આ છે 200થી 300 સીસીની દેશની સૌથી પાવરફૂલ બાઇક્સ
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં હેવી સીસીના એન્જીનની ક્ષમતાની બાઇકની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે, વિશ્વ ભરના વાહન નિર્માતાઓની નજર ભારત તરફ ખેંચાઇ છે. તાજેતરમાં જ ભારતીય બજારમાં 200થી લઇને 250 સીસી અને 300 સીસીની ક્ષમતાની બાઇક્સની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે.
કેટલીક દેશી કંપનીઓ સાથે જ વિદેશી વાહન નિર્માતાઓએ ભારતીય બજારમાં પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક્સને લોન્ચ કરી છે, તાજેતરમાં અમે તમને દેશના શાનદાર સ્કૂટર્સ અંગે જણાવ્યું હતું. આજે અમે તમને અહીં ભારતીય બજારમાં ઉપસ્થિત પાવરફૂલ સ્પોર્ટ બાઇક અંગે જણાવીશું. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ આ બાઇક્સ અંગે.

પાવરફૂલ શાનદાર સ્પોર્ટ બાઇક્સ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જૂઓ ભારતીય બજારમાં 200થી લઇને 250 અને 300 સીસીની ક્ષમતા ધરાવતી શાનદાર બાઇક્સ.

બજાજ પલ્સર 220 એફ
કિંમતઃ- 84,055 રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 220 સીસી
પાવરઃ- 20.76 હોર્સ પાવર
પિક અપઃ- 4.3 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 135 કિમી પ્રતિ કલાક
વજનઃ- 150 કેજી

બજાજની શાનદાર સ્પોર્ટ બાઇક
દેશની બીજા નંબરની સૌથી મોટી ટૂવ્હિલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટોની આ શાનદાર સ્પોર્ટ બાઇકનો કોઇ જવાબ નથી. બજાજ દેશની એકમાત્ર એવી કંપની છે, જેણે એક જ મોડલ પલ્સરમાં આટલી વધુ ઇંધણ ક્ષમતાની બાઇક રજુ કરી છે. જેમાં આ 220 એફ પણ સામેલ છે. આ સેગ્મેન્ટમાં ઉપસ્થિત અન્ય બાઇક્સની સ્પર્ધાએ આ બાઇકની કિંમત ઘણી ઓછી છે.

હીરો કરિઝમા ઝેડએમઆર
કિંમતઃ- 1 લાખ રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 223 સીસી
પાવરઃ- 17.6 હોર્સ પાવર
પિક અપઃ- 4.5 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 128 કિમી પ્રતિ કલાક
વજનઃ- 1598 કેજી

હીરો મોટોની બાઇક
હીરો મોટોએ દેશમાં પહેલીવાર સ્પોર્ટ બાઇક સેગ્મેન્ટમાં પોતાની આ શાનદાર બાઇકને રજુ કરી હતી. એ કહેવું ખોટું નહીં હોય કે, બુલેટ બાદ 200 સીસીની ક્ષમતા અને શાનદાર સ્પોર્ટ રાઇડિંગની મજા હીરોએ પોતાની આ બાઇકના માધ્યમથી દેશને કરાવ્યો હતો. હવે કંપની તેના નવા ફેસલિફ્ટ મોડલને લોન્ચ કરવાની તૈયારીમાં છે.

બજાજ પલ્સર 200 એનએસ
કિંમતઃ- 85,706 કિંમત
એન્જીન ક્ષમતાઃ- 200 સીસી
પાવરઃ- 23.19 હોર્સ પાવર
પિક અપઃ- 4.1 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 135 કિમી પ્રતિ કલાક
વજનઃ- 145 કેજી

બજાજ ઓટોની પલ્સર 200 સીસી
બજાજ ઓટોએ તાજેતરમાં જ 200 સીસીની ક્ષમતા સાથે પોતાની સ્પોર્ટ બાઇક પલ્સરની રેંજમાં આ બાઇકને લોન્ચ કરી હતી. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ બાઇકને યુવાનોએ ઘણી પસંદ કરી. હાલના સમયે પોતાની સેગ્મેન્ટમાં સૌથી વધારે વેચાતી બાઇક્સમાંની એક છે.

