For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર ઓવરલોડિંગના પાંચ ખતરા, જે જાણવા જરૂરી છે

કારની ક્ષમતા કરતા વધુ મુસાફરો કે સામાન સાથે મુસાફરી એ તમારા અને કાર બંને માટે યોગ્ય નથી. આજે અમે તમને જણાવીશું કે શા માટે કાર ઓવરલોડિંગ ન કરવી જોઈએ ?

|
Google Oneindia Gujarati News

આમ તો કાર ઓવરલોડિંગને લોકો સામાન્ય ગણે છે, અને તે વિશે વધુ ચર્ચા નથી થતી. પરંતુ કારની ક્ષમતા કરતા વધુ મુસાફરો કે સામાન સાથે મુસાફરી એ તમારા અને કાર બંને માટે યોગ્ય નથી. આજે અમે તમને જણાવીશું કે શા માટે કાર ઓવરલોડિંગ ન કરવી જોઈએ ?

કારના એક્સિલરેશન, બ્રેકિંગ સિસ્ટમ પર પડે છે ખરાબ અસર

કારના એક્સિલરેશન, બ્રેકિંગ સિસ્ટમ પર પડે છે ખરાબ અસર

ભલે તમારી કાર 12 સિલિન્ડર વાળી ઈમ્પોર્ટેડ ફરારી હોય કે 2 સિલિન્ડરવાળી નેનો, પણ વધુ પડતું વજન કારની સ્પીડ પર અસર કરે જ છે. જો તમે કારની ક્ષમતા કરતા વધુ પેસેન્જર સાથે ડ્રાઈવ કરી રહ્યા હશો તો કારની સ્પીડ સામાન્ય કરતા ઓછી રહેશે જ. તેમાં શંકાને સ્થાન નથી. આ જ વાત બ્રેકિંગ પર પણ લાગુ પડે છે. વધુ વજનને કારણે કારની બ્રેક સિસ્ટમ પણ અસરગ્રસ્ત થાય છે. તમે નોંધ્યું હશે કે એકલા ડ્રાઈવ કરતા સમયે કારની બ્રેક પરફેક્ટ વાગતી હોય છે.

કારનું સસ્પેન્શન અને ટાયર

કારનું સસ્પેન્શન અને ટાયર

વધુ વજનનો અર્થ છે કારના ટાયર અને સસ્પેન્શન સાથે ખરાબ રમત. કારણ કે વધુ વજનને કારણે કારના ટાયર અને સસ્પેન્શન પર વધુ વજન પડે છે. જેને પગલે તેની સ્થિતિ બગડે છે. કેટલીકવાર કારની ક્ષમતા કરતા વધુ લોડને કારણે ટાયર ફાટવાની પણ ઘટના સામે આવે છે.

હેન્ડલિંગમાં મુશ્કેલી

હેન્ડલિંગમાં મુશ્કેલી

કોઈ પણ કારમાં આગળ એક ડ્રાઈવર અને એક પેસેન્જર એમ માત્ર બે વ્યક્તિઓને જ બેસવાની જગ્યા હોય છે. પરંતુ કેટલીક વખત ડ્રાઈવર આગળની સીટ પર બે કે વધુ વ્યક્તિઓ પણ બેસાડે છે, જેને પગલે ડ્રાઈવર યોગ્ય રીતે કાર નથી ચલાવી શક્તો. ન તો તે વ્યવસ્થિત સ્ટીયરિંગ પકડી શકે છે, ન તો ગિયર બદલી શકે છે. પરિણામે જો સામેથી કોઈ વાહન આવે તો ડ્રાઈવરને કાર કંટ્રોલ કરવામાં મુશ્કેલી પડે છે. જો નસીબ સાથ ન આપે તો દુર્ભાગ્યે અકસ્માત પણ થઈ શકે છે.

મેઈન્ટેન્સ કોસ્ટ અને ઈન્સ્યોરન્સ

મેઈન્ટેન્સ કોસ્ટ અને ઈન્સ્યોરન્સ

કારમાં ઓવરલોડિંગનો અર્થ છે કારના એજિન, બ્રેકિંગ, ગિયર પર વધું પડતું દબાણ. વધુ પ્રેશરને કારણે કારના આ પાર્ટ્સ પોતાની આવરદા પહેલા જ નકામા થઈ જાય છે. પરિણામે તેના રિપેરિંગ માટે કારની સર્વિસિંગ સમયાંતરે જરૂરી બને છે. જે ખર્ચાળ છે.

અહીં વધુ નુક્સાન એ પણ છે કે ઓવરલોડિંગ સમયે જો અકસ્માત થાય તો ઈન્સ્યોરન્સ કંપની પણ હાથ ઉંચા કરી દે છે.

સુરક્ષા અન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન

સુરક્ષા અન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન

કારમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાનો અર્થ છે, કે દરેક વ્યક્તિ સીટબેલ્ટ નથી બાંધી શક્તી. આવી સ્થિતિમાં જો અકસ્માત થાય તો વધુ જાનહાનિ થાય છે. તો ઓવરલોડિંગ ટ્રાફિકના નિયમોની પણ વિરુદ્ધ છે. એટલે કે ટ્રાફિક પોલીસ પણ તમને મોટો દંડ ફટકારી શકે છે.

English summary
5 Reasons Why You Should Never Overload Your Car. Read in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X