી જાય છે અને જો કારમાં એર સર્ક્યૂલેશન ના હોય તો કાર વધારે ગરમ થઇ જાય છે, માટે આવા દિવસોએ કારની કોઇ એક બારી થોડી ખુલ્લી મુકવી. તમે કારમાં બેસી એસી ચાલુ કરો ત્યારે સહેજવાર બારી થોડી ખુલ્લી રહેવા દેવી; કારણ કે આવા દિવસોમાં એસીની સિસ્ટમ પહેલા ગરમ હવા બહાર કાઢશે અને પછી ઠંડી હવાનું સર્ક્યૂલેશન શરૂ કરશે. જો તમે કારની બારી થોડી ખુલ્લી રાખશો, તો ગરમ હવા જલ્દી બહાર જશે અને તમારું એસી વધુ ઝડપી ઠંડી હવા આપવા માંડશે.

રિસરક્યૂલેશન મોડ

રિસરક્યૂલેશન મોડ

તમે કાર સ્ટાર્ટ કરો ત્યારે થોડીવાર પૂરતો રિસરક્યૂલેશન મોડ બંધ કરી દેવો. જેથી કારની ગરમ હવા વેન્ટિલેશન થકી બહાર નીકળી જાય. કારની અંદરનું વાતાવરણ ઠંડુ થઇ ગયા બાદ ફરીથી રિસરક્યૂલેશન મોડ ઓન કરી દો, જેથી એસી કારની અંદરની ઠંડી એરનું સરક્યૂલેશન શરૂ કરશે.

મેઇન્ટેનન્સ

મેઇન્ટેનન્સ

કાર અને એસી સિસ્ટમની રેગ્યૂલર સર્વિસ અને મેઇન્ટેનન્સ ચોક્કસ એસી સિસ્ટમને સારી કન્ડિશનમાં રાખવામાં મદદરૂપ બને છે. એસી સિસ્ટમના પર્ફોમન્સમાં જો કઇ નોંધનીય ફરક પડે કે તરત કમ્પ્રેસર ચેક કરવું.
આ ઉપરાંત, ઉનાળો શરૂ થાય એ પહેલાં તમારી કારના ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરમાં એસીની ચકાસણી કરાવી લેવી. જેથી એસીની સિસ્ટમ બરાબર રહે અને જો એસી બરાબર કામ ન કરતું હોય તો પણ ગરમ દિવસો દરમિયાન તેની વધુ દબાણ ન પડે.

ઓટો એસીની ધીમી સ્પીડ

ઓટો એસીની ધીમી સ્પીડ

જો તમારા એસીમાં ઓટો એસી કે ક્લાઇમેટ કંટ્રોલનું ફિચર હોય તો એસીને ઓછામાં ઓછી સ્પીડ પર રાખી ચાલુ કરવું. કારની અંદરના ગરમ વાતાવરણને ઠંડુ કરવાનો આ સૌથી સરળ અને ઝડપી રસ્તો છે. કારનું વાતાવરણ સંતોષજનક થયા બાદ તમે તમારી અનુકૂળતા અનુસાર એસીની સ્પીડ સેટ કરી શકો છો.

એસી હાઇ સ્પીડ પર ક્યારે રાખવું?

એસી હાઇ સ્પીડ પર ક્યારે રાખવું?

જો તમારી કાર લાંબો સમય સુધી તડકામાં રહી હોય કે ક્યાંક તડકામાં પાર્ક કરેલી હોય ત્યારે કારની બારી આખી ખોલી કાઢવી અને એસી ફુલ સ્પીડ પર ચાલુ કરી દેવું. થોડી વાર આ રીતે જ ગાડી ચલાવો, એકવાર કારનું વાતાવરણ ઠંડુ થઇ જાય અને એસીમાંથી ઠંડી હવા આવવા માંડે ત્યાર બાદ બારી બંધ કરી રિસરક્યૂલેશન મોડ ઓન કરી દેવો. આનાથી એસીની કાર્યક્ષમતામાં વધારો થશે અને એસી સિસ્ટમ પર વધુ દબાણ નહીં પડે.

English summary
Here are the best tips to effectively use and operate air conditioning system in your car. Read on.
Please Wait while comments are loading...