For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુએ લોન્ચ કરી એમ 5, જાણો તેની કિંમત અને ઘણું બધુ

|
Google Oneindia Gujarati News

જાણીતી જર્મન વૈભવી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુ દ્વારા પોતાની એમ 5 કારને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સેડાન કાર ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં કંપનીની સફળ હાઇ પરફોર્મન્સ કાર છે. દેશમાં આવેલા કંપનીના તમામ ડિલરશીપમાં આ કરને કમ્પલિટલી બિલ્ટ યુનિટ(સીબીયુ) તરીકે મળશે. અહીં નીચે આ કારમાં કંપની દ્વારા કઇ કઇ ખાસિયત આપવામાં આવી છે, તે અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો કારની કિંમત, એન્જીન, ડિઝાઇન, ફીચર્સ અને સેફ્ટી અંગે જાણીએ.

બીએમડબલ્યુ એમ 5ની કિંમત

બીએમડબલ્યુ એમ 5ની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની કિંમત એક્સ શોરૂમ દિલ્હી અનુસાર 1,35,40,000 રૂપિયા છે.

bmw-m5-01
બીએમડબલ્યુ એમ 5 સ્પેસિફિકેશન

આ કાર માત્ર પેટ્રોલ વેરિએન્ટ્સમાં જ જોવા મળશે. તેમાં એમ ટ્વિન પાવર ટર્બો, આઠ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે, જે 560 એચપી અને 680 એનએમ ટાર્ક જનરેટ કરે છે. આ પેટ્રોલ એન્જીન 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ માત્ર 4.3 સેકન્ડમાં પકડી શકે છે. કારમાં સાત સ્પીડ એમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન થકી રીયર વ્હીલમાં પાવર પૂરો પાડવામાં આવે છે.

બીએમડબલ્યુ એમ 5 ડિઝાઇન

બીએમડબલ્યુ એમ5 એક ક્લાસિક કાર છે જે એમ ડાયનામિઝમને કોઇપણ પ્રકારના બાંધછોડ વગર પ્રસ્તૃત કરે છે. એમ5ને મોટા એર ઇનલેટ્સ, એરોડાયનેમિકલી ઓપ્ટિમાઇઝ્ડ એમ વિંગ મિરર્સ સાથે સારી રીતે મોડલ્ડ કરવામાં આવી છે. તેમજ એમ5 લોગોને એલઇડી હેડલાઇટ્સની વચ્ચે ગ્રીલમાં લગાવવામાં આવ્યો છે. એલઇડી રીયર લાઇટ્સને પણ કોઇપણ પ્રકારની ખામી વગર બીએમડબલ્યુ એમ5માં સારી રીતે લગાવવામાં આવી છે.

બીએમડબલ્યુ એમ 5 ફીચર્સ

ઇન્ટેલિજન્ટ લાઇટવેટ કન્સ્ટ્રક્શન
ઓટોમેટિક સ્ટાર્ટ, સ્ટોપ ફંક્શન
બ્રેક એનર્જી રીજનરેશન
નેક્સ્ટ જનરેશન બીએમડબલ્યુ આઇડ્રાઇવ
બીએમડબલ્યુ નેવિગેશન પ્રોફેશનલ
બીએમડબલ્યુ હેડ અપ ડિસપ્લે વિથ એમ સ્પેસિફિકેશન વ્યૂઝ
હરમન કારડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને બીએમડબલ્યુ એપ્સ
પાર્ક ડિસ્ટન્સ કન્ટ્રોલ
એડપ્ટિવ એલઇડી હેડલાઇટ્સ
50:50 વેઇટ ડિસ્ટ્રિબ્યુશન

બીએમડબલ્યુ એમ 5 સેફ્ટી

એરબેગ્સ
એક્ટિવ એમ ડિફરન્ટિયલ
ડાયનેમિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, એમ ડાયનેમિક મોડ સાથે
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, બ્રેક એસિસ્ટ
એક્ટિવ પ્રોટક્શન, અટેન્ટિવનેસ આસિસ્ટન્ટ અને એક્ટિવ હડેરેસ્ટ સાથે

English summary
BMW, the German automaker has launched the M5, the company's most successful high performance sedan in India. The BMW M5 will be available as a Completely Built Unit (CBU) across all dealerships in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X