
મીનિ કૂપરને આ વૈભવી કાર્સ તરફથી મળશે તગડી સ્પર્ધા
વૈભવી કાર્સનું નિર્માણ કરવા માટે વિશ્વભરમાં જાણીતી જર્મન કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પોતાની નવી મિની રેન્જને ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લોન્ચ કરી છે. પહેલીવાર કોઇ કંપનીએ નાની શ્રેણીની કારને પાંચ દરવાજા સાથે બજારમાં ઉતારી છે. કંપનીએ નેક્સ્ટ જેન હેચને ત્રણ ટ્રિમ્સ, વન, કૂપર અને કૂપર એસ સાથે રજૂ કરી છે. કંપની અનુસાર તેનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે અને તે આગામી વર્ષે બજારમાં ઉપલબ્ધ થઇ શકશે. કંપનીએ તેની કિંમત 31.85 લાખ રૂપિયા(3-ડોર) અને 35.20 લાખ રૂપિયા(5-ડોર) રાખી છે.
આ કારને ભારતમાં બીએમડબ્લ્યુ 1 સીરિઝ અને મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ તરફથી તગડી સ્પર્ધા મળશે. જેને ધ્યાનમાં રાખીને અમે આ ત્રણેય કાર્સની તુલનાત્મક માહિતી અહીં તસવીરો થકી આપી છે, જેમાં કારની કિંમત, એવરેજ, એન્જીન, ડિમેન્શન અને સેફ્ટી અંગે જણાવવામાં આવ્યું છે. તો ચાલો તેના પર નજર ફેરવીએ.

કારની કિંમત અંગે સરખામણી
બીએમડબલ્યુ 1 સીરિઝની કિંમતઃ- 22.6થી 32.5 લાખ રૂપિયા
મીનિ કૂપરની કિંમતઃ- 31.8થી 35.2 લાખ રૂપિયા
મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસની કિંમતઃ- 25.3થી 28.3 લાખ રૂપિયા

એન્જીનઃ-બીએમડબલ્યુ 1 સીરિઝ
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર, 16વી પેટ્રોલ એન્જીન, 4400-6550 આરપીએમ પર 136 બીએચપી અને 1350-4300 આરપીએમ પર 220 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2 લિટર, 16વી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 143 બીએચપી અને 1750-2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.4 કેએમપીએલ શહેરમાં અને 16.28 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18.32 કેએમપીએલ શહેરમાં અને 20.58 કેએમપીએલ હાઇવે પર

એન્જીનઃ-મીનિ કૂપર
એન્જીનઃ- 1496 સીસી, 1.5 લિટર, 12વી ડિઝલ એન્જીન, 4000 આરપીએમ પર 114 બીએચપી અને 1750 આરપીએમ પર 270 એનએમ ટાર્ક
એવરેજઃ- 19,3 કેએમપીએલ શહેરમાં અને 21.15 કેએમપીએલ હાઇવે પર

એન્જીનઃ- મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
પેટ્રોલ એન્જીનઃ- 1595 સીસી, 1.6 લિટર, 16વી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 120.7 બીએચપી અને 1250-4000 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2 લિટર, 16વી ઇનલાઇન ડીઝલ એન્જીન, 3200-4000 આરપીએમ પર 107.3 બીએચપી અને 1400-2800 આરપીએમ પર 250 એનએમ ટાર્ક
એવરેજઃ- 12.03 કેએમપીએલ શહેરમાં અને 15.5 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17,9 કેએમપીએલ શહેરમાં અને 20.06 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ 1 સીરિઝ
લંબાઇઃ-4324 એમએમ પહોળાઇઃ-1765 એમએમ ઉંચાઇઃ-1421 એમએમ વ્હીલબેઝઃ-2690 એમએમ

ડિમેન્શનઃ- મીનિ કૂપર
3 ડોર કૂપર
લંબાઇઃ-3821 એમએમ પહોળાઇઃ-1727 એમએમ ઉંચાઇઃ-1414 એમએમ વ્હીલબેઝઃ-2495 એમએમ
5 ડોર કૂપર
લંબાઇઃ-4005 એમએમ પહોળાઇઃ-1727 એમએમ ઉંચાઇઃ-1425 એમએમ વ્હીલબેઝઃ-2567 એમએમ

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
લંબાઇઃ-4292 એમએમ પહોળાઇઃ-1780 એમએમ ઉંચાઇઃ-1433 એમએમ વ્હીલબેઝઃ-2699 એમએમ

સેફ્ટી ફીચર્સ અંગે સરખામણી
બીએમડબલ્યુ 1 સીરિઝ
8 એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ઇએસપી, બ્રેક એસિસ્ટ, ટીસીએસ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, ફોગ લેમ્પ્સ
મીનિ કૂપર
2 એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ઇએસપી, બ્રેક એસિસ્ટ, ટીસીએસ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, ફોગ લેમ્પ્સ રિયર
મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
7 એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ઇએસપી, બ્રેક એસિસ્ટ, ટીસીએસ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, ફોગ લેમ્પ્સ રિયર