• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂરજની શક્તિથી વિમાને મારી આભમાં લટાર

|

વોશિંગ્ટન, 8 જુલાઇઃ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતા વિમાને આખા અમેરિકાનો એક ચક્કર પૂરો કર્યો છે. વિમાને ભારતીય સમયાનુસાર શનિવારે બપોરે 2.26 વાગ્યે વોશિંગ્ટનથી ઉડાન ભરી હતી અને રવિવારે સવારે 9.15 પર તે ન્યુયોર્કના જેએફકે હવાઇ મથક પર ઉતર્યું હતું. વિમાનની ડાબી સાઇડ ડેમેજ હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપરથી ઉડવાની યોજનાને સ્થગિત કરવી પડી હતી. આખા અમેરિકાની આ અંતરમહાદ્વીપીય યાત્રા મે મહિનાની શરૂઆતમાં સેન ફ્રાન્સિસ્કોથી શરૂ થઇ હતી. વિમાનને 70 કિમી પ્રતિ કલાક કરતા વધુ ગતિથી ઉડાડ્યું હતું.

પોતાની યાત્રામાં આ સૌર ઉર્જા વિમાન ફીનિક્સ, એરિજોના, ડલાસ, ટેક્સસ, સેન્ટ લુઇ, મિસૌરીમાં રોકાયું. આ સૌર ઉર્જા વિમાન એચબી-એસઆઇએની પાંખોની લંબાઇ એરબસ એ340 જેટલી છે, પરંતુ તેનું વજન માત્ર 116 ટન છે, જ્યારે એરબસ એ340નું વજન 370 ટન હોય છે.

12,000 સૌર સેલ લગાવવામાં આવ્યા

12,000 સૌર સેલ લગાવવામાં આવ્યા

વિમાનની પાંખો અને સ્ટેબલાઝર્સ પર 12,000 સૌર સેલ લગાવવામાં આવ્યા છે. તેનાથી તેના ચાર પ્રોપેલર ચાલે છે અને રાત્રીની યાત્રા માટે 400 કિલો વજનની લીથીયન-આયોન બેટરી ચાર્જ થાય છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે, સૌર ઉર્જાથી ચાલનારા કોઇ વિમાને દિવસ-રાત ઉડાન ભરી છે અને આખા અમેરિકાની યાત્રા કરી છે.

બે પાઇલોટે વારાફરથી ચલાવ્યું

બે પાઇલોટે વારાફરથી ચલાવ્યું

આ સિંગલ સીટ વિમાનને એન્ડ્રો બોર્શબર્ગ અને તેમના સાથી પાઇલોટ બર્ટેડ પિકાર્ડે વારાફરથી ચલાવ્યું હતું. તેની ઉડાનને એક વખતમાં 24 કલાક કરતા ઓછી રાખવામાં આવી હતી. બોર્શબર્ગે છેલ્લી ઉડાન પહેલા જણાવ્યું હતું કે, અમારે આ ઉડાનને સંભવ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી. વોશિંગ્ટનથી કેનેડી હવાઇ મથક સુધી વિશ્વના સૌથી વ્યસ્ત ઉડાન માર્ગ સુધી એક પ્રાયોગિક વિમાન ઉડાવવું ઘણું જ મુશ્કેલ હતું.

યાત્રાને નાની કરી દેવામાં આવી

યાત્રાને નાની કરી દેવામાં આવી

વિમાનની ડાબી બાજું ડેન નીચેની તરફથી ફાટી જવાના કારણે યાત્રાને નાની કરી દેવામાં આવી. અધિકારીઓ અનુસાર ડેન ક્ષતિગ્રસ્ત હોવા છતાં ના તો પાઇલોટ કે પછી ના તો વિમાનને કોઇપણ પ્રકારનો ખતરો હતો.

આ યાત્રા વિમાનની છેલ્લી યાત્રા

આ યાત્રા વિમાનની છેલ્લી યાત્રા

આખા અમેરિકાની આ યાત્રા એચબી એસઆઇ પ્રોટોટાઇપ વિમાનની છેલ્લી યાત્રા હશે, કારણ કે, બોશબર્ગ અને પિકાર્ડની યોજના 2015 સુધીમાં બે બેઠકવાળા વિમાન, એચબી એસઆઇબીમાં બેસીને આખા વિશ્વની યાત્રા કરવી છે. બોશબર્ગ અનુસાર, આ ઉડાન અમારી અમેરિકાની યાત્રાની સરખામણીએ ઘણી મુશ્કેલ હશે. આ યોજના ઘણી બધી તૈયારી માંગી લે છે.

 10 વર્ષ આ ટેક્નિકોની અસર જોવા મળશે

10 વર્ષ આ ટેક્નિકોની અસર જોવા મળશે

વિમાન વોશિંગ્ટન પહોંચ્યા બાદ અમેરિકાના ઉર્જા મંત્રી અર્નેસ્ટ મોનિજે કહ્યું કે, ઉર્જા વિભાગની યોજનાઓ પણ કંઇક આ પ્રકારની નવી ટેક્નિક પર કેન્દ્રિત છે. જેનો ઉપયોગ આ લોકોએ પોતાની ઉડાનમાં કર્યો છે. એક એવી વસ્તુ કે જેના અંગે થોડાક વર્ષો પહેલાં કોઇ વિચારી પણ શકતું નહોતું. મને વિશ્વાસ છે કે, આગામી 10 વર્ષ બાદ વિશ્વને બદલનારી આ ટેક્નિકોની અસર જોવા મળશે.

English summary
The Solar Impulse, a plane ­fueled only by solar panels sealed into the skin of its 747 size wingspan, departed Silicon Valley for its first flight across America this past May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more