For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પગને નહીં આવે ઉની આંચ, ફોર્ડની કારમાં હશે કંઇક ખાસ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજાર હોય કે પછી વિશ્વ ઓટો બજાર, દરરોજ નીતનવી કાર્સ નીતનવા ફીચર્સ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવે છે, ખાસ કરીને સુરક્ષાને ધ્યાનમા રાખીને કેટલીક કાર્સમાં દરવાજામાં પણ એરબેગ્સ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, મોટાભાગની કાર્સમાં આપણે એરબેગ્સ જોઇએ છીએ, જે અકસ્માત દરમિયાન માથાના ભાગને ઇજાગ્રસ્ત થતા બચાવે છે, પરંતુ અકસ્માત દરમિયાન પગને ઇજા પહોંચે તો? આ વાતને ધ્યાનમાં રાખીને વાહન નિર્માણ કરતી કંપની ફોર્ડ દ્વારા એક ખાસ એરબેગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે તમારા ઘૂંટણને ઇજાગ્રસ્ત થતા બચાવશે.

પારંપરિક ઘૂંટણ એરબેગ્સને હેવી વર્કિંગ મેકેનિઝમ આપવામાં આવે છે. આ ગ્લવબોક્સ 65 ટકા હળવું અને 75 ટકા નાનું ઇનફ્લેટર છે. ગ્લવબોક્સ ફીચરમાં પ્લાસ્ટિક આઉટર પેનલ આપવામાં આવી છે, જે દરવાજાની અંદર અસપાટ કોથળીની વચ્ચે એક ફાચર આપવામાં આવે છે. તેથી જો કાર અકસ્માતનો ભોગ બને તો કારને ઝાટકો વાગતાની સાથે જ કારમાં રહેલું ગ્લવબોક્સ બહાર આવે છે અને ઘૂટણ સાથે અથડાય છે અને ઘૂટણના પ્રેશરથી પાછળ જાય છે અને તુરત જ એરબેગ બહાર આવી જાય છે.

જોકે આ પ્રકારની સિસ્ટમને હજુ કોઇ પેસેન્જર કારમાં પ્રસ્તૃત કરવામાં આવ્યું નથી પરંતુ ટૂંક સમયમાં ફોર્ડની કાર્સમાં આ પ્રકારની સુવિધા જોવા મળે તો નવાઇ નથી. અહીં નીચે તેની કેટલીક તસવીરો અને વીડિયો રજૂ કરવામાં આવ્યો છે.

ઝાટકો લાગતા જ સિસ્ટમ થશે એક્ટિવેટ

ઝાટકો લાગતા જ સિસ્ટમ થશે એક્ટિવેટ

અકસ્માત સમયે કારને ઝાટકો લાગતાની સાથે જ ઘૂટણના ભાગ પાસે રાખવામાં આવેલી Knee Airbag System એક્ટિવેટ થઇ જાય છે. તમે આ તસવીરમાં સિસ્ટમને એક્ટિવેટ થતી જોઇ શકો છો.

ઘૂંટણને અડતાં જ બીજી એક એરબેગ બહાર નીકળે છે

ઘૂંટણને અડતાં જ બીજી એક એરબેગ બહાર નીકળે છે

જેવી આ સિસ્ટમ ઘૂંટણ સાથે અથડાય છે કે તુરત જ બીજી એક એરબેગ બહાર નીકળે છે, જે માથા સહિત શરીરને રક્ષણ આપે છે.

આ રીતે શરીર રહેશે સુરક્ષિત

આ રીતે શરીર રહેશે સુરક્ષિત

અકસ્માત સમયે આ રીતે તમારું શરીર સુરક્ષિત રહેશે. વીડિયો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

Knee Airbag Systemનો વીડિયો

Knee Airbag System સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે.

English summary
The 2015 Ford Mustang will see an industry first - a passenger side glovebox-mounted airbag. This airbag will drastically reduce knee injuries in the event of a crash, if it is found to be effective.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X