કેટીએમ ડ્યૂક 200
કિંમતઃ- 1.5 લાખ રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 200 સીસી
પાવરઃ- 25 હોર્સ પાવર
પિક અપઃ- 3.3 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 135 કિમી પ્રતિ કલાક
વજનઃ- 125 કેજી

ઓસ્ટ્રિયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની
ઓસ્ટ્રિયાની પ્રમુખ ટૂવ્હિલર વાહન નિર્માતા કંપની કેટીએમ અને બજાજની સંધી થયા બાદ ભારતીય બજારમાં આ શાનદાર સ્પોર્ટ બાઇકને રજુ કરી હતી. આ બાઇકે દેશમાં નેક્ડ લુકની બાઇકના ચલણની શરૂઆત કરી. પોતાની પ્રાઇઝ સેગ્મેન્ટમાં આ બાઇકને યુવાનોએ ઘણી પસંદ કરી છે.

હોન્ડા સીબીઆર 250 આર
કિંમતઃ- 1,73,714 રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 250 સીસી
પાવરઃ- 26 હોર્સ પાવર
પિક અપઃ- 3.6 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પીડઃ- 140 કિમી પ્રતિ કલાક
વજનઃ- 167 કેજી

દેશની શાનદાર બાઇક્સમાની એક
હોન્ડા સીબીઆર 250 દેશની શાનદાર બાઇક્સમાંની એક છે. જીહાં હાઇવે પર લોંગ ડ્રાઇવ દરમિયાન આ બાઇકનો કોઇ જવાબ નથી. આબાઇક દેશમાં એબીએસ(એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે પણ ઉપલબ્ધ છે. જેની કિંમત 2,04,274 રૂપિયા છે.

હ્યોસંગ જીટી 250 આર
કિંમતઃ- 2.80 લાખ
એન્જીન ક્ષમતાઃ- 199.5 સીસી
પાવરઃ- 26.63 હોર્સ પાવર
પિક અપઃ- 3.96 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 175 કિમી પ્રતિ કલાક
વજનઃ- 168 કેજી

દક્ષિણ કોરિયાની કંપની
દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની હ્યોસંગે તાજેતરમાં જ ભારતીય બજારમાં પોતાના ઓપરેશનની શરૂઆત કરી છે. જો કે, કિંમત વધુ હોવાના કારણે આ બાઇક ભારતમાં એટલી લોકપ્રિય થઇ શકી નથી, પરંતુ કંપની દેશમાં ટૂંક સમયમાં અન્ય મોડલ્સ પણ ઉતારવાની યોજના બનાવી રહી છે.

કેટીએમ 390 ડ્યૂક
કિંમતઃ- 1,80,272 રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 373 સીસી
પાવરઃ- 43 હોર્સ પાવર
પિક અપઃ- 2.7 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 170 કિમી પ્રતિ કલાક
વજનઃ- 139 કેજી

કેટીએમની 390 ડ્યૂક
કેટીએમની 390 ડ્યૂકની તસવીર

કાવાસાકી નિંઝા 300
કિંમતઃ- 3,50,000 રૂપિયા
એન્જીન ક્ષમતાઃ- 296 સીસી
પાવરઃ- 38.46 હોર્સ પાવર
પિક અપઃ- 2.9 સેકન્ડમાં 60 કિમી પ્રતિ કલાક
ટોપ સ્પિડઃ- 175 કિમી પ્રતિ કલાક
વજનઃ- 172 કેજી

કાવાસાકીની નિંઝા 300
આ તસવાર કાવાસાકીની નિંઝા 300ની છે